અફઘાનિસ્તાનમાં વિમાન દુર્ઘટના વધુ રહસ્યમય બની

અફઘાનિસ્તાનની એરિયાના ઍરલાઇન્સે કહ્યું છે કે તેમનું કોઈ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું નથી.

ત્યારે સવાર એ ઊભો થઈ રહ્યો છે કે અફઘાનિસ્તાનમાં સોમવારે જે વિમાન કથિત રીતે દુર્ઘટનાગ્રસ્ત થયું, તે કોનું હતું?.

ગઝની પ્રાંતના પ્રવક્તાએ સ્થાનિક મીડિયાને કહ્યું - ગઝની જિલ્લાના ડેહ યાકમાં આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે.

ઉલ્લેખનીય છે કે વિમાન જે સ્થળે દુર્ઘટનાગ્રસ્ત થયું છે, તે વિસ્તારમાં ઉગ્રપંથી સંગઠન તાલિબાનનું પ્રભુત્વ છે.

સ્થાનિક અધિકારીઓએ પહેલાં જ એ કહ્યું હતું કે પેસેન્જર વિમાન એરિયાના ઍરલાઇન્સનું હતું.

પરંતુ ઍરલાઇન્સે આ વાતને નકારી કાઢી છે અને કહ્યું છે કે કથિત દુર્ઘટનાના સમયે તેના બે વિમાન ઉડી રહ્યા હતા અને બંને સુરક્ષિત છે.

કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી મીરવાઇઝ મીરઝેકવાલે બીબીસી પર્શિયનને આ અંગે જાણકારી આપી હતી.

અફઘાનિસ્તાનના ઉડ્ડયન વિભાગે કહ્યું કે કોઈ પણ પેસેન્જરને ઈજા પહોંચી નથી.

તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે બીબીસીને કહ્યું કે તેના જૂથને વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવા અંગેના કોઈ સમાચાર મળ્યા નથી.

ગઝનીના પોલીસ કમાન્ડર અહમદ ખાલિદ વારદકે બીબીસીને કહ્યું કે કોઈપણ વ્યક્તિના મૃત્યુ વિશે કાંઈ માહિતી નથી.

ઇરાનના સરકારી મીડિયાએ એક ફૂટેજમાં એક વિમાન સળગતું દેખાડવામાં આવી રહ્યું છે. સરકારી મીડિયાએ કહ્યું છે કે કદાચ આ વિમાન અમેરિકન એરફૉર્સનું હોઈ શકે છે. જોકે આ દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ નથી થઈ શકી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો