નરેન્દ્ર મોદી સરકારની નીતિઓ સામે Economistના આકરા સવાલ

ઇકૉનૉમિસ્ટનો 2010 અને 2020નો અંક

ઇમેજ સ્રોત, SOCIAL MEDIA

ઇમેજ કૅપ્શન, ઇકૉનૉમિસ્ટનો 2010 અને 2020નો અંક

લંડનથી પ્રકાશિત થતી અંગ્રેજી પત્રિકા 'ધ ઇકૉનૉમિસ્ટ'ના 25 જાન્યુઆરી, 2020ના અંકની કવર સ્ટોરી 'ઇન્ટોલરેન્ટ ઇન્ડિયા, હાઉ મોદી ઈઝ ઍન્ડેજરિંગ ધ વર્લ્ડ્સ બિગેસ્ટ ડેમૉક્રેસી' (અસહિષ્ણુ ભારત, મોદી કેવી રીતે વિશ્વની સૌથી મોટી લોકશાહીને ખતરામાં નાખી રહ્યા છે).

આ સ્ટોરીમાં વડા પ્રધાન મોદીની નીતિઓની સમીક્ષા કરાઈ છે અને લખવામાં આવ્યું છે કે મોદી એક સહિષ્ણુ, બહુ-ધાર્મિક છે અને ભારતને એક હિંદુ રાષ્ટ્રમાં તબદીલ કરવાની કોશિશ કરી રહ્યા છે.

તેમાં કહેવાયું કે નાગરિકતા સંશોધન કાયદો એનડીએ સરકારનું એક મહત્ત્વાકાંક્ષી પગલું છે. લેખમાં કહેવાયું કે સરકારની નીતિઓ મોદી સરકારને ચૂંટણી જીતવામાં મદદ કરી શકે છે, પરંતુ એ નીતિઓ દેશ માટે 'રાજકીય ઝેર' બની શકે છે.

News image

એવું પણ કહેવાયું કે બંધારણના ધર્મનિરપેક્ષ સિદ્ધાંતોને નબળા પાડવાની વડા પ્રધાન મોદીની કોશિશ ભારતની લોકશાહીને નુકસાન પહોંચાડશે, જે દાયકાઓ સુધી ચાલી શકે છે.

'ધ ઇકૉનૉમિસ્ટ'ના લેખમાં કહેવાયું કે ધર્મ અને રાષ્ટ્રીયતાના આધારે વિભાજન પેદા કરીને ભાજપે પોતાની વોટબૅન્કને મજબૂત કરી છે અને નબળી પડતી અર્થવ્યવસ્થાથી ધ્યાન ભટકાવ્યું છે.

સાથે જ પત્રિકામાં લખવામાં આવ્યું કે એનઆરસીથી ભાજપને પોતાના ઍજન્ડાને આગળ વધારવામાં મદદ મળશે.

તેમાં કહેવાયું કે એનઆરસી લાંબી પ્રક્રિયા છે, જેમાં લિસ્ટ બનાવાશે, બદલાશે અને ફરી બનાવાશે અને આ પ્રક્રિયાથી મોદી પોતાને દેશના 80 ટકા હિંદુઓના રક્ષકના રૂપમાં રજૂ કરશે.

line

2015માં પણ મોદી પર સ્ટોરી

પત્રિકાએ 2015માં નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી જીત્યા બાદ એક વર્ષ પછી આ સ્ટોરી કરી હતી.

ઇમેજ સ્રોત, THE ECONOMIST

ઇમેજ કૅપ્શન, પત્રિકાએ 2015માં નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી જીત્યા બાદ એક વર્ષ પછી આ સ્ટોરી કરી હતી.

'ધ ઇકૉનૉમિસ્ટ' પત્રિકાએ આ વખતે પહેલી વાર મોદી સરકાર પર કવર સ્ટોરી નથી કરી. અગાઉ પણ આ પત્રિકામાં ભારતના વખાણવાળા રિપોર્ટ્સ છપાતા રહ્યા છે. વર્ષ 2015માં આ પત્રિકાએ 'ઇન્ડિયાઝ વન-મૅન બૅન્ડ' શીર્ષકથી કવર સ્ટોરી કરી હતી.

પત્રિકાનો એ લેખ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આધારિત હતો. આ લેખમાં કહેવાયું હતું કે વડા પ્રધાન મોદીએ 'અચ્છે દિન'નો વાયદો કર્યો, બાદમાં તેઓ સત્તામાં આવ્યા. તેમણે નોકરી, ભાઈચારો અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિનો વાયદો કર્યો, પરંતુ તેમની પ્રગતિ નિરાશાજનક રીતે ધીમી છે.

આ લેખમાં કહેવામાં આવ્યું હતું કે વડા પ્રધાન મોદીએ મોટા ભાગની સત્તા પોતાના હાથમાં રાખી છે અને એકલા વ્યક્તિ માટે બદલાવ લાવવો એ મોટો પડકાર છે. એક રીતે એ લેખમાં મોદીને લઈને અનેક આશાઓ વ્યક્ત કરવામાં આવી હતી.

પત્રિકાના મે 2015ના આ અંકમાં વડા પ્રધાન મોદીનાં વખાણ પણ કરવામાં આવ્યાં હતાં. તેમાં કહેવાયું હતું કે મોદીના દૃઢ વિશ્વાસ પર શંકા ન કરી શકાય, કેમ કે ભારતમાં ઘણી ક્ષમતાઓ છે. આ દેશ દુનિયામાં સૌથી વધુ વસતીવાળો દેશ બનાવવાની દિશામાં છે અને સાથે જ વિશ્વની ત્રણ મોટી અર્થવ્યવસ્થાઓમાંથી એક બની શકે છે.

ભારતની અર્થવ્યવસ્થાની સાથે-સાથે આ લેખમાં વડા પ્રધાન મોદીનાં વખાણ પણ કરવામાં આવ્યાં હતાં. સાથે જ આશા રખાઈ હતી કે તેઓ માર્કેટમાં બદલાવ લાવશે. સાથે જ એવી સલાહ આપવામાં આવી હતી કે મોદીએ વિશ્વના મજૂર કાયદાઓને સરળ કરવા માટે એક રાષ્ટ્રીય અભિયાન છેડવું જોઈએ.

2017ના રિપોર્ટમાં ટીકા કરાઈ હતી

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ધ ઇકૉનૉમિસ્ટે વર્ષ 2017ના એક રિપોર્ટમાં ભારતની નરેન્દ્ર મોદી સરકારનાં ત્રણ વર્ષનાં કામકાજ અને એ દરમિયાન લાગુ થયેલી આર્થિક નીતિઓની આકરી ટીકા કરાઈ હતી.

આ રિપોર્ટમાં ધ ઇકૉનૉમિસ્ટે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી પાસે આશા રખાઈ હતી એવો કોઈ આર્થિક સુધારો કરાયો નથી. લેખમાં ભારતીય વડા પ્રધાનને એક સુધારક કરતાં એક પ્રશાસક ગણાવ્યા હતા.

આ સમયે ઇકૉનૉમિસ્ટમાં ત્યાં સુધી કહેવાયું હતું કે મોદીએ તક ગુમાવી દીધી છે.

line

2010માં ભારતની અર્થવ્યવસ્થાનાં વખાણ

2015ની કવર સ્ટોરી પહેલાં ઑક્ટોબર 2010નો 'ધ ઇકૉનૉમિસ્ટ'નો અંક ભારતની અર્થવ્યવસ્થા પર હતો.

એ સમયની કવર સ્ટોરીનું હેડિંગ હતું 'હાઉ ઇન્ડિયાઝ ગ્રૉથ વિલ આઉટપેસ ચીન' મતલબ 'કેવી રીતે ભારતનો વૃદ્ધિદર ચીનથી આગળ નીકળી ગયો' છે.

એ લેખમાં ભારતની અર્થવ્યવસ્થાનાં વખાણ કરવામાં આવ્યાં હતાં. કહેવામાં આવ્યું હતું કે ભારતની ખાનગી કંપનીઓ મજબૂત છે અને તેના કારણે દેશની અર્થવ્યવસ્થા મજબૂત છે.

2010 અને 2020ની કવર સ્ટોરીને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચાઓ થઈ રહી છે.

બંને કવર સ્ટોરીની સરખામણી કરીને લોકો ટ્વીટ કરી રહ્યા છે.

2010માં દેશમાં યુપીએની સરકાર હતી અને દેશનો જીડીપી દર સારી સ્થિતિમાં હતો જેની સરખામણીમાં આજે દેશની અર્થવ્યવસ્થામાં મંદી છે.

પત્રકાર રાજદીપ દેસાઈએ બેઉ સમયની પત્રિકાઓના કવરને ટ્વીટ કરતા લખ્યું કે, "બેઉ કવરોની કહાણી, 2010 અને 2020, વધારે કંઈ નથી કહેવું. રાષ્ટ્રદ્રોહી સાંભળવા માટે તૈયાર રહેવું છે. શુક્રવાર સારો રહે."

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 2013ના ચૂંટણીપ્રચાર વખતે પણ ધ ઇકૉનૉમિસ્ટે કવરસ્ટોરી કરી હતી.

એ વખતે કવરસ્ટોરીનું હેડિંગ હતું 'વુડ મોદી સેવ ઇન્ડિયા ઑર રેક ઇટ?' મતલબ કે, 'મોદી ભારતને બચાવી શકશે કે તબાહ કરશે?'

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો