CAA : અમિત શાહની રેલી વખતે વિરોધ કરનાર યુવતીઓને 'ઘર ખાલી કરાવ્યું'

નવી દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જનસંપર્ક રેલી દરમિયાન ઘરની બાલ્કનીમાંથી બે યુવતીઓએ CAAનો વિરોધ કર્યો હતો.

એનડીટીવીમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે, મહિલાઓનું કહેવું છે કે મકાનમાલિકે તેમને ઘરમાંથી કાઢી મૂક્યા છે.

રવિવારે નાગરિકતા કાયદાના સમર્થનમાં અમિત શાહ દક્ષિણ દિલ્હીના લાજપતનગરમાં ઘરે-ઘરે જઈને જનસંપર્ક કરી રહ્યા હતા.

આ દરમિયાન આ મહિલાઓએ ફ્લેટની બાલ્કનીમાંથી બૅનર બતાવીનો વિરોધ વ્યક્ત કર્યો.

આ મહિલાનું નામ સૂર્યા રજપ્પન છે અને તેઓ વકીલાત કરે છે.

સૂર્યાનું કહેવું છે કે તેમને વિરોધ કર્યો એ પછી રેલીમાં સામેલ લોકો અપશબ્દો ભાંડવા લાગ્યા અને નીચે એકઠા થઈ ગયા.

સૂર્યાએ એવું પણ કહ્યું કે એક ટોળું ઉપર આવવાનો પ્રયાસ કરી રહ્યું હતું અને દરવાજો તોડી કાઢવાની ધમકી આપી રહ્યું હતું.

તેમણે કહ્યું કે આ બધા વચ્ચે અમારા મકાનમાલિકે જણાવ્યું કે અમને મકાનમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.

બજેટ પૂર્વે આજે PM અર્થશાસ્ત્રીઓને મળશે

સમાચાર એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે દેશના અર્થશાસ્ત્રીઓને નીતિ આયોગ ખાતે મળશે.

પહેલી ફેબ્રુઆરીએ યુનિયન બજેટ રજૂ કરવામાં આવે એવી શક્યતા છે.

ગયા વર્ષે જૂન મહિનામાં પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 40 અર્થશાસ્ત્રી સાથે બેઠક યોજી હતી.

નરેન્દ્ર મોદીએ અર્થશાસ્ત્રીઓ પાસે યુનિયન બજેટ માટે સૂચનો મંગાવ્યાં છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ટોચના ઉદ્યોગપતિઓ સાથે પણ બેઠક યોજી હતી.

'જો બિલ્ડર વિલંબ કરે તો હોમ-લૉન ગ્રાહકોને રિફંડ મળશે'

ધ મિન્ટમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ બુધવારે હોમ-લૉન ગ્રાહકો માટે સ્કીમ લૉન્ચ કરી છે.

જો નિયત સમયમાં પ્રોજેક્ટનું કામ પૂર્ણ ન થાય તો ગ્રાહકને તો આ સ્કિમ અંતર્ગત ગ્રાહકને લૉનની મૂળ રકમ પરત મળશે.

એસબીઆઈના ચૅરમૅન રજનીશ કુમારનું કહેવું છે કે આ પગલા થકી રિયલ-ઍસ્ટેટના ક્ષેત્રમાં ગતિ આવશે.

દરેક બિલ્ડર RERA હેઠળ તેમના પ્રોજેક્ટની નોંધણી કરાવવાની રહેશે અને પ્રોજેક્ટની ટાઇમલાઇન પણ જાહેર કરવાની રહેશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો