You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહારાષ્ટ્ર : ભાજપનાં નેતા પંકજા મુંડેએ ટ્વિટર પ્રોફાઇલમાંથી પક્ષનું નામ હઠાવ્યું
મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાનું ગઠબંધન તૂટ્યા પછી ભારે રસાકસી બાદ શિવસેનાએ એનસીપી અને કૉંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી હતી, પરંતુ સરકાર બન્યા પછી પણ ઊથલપાથલ બંધ થવાનું નામ નથી લેતી.
મહારાષ્ટ્ર ભાજપનાં વરિષ્ઠ નેતા પંકજા મુંડેએ પોતાના ટ્વિટર એકાઉન્ટમાંથી 'ભાજપ' શબ્દને કાઢી નાખ્યો છે, જેના કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ચહલ-પહલ મચી છે.
પંકજા મુંડેએ પોતે ફેસબુક પોસ્ટમાં લખ્યું છે, "(મહારાષ્ટ્રમાં) રાજકીય સ્થિતિ બદલાઈ રહી છે." "આઠથી દસ દિવસ સુધી હું મારી જાત સાથે સંવાદ કરીશ અને 12મી ડિસેમ્બરે જાહેરાત કરીશ."
પંકજા મુંડેએ લખ્યું કે હું 12 ડિસેમ્બરે મારા પિતાના 60મા જન્મદિવસે મારા નિર્ણયની સત્તાવાર જાહેરાત કરીશ.
પંકજાએ એ દિવસે પોતાના સમર્થકોની મીટિંગ બોલાવી છે.
પંકજાના આ ટ્વિટ બાદ 'કટ્ટા ન્યૂઝ'ના તંત્રી સુધીર સૂર્યવંશીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે પંકજા મુંડે અને એકનાથ ખડસે ટૂંકસમયમાં ભાજપ છોડી દેશે.
સૂર્યવંશીએ કહ્યું છે કે બંને નેતાઓ પક્ષથી નારાજ છે.
કોણ છે પંકજા મુંડે ?
પંકજા મુંડે ભાજપના વરિષ્ઠ નેતા ગોપીનાથ મુંડેનાં દીકરી છે. વર્ષ 2014માં માર્ગઅકસ્માતમાં ગોપીનાથનું નિધન થયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પંકજા મુંડે 2009માં પહેલીવાર પર્લી વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડ્યાં હતાં અને વિજેતા બન્યાં હતાં.
40 વર્ષીય પંકજા મુંડે 2014ની ચૂંટણીમાં પર્લી વિધાનસભાની ચૂંટણીમાં વિજેતા બન્યાં હતાં. ફડણવીસ સરકારમાં ગ્રામીણ અને મહિલા, બાળ વિકાસ મંત્રાલયના મંત્રી હતા.
પંકજા મુંડે 2019માં યોજાયેલી ચૂંટણીઓમાં પર્લી વિધાનસભાની સીટ પરથી તેમના પિતરાઈ ભાઈ ધનંજય મુંડે સામે 30,000થી વધારે વોટથી હાર્યાં હતાં. ધનંજય મુંડે એનસીપીમાંથી ચૂંટણી લડ્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો