'દલિત મૂછ કેમ ના રાખી શકે?' ગુજરાતી દલિત યુવકની વ્યથા

'દલિત મૂછ કેમ ના રાખી શકે?' આંખમાં આંસુ અને લાચારીભર્યા અવાજે સવર્ણોની નફરતનો શિકાર બનેલા દલિત યુવકનાં માતા આ સવાલ કરી રહ્યાં છે.

ગુજરાતના મહેસાણા જિલ્લાના મોટા કોઠાસણા ગામે સંજય પરમાર નામના દલિત યુવકે મૂછે તાવ દેતો હોય તેવો TikTok વીડિયો બનાવ્યો હતો.

આ વીડિયોને કારણે ગામના સવર્ણોએ સંજયને માર માર્યો હતો અને તેની મૂછ કાપી તેનો વીડિયો વાઇરલ કર્યો હતો.

સંજયના પિતા રણછોડભાઈ પરમારનું કહેવું છે કે જ્યારે તેમના પુત્રને સવર્ણો દ્વારા માર મારવામાં આવતો હતો ત્યારે તેમણે દીકરાને બચાવવવા ખૂબ આજીજી કરી હતી અને હાથ જોડ્યા હતા, પરંતુ સવર્ણોએ તેમના પર બિલકુલ દયા ન ખાધી.

ગુજરાતમાં દલિતો ઉપર અત્યાચારની આ પ્રથમ ઘટના નથી. થોડા સમય પહેલાં દલિત યુવકના વરઘોડામાં ઘોડે ચઢવા બાબતે પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો