You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Amazonને રિલાયન્સનું JioMart ટક્કર આપી શકશે?
એશિયાના સૌથી તવંગર વ્યક્તિ મુકેશ અંબાણીએ ભારતમાં હવે એમેઝોન સાથે સ્પર્ધા કરવાનો નિર્ધાર કર્યો છે.
મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ જણાવ્યું છે કે તેણે કરિયાણાની ડિલિવરી માટેની સેવા મેળવવા ઇચ્છતા લોકોને સામેલ થવા માટે આમંત્રણ આપ્યું છે.
મોબાઇલ ફોન થકી કંપની સાથે સંકળાયેલા ગ્રાહકોના આ બૅઝનો ઉપયોગ કરીને કંપની સંબંધિત ક્ષેત્રે ઝંપલાવવા માગે છે.
ઈ-કૉમર્સ ક્ષેત્રે કંપનીનું આ નવું સાહસ ભારતમાં હાજર ઑલનાઇન જાયન્ટ કંપનીઓ માટે મોટો પડકાર બની શકે છે.
રિલાયન્સ રિટેઇલ અને રિલાયન્સ જિયોએ જણાવ્યું છે કે તેમણે નવા સાહસ 'જિયોમાર્ટ'નું સૉફ્ટ લૉન્ચ કરી દીધું છે.
જિયોમાર્ટનું જણાવવું છે કે તે કરિયાણાની મફત અને ઝડપી ડિલિવરીની સેવા પૂરી પાડશે.કંપની પાસે કરિયાણામાં લગભગ 50 હજાર વસ્તુનો સ્ટૉક ઉપલબ્ધ છે.
હોમ ડિલિવરીની સેવા પૂરી પાડતી અન્ય કંપનીઓની જેમ જિયોમાર્ટ જાતે ડિલિવરી નહીં કરે, પણ સ્થાનિક દુકાનો અને ગ્રાહકોને એક ઍપ થકી જોડશે.
ભારતમાં કરિયાણાની ઑનલાઇન માર્કેટ હજુ પોતાના પ્રારંભિકકાળમાં છે અને તે વાર્ષિક 870 મિલિયન અમેરિકન ડૉલરની ક્ષમતા ધરાવતી હોવાનું અનુમાન છે. હાલમાં દેશની 0.15 ટકા વસતિ જ આવી સેવાનો ઉપયોગ કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, જાણકારોનું માનવું છે કે આ ક્ષેત્ર વર્ષ 2023 સુધીમાં વાર્ષિક 14.5 બિલિયન ડૉલરના વેચાણની ક્ષમતા હાંસલ કરી શકે છે.
ભારતની ઈ-કૉમર્સ માર્કેટમાં હાલ એમેઝોન અને ફ્લિપકાર્ટનું વર્ચસ્વ છે. ફ્લિપકાર્ટ અમેરિકાની કંપની વોલમાર્ટની પેટા-કંપની છે. જોકે, આ બન્ને કંપનીઓને ગત વર્ષે આંચકો લાગ્યો હતો. ભારત સરકારે વિદેશી ઑનલાઇન રિટેઇલ કંપનીઓને દેશમાં વસ્તુઓ વેંચવા પર પ્રતિબંધ લાદી દીધો.
આનો સીધો ફાયદો ભારતીય કંપનીઓને થયો અને તેણે સહજ રીતે જ પોતાના વિદેશી સ્પર્ધકો સામે સરસાઈ મેળવી.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચૅરમૅન મુકેશ અંબાણી 60 બિલિયન અમેરિકન ડૉલર કરતાં વધુ સંપત્તિ ધરાવતા હોવાનું અનુમાન છે.
'ઑઇલ રિફાઇનિંગ' રિલાયન્સ ગ્રૂપનો મુખ્ય વ્યવસાય છે. જોકે, ટેલિકૉમ અને અન્ય ક્ષેત્રોમાં પણ તેણે મોટા પાયે રોકાણ કરી રાખ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો