Skoch Ranking માં પશ્ચિમ બંગાળને પછાડી ગુજરાત સુશાસન મામલે ટોચનું રાજ્ય બન્યું TOP NEWS

ઇમેજ સ્રોત, Getty Images
સુશાસનના મામલે પશ્ચિમ બંગાળને પછાડીને ગુજરાતે સ્કૉચ રેકિંગમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે.
'બિઝનેસ સ્ટાન્ડર્ડ'ના અહેવાલ અનુસાર આ મામલે 22 માપદંડો નક્કી કરાયા હતા, જેનો મુખ્ય આધાર સ્વાસ્થ્ય અને સ્વચ્છતા હતો.
આ યાદીમાં મહારાષ્ટ્રને બીજો ક્રમ પ્રાપ્ત થયો છે.
જ્યારે પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, તામિલનાડુને અનુક્રમે ત્રીજો, ચોથો અને પાંચમો ક્રમ અપાયો છે.


કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને મદદ કરવા ટ્રમ્પ તૈયાર

ઇમેજ સ્રોત, AFP GETTY
દાવોસમાં વર્લ્ડ ઇકૉનૉમિક ફૉરમ દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન વચ્ચે મુલાકાત થઈ.
ઇમરાનને મળ્યા પહેલાં મીડિયા સાથેની વાતચીતમાં ટ્રમ્પે પાકિસ્તાનના વડા પ્રધાનને 'બહુ સારા મિત્ર' ગણાવ્યા.
ટ્રમ્પે કહ્યું, "અમે કાશ્મીર અંગે અને ભારત-પાકિસ્તાન મામલે શું ચાલી રહ્યું છે, એ અંગે વાત કરી રહ્યા છીએ. જો અમે મદદ કરી શકીએ તો ચોક્કસથી મદદ કરીશું. અમે નજર રાખી રહ્યા છીએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇમરાન ખાને જણાવ્યું છે કે પાકિસ્તાને હંમેશાં એવી આશા સેવી છે કે અમેરિકા આ મામલાનો ઉકેલ લાવવામાં પોતાની ભૂમિકા ભજવશે.
તેમણે કહ્યું, "પાકિસ્તાનમાં અમારા માટે ભારત એક મોટો મુદ્દો છે."
અહીં એ વાત પણ મહત્ત્વપૂર્ણ છે કે ટ્રમ્પ ભારતની મુલાકાતે આવે એવી અટકળો વચ્ચે રાષ્ટ્રપતિ તરફથી સંબંધિત નિવેદન અપાયું છે.

NPR મામલે કૉંગ્રેસ અસહકારનું વલણ દાખવશે?

ઇમેજ સ્રોત, Getty Images
રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (એનપીઆર) મામલે કૉંગ્રેસ 'અસહકાર'નું વલણ દાખવી શકે છે.
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર જે રાજ્યોમાં કૉંગ્રેસ સત્તા પર છે, એ રાજ્યોમાં એનપીઆરનો અમલ ટાળવામાં આવે તેવી શક્યતા છે.
એક વરિષ્ઠ નેતાએ અખબારને જણાવ્યું કે આ મામલે, "અમે અસહકાર" કરીશું.
અખબારના જણાવ્યા અનુસાર કેરળે સ્પષ્ટ કરી દીધું છે કે રાજ્યમાં એનપીઆરનો અમલ નહીં કરાય. જે બાદ આ મામલે કૉંગ્રેસ કેવું વલણ દાખવે એના પર સૌની નજર અટકી હતી.
એનપીઆરને નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝનનું અગ્રગામી ગણીને કૉંગ્રેસ તેનો વિરોધ કરતી રહી છે.
નોંધનીય છે કે એપ્રિલ માસથી દેશભરમાં એનપીઆર અંતર્ગત વસતિગણતરી હાથ ધરવામાં આવશે.

રૉબર્ટ વાડ્રા મામલો : થમ્પીની ધરપકડ પહેલાં હરિયાણામાં તપાસ

ઇમેજ સ્રોત, Getty Images
પ્રવર્તન નિદેશાલય (ઈડી)એ કથિત મની લૉન્ડરિંગના મામલે ગાંધી પરિવારના જમાઈ રૉબર્ટ વાડ્રાના સહયોગી સી. સી. થમ્પીની ધરપકડ કરી એ પહેલાં હરિયાણાના ફરિદાબાદ જિલ્લાના અમિપુર ગામમાં જમીનના સોદા મામલે એક સ્વતંત્ર તપાસ હાથ ધરી હતી.
'ઇન્ડિય એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર થમ્પી ઉપરાંત ઈડીએ રિયલ ઍસ્ટેટ ડિલર હરબંસલાલ પાહવાની પણ બૅન્કિંગ વ્યવહાર અને આ મામલે કથિત ભૂમિકાને લઈને તપાસ કરી હતી. પાહવા વાડ્રાની કંપની 'રિયલ અર્થ ઍસ્ટેટ'ના પૂર્વ ડિરેક્ટર છે.
નોંધનીય છે કે ઈડીએ યૂકેમાં સંપત્તિ ખરીદવાના મામલે રૉબર્ટ વાડ્રાની મુશ્કેલી વધારતાં તેમના સહયોગી સી. સી. થમ્પીની ધરપકડ કરી છે.
અખબારના જણાવ્યા અનુસાર એનઆરઆઈ બિઝનેઝમૅન પર યૂકેમાં રિયલ ઍસ્ટેટમાં રૉબર્ટ વાડ્રાને રોકાણમાં મદદ કરવાનો આરોપ છે.
યૂકેમાં કથિત રીતે ઘર ખરીદવાના મામલે વાડ્રા પર મની લૉન્ડ્રિંગનો કેસ ચાલી રહ્યો છે અને તેઓ આ આરોપોને નકારી રહ્યા છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













