જામિયા પ્રદર્શન વિવાદ : સહેવાગ-શાહરુખ પર સવાલ, બોલીવૂડમાં કોણે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
નાગરિકતા સંશોધન કાયદા અને જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પર પોલીસની કાર્યવાહીના વિરોધમાં બોલીવૂડ બે ભાગમાં વહેંચાયેલું દેખાય રહ્યું છે.
બોલીવૂડના કેટલાક પ્રખ્યાત અભિનેતાઓ, અભિનેત્રીઓ, નિર્દેશકોએ જામિયામાં પોલીસની કાર્યવાહીને વખોડી કાઢી છે, જેમાં ફરહાન અખ્તર, તાપસી પન્નુ, હુમા કુરૈશી, વિક્કી કૌશલ, અનુરાગ કશ્યપ પણ સામેલ છે.
એ સિવાય સોશિયલ મીડિયા પર આ બાબતે ચૂપ રહી જનાર બોલીવૂડસ્ટાર્સની ટીકા થઈ રહી છે.
CAA વિરુદ્ધ પ્રદર્શન નવી દિલ્હી સહિત દેશના અન્ય શહેરોમાં પણ થઈ રહ્યા છે, જોકે જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીનો પણ વ્યાપક વિરોધ થઈ રહ્યો છે.

બોલીવૂડમાં કોણે શું કહ્યું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
ફરહાન અખ્તર, હુમા કુરૈશી, વિક્કી કૌશલ, પરિણીતી ચોપરા, તાપસી પન્નુ, અનુરાગ કશ્યપ, મનોજ વાજપેયી, અનુભવ સિન્હા જેવા કલાકારો વિદ્યાર્થીઓના પડખે ઉભા રહ્યા તો કેટલાક દિગ્ગજ કલાકારોએ કોઈ ટિપ્પણી કરી નહોતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
ફરહાન અખ્તરે ટ્વિટર પર લખ્યું કે "હવે માત્ર સોશિયલ મીડિયા પર વિરોધ કરવાનો સમય જતો રહ્યો છે." તેમણે 19 ડિસેમ્બરે મુંબઈમાં ઑગસ્ટ ક્રાન્તિ મેદાનમાં નાગરિકતા સંશોધન કાયદા અને એનઆરસી વિરુદ્ધના પ્રદર્શન અંગે આ ટ્વીટ કર્યું હતું.
જોકે ટ્વીટમાં ભારતનો જે નક્શો દેખાઈ રહ્યો છે તેને લઈને તેમણે માફી માગી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
ભૂતપૂર્વ અભિનેત્રી અને લેખિકા ટ્વિંકલ ખન્નાએ ટ્વીટ કર્યું છે કે વિદ્યાર્થીઓનો અવાજ હિંસક રીતે દબાવીને આપણે અંધકાર તરફ આગળ વધી ગયા છીએ. હું લોકતાંત્રિક અને ધર્મનિરપેક્ષ ભારતની હિમયાતી છું.
જામિયાના પૂર્વ વિદ્યાર્થીઓનું મૌન
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
શાહરુખ ખાન, અમિતાભ બચ્ચન, સલમાન ખાન અને આમિર ખાને આ બાબતે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
રોશન અબ્બાસે ટ્વિટર પર લખ્યું, "શાહરુખ ખાન તમે તો જામિયમાં ભણ્યા છો. તમને કોણે ચૂપ કરી દીધા છે?"
સામાન્ય રીતે ટ્વિટર ઉપર વાચાળ રહેતા પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે આ અંગે કોઈ પ્રતિક્રિયા નથી આપી.
શાહરુખ તથા સહેવાગ જામિયાના પૂર્વ વિદ્યાર્થી છે.
બીજી બાજુ, બોલીવૂડ અભિનેતા વિક્કી કૌશલે ટ્વિટર પર લખ્યું, "જે થઈ રહ્યું છે તે બરાબર નથી, જે રીતે થઈ રહ્યું છે તે બરાબર નથી."
"લોકો પાસે શાંતિપૂર્ણ રીતે પોતાનો મત જાહેર કરવાનો પૂર્ણ અધિકાર છે. એક નાગરિક હોવાને કારણે આ હિંસા અને તોડફોડ મને નિરાશાજનક લાગે છે."
"કોઈ પણ સંજોગોમાં લોકતંત્રમાં આપણો ભરોસો તૂટવો ન જોઈએ."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
હુમા કુરૈશીએ કહ્યું, "આ માનવામાં આવે તેવું નથી. આપણે ધર્મનિરપેક્ષ લોકતંત્ર છીએ."
"વિદ્યાર્થીઓ સામે પોલીસે જે પ્રકારની હિંસા આચરી છે તે ભયાનક છે."
"નાગરિકોને શાંતિપૂર્ણ વિરોધનો પૂર્ણ અધિકાર છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ, શું કોઈ વિકલ્પ નથી બચ્યો?"
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 5
તાપસી પન્નુએ કહ્યું, "આ શરૂઆત છે કે અંત, જે પણ છે, આ દેશમાં નવા નિયમો ઘડાઈ રહ્યા છે, જે લોકો બધાથી અલગ છે તેમને જોવું જોઈએ કે શું પરિણામ આવી શકે છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 6
આયુષ્માન ખુરાનાએ લખ્યું, "વિદ્યાર્થીઓ સાથે જે થયું તેનાથી ખૂબ જ પરેશાન છું અને આ ટીકા યોગ્ય છે."
"આપણા બધાને પ્રદર્શનનો અધિકાર છે, જોકે આ પ્રદર્શન પછી હિંસક ઘટનાઓ ન થવી જોઈએ અને સાર્વજનિક સંપત્તિને નુકસાન ન થવું જોઈએ."
"મારા દેશવાસીઓ, આ ગાંધીનો દેશ છે. અહિંસાનું હથિયાર હોવું જોઈએ. લોકતંત્રમાં વિશ્વાસ રાખવો જોઈએ."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 7
મનોજ બાજપેયી લખ્યું, "કેટલીક વખત આપણે અન્યાયને રોકવાની શક્તિ ન ધરાવતા હોઈએ, પરંતુ આપણે દરેક વખતે વિરોધ તો પ્રકટ કરવો જ જોઈએ."
"વિદ્યાર્થીઓ અને વિરોધ કરવાના તેમના લોકતાંત્રિક અધિકારની સાથે ઉભો છું. વિદ્યાર્થીઓ સાથે થયેલી હિંસાને વખોડું છું."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 8
આ પહેલાં સમીત નામના યૂઝરે એક વીડિયોને અક્ષય કુમાર દ્વારા લાઇક કરવા પર ટ્વીટ કર્યું હતું. અક્ષય કુમારે જે વીડિયો લાઈક કર્યો હતો તેમાં પોલીસ લોકોને માર મારતી દેખાતી હતી.
સમીતે લખ્યું, "હું અક્ષય કુમારનું સન્માન કરું છું. કરોડરજ્જુ વગર માર્શિયલ આર્ટ્સમાં ટ્રેનિંગ લેવી મુશ્કેલ હશે."
ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપે આ ટ્વીટને રિટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું હતું- "બિલ્કુલ."
જોકે બાદમાં અક્ષય કુમારે વીડિયો લાઇક કરવા પર સ્પષ્ટતા ટ્વિટર પર કરી ને લખ્યું :
"ફટાફટ સ્ક્રૉલ કરવામાં મેં ભૂલથી આ વીડિયોને લાઈક કર્યો હતો અને મને જ્યારે આ વાતની જાણ થઈ, ત્યારે મેં તે વીડિયો ડિસલાઇક કર્યો હતો."

સરકારનું સમર્થન

ઇમેજ સ્રોત, Getty Images
બોલીવૂડના કલાકારો જેમણે પ્રતિક્રિયા આપી તેમના વિરુદ્ધ સોશિયલ મીડિયામાં કેટલાક લોકો કૉમેન્ટ કરી રહ્યા છે.
મંગળવારે ટ્વિટર પર #ShameonBollywood ટૉપ-ટ્રૅન્ડમાં રહ્યું હતું.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 9
ઉપાસના સિંહે લખ્યું, "આ બધા કલાકારોને માત્ર મુસ્લિમોની ચિંતા છે, હિંદુઓની નહીં."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 10
અમન નામના એક ટ્વિટર યૂઝરે લખ્યું, "અંતે તો આ એક વ્યાપાર છે. આ લોકોને અમારા સમાજ સાથે કોઈ લેવાદેવા નથી."
આકાશ ચૌબેએ લખ્યું, "આ તસ્વીરથી જાણી શકાય છે બોલીવૂડ સેલિબ્રિટી માત્ર રૂપિયા અને લોકપ્રિયતા માટે કામ કરે છે."

શું છે વિવાદ?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 11
જોકે એ સિવાય નવી દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને CAA વિરુદ્ધ પ્રદર્શન થયું હતું. આ પ્રદર્શન દરમિયાન આગ ચાંપવાના બનાવો પછી દિલ્હી વિદ્યાર્થીઓ ઉપર પોલીસ દ્વારા દમનપૂર્ણ કાર્યવાહી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. કેટલાક વાઇરલ વીડિયોમાં દિલ્હી પોલીસ વિદ્યાર્થીઓને માર મારતી નજરે પડી હતી. જોકે પોલીસનું કહેવું છે કે હિંસક ભીડને કાબૂમાં લેવા માટે કાયદા પ્રમાણે કાર્યવાહી કરી હતી.જામિયાની ઘટના પછી સોમવારે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અને દેશના અલગ-અલગ શહેરોમાં વિદ્યાર્થીઓએ પ્રદર્શન કરવા માટે રસ્તા પર ઊતર્યા હતા. નવી દિલ્હીના સીલમપુર અને જાફરાબાદ વિસ્તારમાં પણ હિંસક પ્રદર્શન થયા હતા.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો