ગુજરાત વિદ્યાપીઠમાં પોલીસ : જેના દ્વારા વિરોધ થયો, તે પતંગ પર શું લખેલું હતું?

રસ્તા પર પતંગો પાથરી
ઇમેજ કૅપ્શન, રસ્તા પર પતંગો પાથરી

વિવાદિત બનેલા નાગરિકતા સંશોધન કાયદાનો પતંગ ચગાવી વિરોધ કરવાની ઘટના ઐતિહાસિક ગૂજરાત વિદ્યાપીઠમાં બની છે.

ગુજરાતમાં આજે મકરસંક્રાંતિ ઊજવાઈ રહી છે ત્યારે ગૂજરાત વિદ્યાપીઠના કેટલાક વિદ્યાર્થીઓએ નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં તેની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું.

આ ઉજવણી અંગે વિદ્યાર્થીઓએ સંદેશા પ્રસારિત કર્યા હતા.

જોકે, વિદ્યાર્થીઓ મેદાનમાં નાગરિકતા કાયદાના વિરોધમાં વિવિધ સ્લૉગનો લખેલી પતંગ ચગાવે તે પહેલાં પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને વિદ્યાર્થીઓને પતંગ ચગાવતા અટકાવ્યા હતા.

પોલીસ વિદ્યાપીઠના કૅમ્પસમાં પ્રવેશ કરતા વિદ્યાર્થીઓ સાથે મોટી રકઝક થઈ હતી.

line

વિદ્યાર્થીઓને પોલીસે રોક્યાનો આરોપ

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ગૂજરાત વિદ્યાપીઠ ખાતે હાજર બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારાએ જણાવ્યું છે કે, આજે સવારે આશરે 10 વાગે પોલીસ ગૂજરાત વિદ્યાપીઠ પરિસરમાં આવી અને વિદ્યાર્થીઓને મેદાનમાં આવતા અટકાવવામાં આવ્યા.

એક વિદ્યાર્થી ભાવેશ બારિયાએ બીબીસી ગુજરાતીને કહ્યું કે, અમે લોકોએ વિદ્યાપીઠના મેદાનમાં પતંગ ચગાવી વિરોધ કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ પોલીસે અમને મેદાનમાં જતા રોક્યા. પોલીસે અમને કહ્યું કે તમે અહીં પતંગ ન ચગાવી શકો.

તેમણે કહ્યું કે ગાંધીની વિદ્યાપીઠ જેમણે અન્યાય સામે પ્રતિકાર માટે 1920માં વિદ્યાપીઠની સ્થાપના કરી હતી, તેના 100 વર્ષ પૂરા થવામાં છે ત્યારે વિદ્યાપીઠના નક્શો બદલાય રહ્યો છે.

પતંગ પર લખાણ

વિરોધના પતંગ

પોલીસે વિદ્યાર્થીઓને રોકતા તમામ વિદ્યાર્થીઓ ગૂજરાત વિદ્યાપીઠના ગેટ પર પહોંચ્યા હતા.

ગેટ ઉપર પણ વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે રકઝક થઈ હતી. વિદ્યાર્થીઓએ ગેટ પર રાષ્ટ્રગીત ગાઈને વિરોધ કર્યો હતો.

વિદ્યાર્થીઓએ નાગરિકતા કાયદાનો વિરોધ કરતી પતંગોને રસ્તા પર પાથરી દીધી હતી.

વિદ્યાર્થીનું કહેવું છે કે ગૂજરાત વિદ્યાપીઠનાં મેદાનમાં પોલીસે તેમને એવા પતંગ ચગાવવાથી રોક્યા હતા, જેમાં લખ્યું હતું કે 'સંવિધાન બચાવો, દેશ બચાવો' અને 'નો સીએએ, નો એનઆરસી'. ત્યાર બાદ વિદ્યાર્થીઓએ એવા પતંગ ઉડાડીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.

એક અન્ય વિદ્યાર્થીનું કહેવું છે કે અત્યારે ગૂજરાત વિદ્યાપીઠમાં કોઈ મિત્ર મળવા પણ આવે છે, તો તેમની પણ પૂછપરછ થઈ રહી છે.

ગૂજરાત વિદ્યાપીઠની ઘટના પર કોણે શું કહ્યું?

ગૂજરાત વિદ્યાપીઠ

ગૂજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓને નાગરિકતા કાયદાના વિરોધમાં પતંગ ચગાવવા ન દેવાતા ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ટ્વીટ કરીને કહ્યું કે હવે તો આકાશમાં પણ 144 લાગુ કરાઈ છે.

એમણે લખ્યું કે ગાંધીના ગુજરાતમાં એમના દ્વારા જ સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાં પોલીસે જબરદસ્તી વિદ્યાર્થીઓ પાસે આઈકાર્ડ માગ્યાં.

આ વિદ્યાર્થીઓ નાગરિકતા સંશોધન કાયદા, એનઆરસી અને એનપીઆરના વિરોધમાં કૅમ્પસની અંદર પતંગ ઉડાવવા માગતા હતા.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

તો ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલનાયક સુદર્શન આંયગરે કહ્યું કે અમે તમામ ટ્રસ્ટીઓ આંદોલનના માણસો છીએ. પોલીસની આ કામગીરીનો વિરોધ કરીએ છીએ. અમને પોલીસ કેવી રીતે આવી એની જાણ નથી, પરંતુ આ અંગે કુલનાયકનું ધ્યાન દોરવામાં આવે.

વિદ્યાપીઠમાં પોલીસ ન આવવી જોઈએ તે હું ચોક્કસ માનું છું અને આ અંગે યોગ્ય કાર્યવાહી કરાશે.

ગૂજરાત વિદ્યાપીઠના એક વિદ્યાર્થીએ જણાવ્યું કે "હું એમ.એ. પત્રકારત્વનો વિદ્યાર્થી છું. અમે અમારા ગ્રૂપમાં નક્કી કર્યું હતું કે ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવી, CAA, NRC, NPRનો વિરોધ કરવો."

"જ્યારે સમગ્ર ભારતની યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ જાગૃત થયા છે ત્યારે વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ કઈ રીતે બાકાત રહી શકે? જો અમે વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ ચૂપ રહીએ તો આ ગાંધીજીની વિચારધારા પર લાંછન છે."

વિરોધ બાદ આખરે પોલીસે પીછેહઠ કરવી પડી હતી અને પોલીસની ગાડી જે શરૂઆતમાં ગૂજરાત વિદ્યાપીઠની અંદર હતી તેને બહાર ખસેડી લેવાઈ હતી.

તો લાંબી રકઝક પછી પોલીસે વિદ્યાર્થીઓ નાગરિકતા કાયદાના વિરોધમાં પતંગ ચગાવે તેની સામેનો વાંધો પડતો મૂકવો પડ્યો હતો.

વિરોધપ્રદર્શન

જોકે, પોલીસનું વિદ્યાર્થીઓને કહેવું હતું કે તે કોઈ હિંસાત્મક ઘટના ન બને તેની તકેદારીના ભાગરૂપે પરિસરમાં પ્રવેશી હતી.

એ પછી વિદ્યાર્થીઓ અને અન્ય કર્મશીલોએ મેદાનમાં નાગરિકતા કાયદાના વિરોધમાં પતંગો ચગાવી હતી.

ઘટનાસ્થળે હાજર વિદ્યાર્થી અનીસ ઉત્પલકાંતે કહ્યું કે, મહાત્મા ગાંધી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠ પરિસરની અંદર પણ આવો શાંતિપૂર્ણ વિરોધ પણ ન કરવા દેવામાં આવે એ શરમજનક છે.

અન્ય એક વિદ્યાર્થીએ બીબીસી ગુજરાતીને એમ પણ કહ્યું કે અમે આ ઘટના બની ત્યારે કુલનાયક અનામિક શાહ સહિત પદાધિકારીઓને ફોન કર્યા, પરંતુ તેમનો કોઈ જવાબ ન મળ્યો. ગૂજરાત વિદ્યાપીઠમાં પોલીસ કેમ પ્રવેશી એ અંગે તેમણે જવાબ આપવો પડશે.

તો બીબીસી ગુજરાતીએ પણ આ અંગે કુલનાયક અનામિક શાહનો સંપર્ક કરવાનો સતત પ્રયાસ કર્યો છે, પંરતુ હજી સુધી તેમની સાથે વાત થઈ શકી નથી.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો