PHOTOS : ન્યૂઝીલૅન્ડમાં જ્વાળામુખી વિસ્ફોટ અને પછીની સ્થિતિ

ન્યૂઝીલૅન્ડ પોલીસનું કહેવું છે કે વ્હાઇટ આઇલેન્ડ ટાપુ ઉપર મૃત માની લેવાયેલાં નવ પર્યટકનાં મૃતદેહ બહાર કાઢવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે.

ટાપુની જમીનમાં ભારે હલચલ જોવા મળી રહી છે, જેના કારણે પોલીસે બચાવ કામગીરી અટકાવી દીધી છે.

ન્યૂઝીલૅન્ડના વ્હાઇટ આઇલેન્ડમાં સોમવારે એક જ્વાળામુખી ફાટવાની ઘટના બની હતી. જ્યારે આ વિસ્ફોટ થયો ત્યારે જ્વાળામુખીની આસપાસ ઘણા મુસાફરો હાજર હતા.

અત્યાર સુધી છ લોકોનાં મૃત્યુની પુષ્ટિ થઈ ગઈ હતી. ઘણાં લોકો હજુ ગુમ છે, જ્યારે લગભગ 30 લોકો ગંભીરપણે દાઝ્યા છે.

એક મુસાફર માઇકલ શાડેએ એક તસવીર ટ્વીટ કરી હતી અને લખ્યું હતું કે:

"હે ભગવાન, 2001 બાદ પહેલી વાર ન્યૂઝીલૅન્ડના વ્હાઇટ આઇલૅન્ડમાં જ્વાળામુખી ફાટ્યો છે."

"20 મિનિટ પહેલાં હું મારા પરિવાર સાથે અહીં આવ્યો હતો. અમે અમારી બોટ પર રાહ જોઈ રહ્યા હતા ત્યારે જ અમે આ બધું જોયું."

વિસ્ફોટ પહેલાં ટૂર ગાઇડ લોકોને સ્થળ પરથી દૂર લઈ જતા જોવા મળે છે.

ઑકલૅન્ડના રાહત-બચાવ હેલીકૉપ્ટરે આકાશમાંથી લીધેલી તસવીરોમાં જ્વાળામુખીને જોઈ શકાય છે.

ન્યૂઝીલૅન્ડના ભૂવૈજ્ઞાનિક અને પરમાણુવિજ્ઞાન સંસ્થાન (જીએનએસ) દ્વારા જારી કરાયેલ વીડિયોમાં જ્વાળામુખીની રાખ અને બાષ્પ જોઈ શકાય છે.

ઉપરની તસવીરમાં વ્હાઇટ આઇલેન્ડથી 40 કિમિ દૂર કૉસ્ટગાર્ડના રાહત-બચાવદળની બોટ જોઈ શકાય છે.

ઉત્તરી આઇલેન્ડની મુખ્ય ભૂમિ પર બચવાકર્મીઓએ પીડિતોનો ઇલાજ કર્યો હતો.

મંગળવારે વ્હાઇટ આઈલેન્ડના જ્વાળામુખીમાંથી રાખ અને બાષ્પ નીકળતી જોઈ શકાય છે.

ન્યૂઝીલૅન્ડના વડાં પ્રધાન જેસિંડા અર્ડર્ને વૉકાટાનેનાં મેયર જૂડી ટર્નર સાથે પત્રકારપરિષદ યોજી હતી. વડાં પ્રધાન અર્ડર્ને પીડિતોના પરિવારજનો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.

વડાં પ્રધાને વોટાકાનેના અગ્નિશમન સ્ટેશનના કર્મચારીઓ સાથે પણ મુલાકાત યોજી હતી.

સિડનીમાં ઑસ્ટેલિયન વડા પ્રધાન સ્કૉટ મૉરિસને વિદેશમંત્રી મેરિસ પેન સાથે મીડિયાને સંબોધિત કર્યું હતું. ઑસ્ટ્રેલિયા 24 લોકો આ ઘટનાથી પ્રભાવિત થયા છે.

દરમિયાન ત્રણ ઑસ્ટ્રેલિયનનાં મૃત્યુની સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી છે.

ટૉરુંગાના તટ પર લોકોએ પીડિતોને શ્રદ્ધાંજલી આપી હતી. આ દરમિયાન એ જહાજ પણ ત્યાં જ હતો, જેના પર સવાર થઈને મુસાફરો વ્હાઇટ આઇલેન્ડ ગયા હતા.

વ્હાઇટ આઇલેન્ડને વકારી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ટાપુ પર દેશના સૌથી સક્રિય જ્વાળામુખી છે.

રૉન નીલ નામના પર્યટકે જાન્યુઆરી, 2017માં આ ટાપુની મુલાકાત લીધી હતી અને તેમણે આ તસવીરો લીધી હતી.

નીલે કહ્યું હતું કે, "જ્વાળામુખી સુધી પહોંચવા માટે અમારે ગૅસ માસ્ક અને હેલ્મેટ પહેરવાં પડ્યાં હતાં."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો