પૈસા આપી 'પિતાના મિત્રો કરતા રહ્યા બળાત્કાર' : કિશોરીની કરુણ કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સૌતિક બિશ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
12 વર્ષીય કિશોરીએ કાઉન્સેલરને કહ્યું, "બે વર્ષ સુધી દર શનિ-રવિએ કેટલાક પુરુષો ઘરે આવતા અને બળાત્કાર કરતા હતા." તેમાંથી કેટલાક તેમના પિતાના જાણીતા હતા, કેટલાક નહોતા.
ચેતવણી: આ લેખની કેટલીક વિગતો કેટલાક વાચકોને વિચલિત કરી શકે છે.
કિશોરીએ કહ્યું કે આની શરૂઆત તેના પિતાએ કેટલાક મિત્રોને દારૂ પીવા માટે બોલાવ્યા ત્યારથી થઈ હતી.
દારૂ પીધા પછી આ લોકો માતાપિતાની હાજરીમાં તેની છેડછાડ કરતા હતા.
ક્યારેક તેમાંથી કોઈ પુરુષ અંધારિયા બેડરૂમમમાં તેની માતા સાથે જતા રહેતા હતા.
તે પછી એક દિવસ તેના પિતાએ તેને બેડરૂમમાં તેમના એક મિત્ર સાથે ધકેલી દીધી.
ઓરડો બહારથી બંધ કરી દીધો અને તે પુરુષે તેના પર બળાત્કાર કર્યો.

આરોપી પિતા અને અન્યોની ધરપકડ

ઇમેજ સ્રોત, Getty Images
કિશોરીનું બચપણ છીનવાઈ ગયું અને જીવન આકરું બની ગયું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેના પિતા પુરુષોને બોલાવતા હતા અને તેમની પાસેથી પૈસા લઈને પોતાની દીકરીને ધરી દેતા હતા.
કાઉન્સેલરનું માનવું છે કે તે પછી કિશોરી પર 30 કરતાં વધારે પુરુષોએ બળાત્કાર કર્યો હશે.
20 સપ્ટેમ્બરે શિક્ષકોએ આપેલી માહિતી પછી બાળ કલ્યાણ અધિકારીઓએ શાળાએ આવીને કિશોરીને પોતાના આશરામાં લઈ લીધી હતી.
અધિકારીઓના જણાવ્યા મુજબ વિકાસગૃહમાં રાખ્યા પછી તેની મેડિકલ તપાસ કરાઈ ત્યારે બળાત્કારની વાત સાબિત થઈ હતી.
આ કેસમાં તેના પિતા સહિત ચારની ધરપકડ કરવામાં આવી છે.
તેમના પર બળાત્કાર, બાળકોનો પોર્નોગ્રાફી માટે ઉપયોગ કરવો અને જાતીય હુમલો કરવાના આરોપો લગાવાયા છે. આરોપીઓને જામીન આપવા આવ્યા નથી.
કિશોરીના પિતાને જાણતા બીજા પાંચ પુરુષો, કે જેમણે પણ કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો તેમને પણ પોલીસ શોધી રહી છે.
કુટુંબને જાણતા હોય તેવા 25 પુરુષોનાં નામ અને તસવીરો પોલીસ પાસે છે, જે કિશોરીને ઓળખ માટે બતાવાઈ રહી છે.
કિશોરીએ જણાવ્યું હતું કે, "મને ચહેરા યાદ નથી, કેમ કે બધું બહુ ઝાંખું ઝાંખું હતું"

આવી રીતે સામે આવી હકીકત

ઇમેજ સ્રોત, Getty Images
હરિયાળા પહાડો માટે જાણીતા પ્રમાણમાં સમૃદ્ધ એવા દક્ષિણ ભારતના ગામમાં આ કુટુંબ રહેતું હતું.
શહેર રળિયામણું ખરું, પણ આ કુટુંબ માટે તે દોજખ જેવું બની રહ્યું હતું.
સપ્ટેમ્બરના એ દિવસે ફરિયાદ શાળા સુધી પહોંચી હતી. કિશોરીની પડોશમાં જ રહેતા બે શિક્ષકોને શંકા જતા આખી વાત બહાર આવી હતી.
શિક્ષકોના લાગ્યું કે આ કુટુંબમાં કંઈક બરાબર ચાલી રહ્યું નથી અને આ કિશોરી સાથે વાત કરવી જોઈએ.
શાળાના સંચાલકોએ નારીકલ્યાણ માટે કામ કરતા મંડળમાંથી કાઉન્સેલરને બોલાવ્યા હતા.
બીજા દિવસે કાઉન્સેલર્સ આવ્યા.
તે લોકો સ્ટાફ રૂમમાં સામસામે બેઠા. ઉપરના માળે તેમનાં માતા સામાન્ય પ્રકારે થતી વાલી બેઠકમાં હાજર હતાં અને નીચે શું ચાલી રહ્યું છે તેની તેમને જાણ નહોતી.
કાઉન્સેલરે કિશોરીને કહ્યું, "તારા વિશે, તમારા કુટુંબના જીવન વિશે અમને જણાવ."
ચાર કલાક સુધી તેમણે કિશોરી સાથે વાતચીત કરી હતી.
કિશોરીએ કહ્યું કે ઘરમાં હાલત ખરાબ છે, કેમ કે પિતા પાસે કોઈ રોજગારી નથી. ભાડું નહીં ભરવામાં આવે તો કુટુંબે ઘર ખાલી કરવું પડશે, એમ કહીને તે રડવા લાગી હતી.
તે પછી તે મૌન થઈ ગઈ હતી. કાઉન્સેલરે તેને શાળામાં ચાલતા જેન્ડર ક્લાસ વિશે વાત કરી હતી.
આ વાતચીત દરમિયાન બાળકોનું જાતીય શોષણ કેવી રીતે થતું હોય છે એ વિશે વાત થઈ.
છોકરી વચ્ચે જ બોલી પડી, "મારા ઘરમાં પણ કંઈક બરાબર નથી. મારા પિતા મારી માતાને હેરાન કરે છે,"
કાઉન્સેલરને વધુ વિગતો જાણવા માટે તેની થોડી પૃચ્છા કરી.
કિશોરીએ કહ્યું કે એકવાર તેની માતાને મળવા આવેલા પુરુષે તેની સાથે ગેરવર્તન કર્યું હતું.
મારી માતાએ તેને આ બાબતે ઠપકો આપ્યો.
આગળની વાતચીતમાં તેણે કહ્યું કે, પોતે શાળાએ હોય ત્યારે ઘણા પુરુષો માતાને મળવા આવતા હતા.
વધુ ને વધુ પુરુષો અમારા ઘરે આવતા થયા હતા.
વાતચીત આગળ વધતાં કિશોરીએ કહ્યું કે, મોડી રાત સુધી દારૂ પીવાનું ચાલતું હતું અને તે પછી તે લોકો તેનું જાતીય શોષણ કરતા હતા.
કાઉન્સેલરે પૂછ્યું કે શું તને ગર્ભ રોકવા અને ચેપ લાગતો અટકાવવા માટે નિરોધકો હોય છે તેની ખબર છે ખરી.
"ના, ના, અમે કોન્ડોમ વાપરીએ છીએ," કિશોરીએ કહ્યું.
આ રીતે વાતચીત અડધે પહોંચી તે પછી પ્રથમવાર કિશોરીએ જાતીય સંસર્ગની વાત સ્વીકારી હતી.

વારંવાર થયું શારીરિક શોષણ

ઇમેજ સ્રોત, Getty Images
તે પછી છોકરીએ જે કંઈ કહ્યું તે તેના બચપણની કરુણ કહાની હતી.
કિશોરીએ વધુ માહિતી આપતાં કહ્યું કે, "પુરુષો આવતા અને મારી માતાને બેડરૂમમાં લઈ જતા હતા."
"મને આ સામાન્ય લાગ્યું. તે પછી પિતાએ મને પણ અજાણ્યા પુરુષો સાથે રૂમમાં ધકેલી દીધી,"
ક્યારેક તેના પિતા તેની નગ્ન તસવીર પાડીને અને તેમને મળવા આવેલા પુરુષને મોકલવા ફરજ પડતા.
તેણે કહ્યું કે, આ વર્ષની શરૂઆતમાં તે ત્રણ મહિના સુધી માસિકમાં ના આવી ત્યારે તેમનાં માતાપિતા ગભરાઈ ગયાં હતાં.
તે લોકો તેમને ડૉક્ટર પાસે લઈ ગયા હતા. ડૉક્ટરે અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટ કરાવવા કહ્યું હતું અને કેટલીક દવા આપી હતી.
આટલી વાતચીત સુધીમાં કાઉન્સેલને ખ્યાલ આવી ગયો હતો કે કિશોરી પર સતત બળાત્કાર થયા હતા.
તેમણે બાળકલ્યાણ અધિકારીઓને બોલાવી લીધા અને કિશોરીને જણાવાયું કે તને વિકાસગૃહમાં રાખવામાં આવશે.
કિશોરી તરફથી ખાસ કોઈ પ્રતિક્રિયા આવી નહોતી.
શિક્ષકો સાથેની મિટિંગમાંથી તેની માતા બહાર આવી ત્યારે તેણે જોયું કે પોતાની દીકરીને કારમાં લઈ જવામાં આવી રહી છે, ત્યારે તેમણે બૂમાબૂમ કરી મૂકી હતી.
"તમે મારી દીકરીને કેમ લઈ જાવ છો?"
કાઉન્સેલરે માતાને જણાવ્યું કે તમારી દીકરીને કેટલીક 'ભાવનાત્મક પરેશાની' છે અને તેને માર્ગદર્શનની જરૂર છે.
માતાએ આના જવાબામાં કહ્યું, "પણ મારી મંજૂરી વિના મારી દીકરીને માર્ગદર્શન આપનારા તમે કોણ છો?"
ત્યાં સુધીમાં તેમની દીકરીને વિકાસગૃહમાં લઈ જવામાં આવી હતી. છેલ્લા બે મહિનાથી તે આ ગૃહમાં જ રહે છે, જ્યાં તેના જેવી જાતીય શોષણનો ભોગ બનેલી કિશોરીઓ રાખવામાં આવી છે.

બાળકો વિરુદ્ધના અપરાધો અને ભારત

બાળકોના જાતીય શોષણની બાબતમાં ભારતનો રેકર્ડ બહુ શરમજનક છે.
સત્તાવાર આંકડાઓ પ્રમાણે મોટા ભાગનું શોષણ ભોગ બનેલાના જાણીતા લોકો દ્વારા જ થતું હોય છે. જેમ કે સગાઓ, પડોશીઓ, કર્મચારીઓ શોષણ કરતા હોય છે.
2017 સુધીના ઉપલબ્ધ અનુસાર આંકડા તે વર્ષે ભારતમાં 10,221 બાળકો પર બળાત્કારની ઘટના બની હતી.
છેલ્લાં થોડાં વર્ષોમાં દેશમાં બાળકો વિરુદ્ધ અપરાધની ઘટનાઓમાં એકધારો વધારો થઈ રહ્યો છે.
કાઉન્સેલર્સ કહે છે કે આ કિશોરીની કહાણી વિચલિત કરી દે એવી છે, આવા કિસ્સા અપવાદ પણ નથી.
જે ગૃહમાં કિશોરીને રાખવામાં આવી છે, ત્યાં 12થી 16 વર્ષની ત્રણ એવી કિશોરીઓ છે, જેનું જાતીય શોષણ પિતા દ્વારા થયું હોય.
એક કાઉન્સેલર કહે છે કે એકવાર તેમણે 15 વર્ષની ગર્ભવતી કિશોરીને બચાવવી પડી હતી. તે કિશોરી પર તેના પિતાએ જ બળાત્કાર કર્યો હતો.
કાઉન્સેલર આગળ વાત કરતાં જણાવે છે કે, "અમે બાળકનો જન્મ થયો ત્યારે આ કિશોરીને બાળક સોંપી દેવા કહ્યું હતું. ત્યારે તેણે કહ્યું કે શા માટે તેને સોંપું, કેમ કે આ મારા પિતાનું બાળક છે. હું તેને ઉછેરીશ."
આ લેખમાં જે કિશોરીની વાત આપણે કરી રહ્યા છીએ, તે ગૃહમાં આવ્યા પછી કેટલાય દિવસ સુધી ઊંઘતી રહી હતી. ત્યાર બાદ તેણે લખ્યું હતું કે તે તેની માતાને બહુ ચાહે છે.

બચપણ બની ગયું બિહામણું

ઇમેજ સ્રોત, Getty Images
તેની માતાનું કહેવું છે કે કિશોરીએ "આવી વાતો ઊપજાવી કાઢી છે, કેમ કે તે અમારી સાથે ઝઘડા કરતી હતી અને અમને પાઠ ભણાવવા માગતી હતી".
તેની માતાનું કહેવું છે કે તેમની સ્થિતિ આટલી ખરાબ નહોતી. મારા પતિ રોજના હજાર રૂપિયા કમાઈ લેતા હતા.
હવે આખા ઘરમાં તે એકલી જ રહે છે. પતિ જેલમાં છે, અને દીકરી ગૃહમાં છે.
કિશોરીની માતાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "હું પ્રેમાળ માતા છું. એને મારી જરૂર છે."
તેના ઘરની દીવાલો પરથી ચૂનો ઊખડી રહ્યો છે. તેના પરનું ચિતરામણ બતાવીને તે કહે છે, "તે તેના પર બસ લખ્યા કરતી હતી."
"હું મારા દિલની વાતો જાહેર કરી શકીશ તો પણ બહુ કહેવાશે મિત્રો" તેવું કિશોરીએ કાગળ પર લખ્યું હતું અને આ કાગળ દરવાજે ચોંટાડ્યો હતો.
થોડા મહિના પહેલાં માતા અને કિશોરી વચ્ચે ઝઘડો થયો હતો.
કિશોરી ફરી શાળાએ ગઈ ત્યારે તેણે તાડીનું વૃક્ષ દોર્યું હતું અને ઘર દોર્યું હતું, જેની ચીમનીમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો.
તેની ઉંમરની ઘણી કન્યાઓ આવી જ કલ્પના કરીને દોરતી હોય છે.
તે પછી તેણે દરવાજા પર ઝડપથી માફી માગતા શબ્દો લખ્યા અને બહાર જતી રહી.
કિશોરીએ લખ્યું હતું, "માફ કરજો અમ્મા."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












