ઘટી રહેલા GDPના દરથી સામાન્ય માણસે કેમ ડરવું જોઈએ?

અર્થતંત્ર

ઇમેજ સ્રોત, Getty Images

સતત ખરાબ સમયમાંથી પસાર થઈ રહેલા ભારતીય અર્થતંત્ર અંગે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.

આ આંકડાને આધારે ભારતીય અર્થતંત્રની સ્થિતિનો ખ્યાલ આવે છે. જુલાઈથી સપ્ટેમ્બરના સમયગાળાની જીડીપી 4.5 ટકા જ છે.

આ છેલ્લાં છ વર્ષનું સૌથી નબળું સ્તર છે. આ અગાઉના ત્રણ મહિનાની જીડીપી 5 ટકા હતી.

જીડીપીના નવા આંકડા બહાર આવ્યા એ સાથે જ વિપક્ષ કૉંગ્રેસે સરકારને ઘેરવાનું શરૂ કરી દીધું.

સામાન્ય વ્યક્તિ

ઇમેજ સ્રોત, Getty Images

કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું, "ભારતની જીડીપી છેલ્લાં છ વર્ષમાં સૌથી તળિયે છે પણ ભાજપ ઉજવણી કેમ કરે છે? કારણકે તેમને એવું લાગે છે કે તેમની જીડીપી - ગોડસે ડિવીસિવ પૉલિટિક્સથી વિકાસદર દશકના આંકડામાં પહોંચી જશે."

ભારતના પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘે પણ આ આંકડાઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

તેમણે એવું પણ કહ્યું છે કે સરકાર દેશના અર્થતંત્રમાં જે બદલાવ કરી રહી છે તે મદદરૂપ નથી થઈ રહી.

ખાનગી ક્ષેત્રનો વિકાસદર નહિવત્

નિર્મલા સીતારમણ

ઇમેજ સ્રોત, Getty Images

ભારતીય અર્થતંત્ર માટે જીડીપીના આ આંકડા કેટલા ખતરનાક છે એ જાણવા માટે બીબીસીના બિઝનેસ સંવાદદાતા અરુણોદય મુખરજીએ અર્થશાસ્ત્રી વિવેક કૌલ સાથે વાત કરી. વાંચો તેમનો દૃષ્ટિકોણ -

જીડીપીના આંકડા દર્શાવે છે કે ભારતીય અર્થવ્યવસ્થા કથળી ગઈ છે. જીડીપીના અલગ-અલગ આંકડાઓ જોઈએ તો વિકાસદર 4.5 ટકાએ પહોંચી ગયો છે અને વિકાસદર આટલો છે એનું એક કારણ સરકારી ખર્ચમાં થયેલો 15.6 ટકાનો વધારો છે.

એવામાં જો સરકારી ખર્ચને બાજુ પર રાખીને જોઈએ તો ખ્યાલ આવે કે સ્થિતિ વધારે ખરાબ છે. આ ખર્ચથી અલગ જે ભારતીય અર્થતંત્ર છે એનો વિકાસદર ઘટીને ત્રણ ટકા થઈ ગયો છે.

અત્યારે પણ જે થોડોઘણો વિકાસદર દેખાઈ રહ્યો છે એ એટલે કેમ કે સરકાર પહેલાં કરતાં વધારે સરકારી ખર્ચ કરી રહી છે.

આ વાતને એ રીતે પણ જોઈ શકીએ કે ખાનગી ક્ષેત્રોનો વિકાસદર લગભગ નહિવત્ છે.

line

સરકારનાં પગલાંનું શું થયું?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

સરકારે અર્થતંત્રને પાટે ચડાવવા માટે કેટલાંક પગલાં ઉઠાવ્યાં હતાં, જેમ કે કૉર્પોરેટ ટૅક્સમાં કાપ મૂકવો.

એની સાથે જ ભારતીય રિઝર્વ બૅન્કે ઘણી વખત વ્યાજદરોમાં કાપ મૂક્યો છે. જોકે એનાથી વધારે કંઈ ફેર પડશે નહીં.

જોકે આરબીઆઈ તો વ્યાજદરોમાં કાપ મૂકી શકે છે પણ જ્યાં સુધી બૅન્ક તેમના વ્યાજદર ઓછા ન કરે ત્યાં સુધી અસર નહીં દેખાય.

બૅન્કો પણ વ્યાજદરમાં વધારે કાપ નથી મૂકતી કેમ કે તેઓ આના કરતાં વધારે વ્યાજદર પર પૈસા લઈ રહી છે.

જ્યાં સુધી એ વ્યાજદર ઓછા ન થાય અને સરકારી ખર્ચ ઓછો ન થાય ત્યાં સુધી અસર નહીં દેખાય.

આ સ્થિતિમાં જો સરકાર ખર્ચ ઘટાડી દેશે તો સમસ્યા વધી જશે.

line

જીડીપીના આંકડાની સામાન્ય લોકો પર અસર?

જીએસટી

ઇમેજ સ્રોત, Getty Images

આ પ્રકારની આંકડાકીય સ્થિતિ બાદ લોકોનો પોતાના અર્થતંત્ર પરથી વિશ્વાસ ઊઠી જાય છે. આ પ્રકારના માહોલમાં લોકો પોતાના ખર્ચમાં કાપ મૂકવા લાગે છે.

જ્યારે મોટી સંખ્યામાં લોકો પોતાના ખર્ચ પર કાપ મૂકે તો અર્થતંત્ર માટે મુશ્કેલી સર્જાય છે કારણકે જ્યારે એક વ્યકતિ પૈસા ખર્ચ કરે ત્યારે બીજી વ્યક્તિની આવક થતી હોય છે.

જો સમાજનો એક મોટો વર્ગ ખર્ચ કરવાનું ઘટાડી દેશે તો એનાથી લોકોની આવક ઓછી થવા લાગશે અને પછી એ લોકો પણ ખર્ચમાં ઘટાડો કરશે.

આ પ્રકારે એક ચક્ર બને છે જેની નકારાત્મક અસર અર્થતંત્ર પર થાય છે.

line

કેટલા ગંભીર છે આ આંકડા?

ગ્રાફિક્સ

ઇમેજ સ્રોત, Getty Images

જીડીપીના આંકડાને બહુ ગંભીરતાથી જોવાની જરૂર છે, કારણકે ખાનગીક્ષેત્રનો વિકાસદર ઘટીને ત્રણ ટકા થઈ ગયો છે.

જો રોકાણમાં વિકાસદર જોઈએ તો તે ઘટીને એક ટકા થઈ ગયો છે, એનો અર્થ એવો થયો કે રોકાણ નહિવત્ છે.

અર્થતંત્રમાં રોકાણ નહીં વધે તો નોકરીઓ ક્યાંથી પેદા થશે, જ્યાં સુધી નોકરીઓ પેદા નહીં થાય ત્યાં સુધી આવકમાં વૃદ્ધિ કેવી રીતે થશે અને જ્યાં સુધી લોકોની આવકમાં વૃદ્ધિ નહીં થાય તો લોકો ખર્ચ નહી કરે. લોકો ખર્ચ નહીં કરે તો માગ કેવી રીતે વધશે.

આ તમામ બાબતો એકબીજા સાથે જોડાયેલી છે.

line

સરકાર શું પગલાં ઉઠાવશે?

મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

ભારતીય અર્થતંત્ર જે સ્થિતિમાં છે એ જોતાં હંગામી ધોરણે પગલાં લેવાથી કંઈ નહીં થાય.

સરકારને જે પણ પગલાં લેવાં હોય તેની અસર લાંબા સમય પછી જોવા મળશે.

જો સરકાર શ્રમસુધારા અથવા ભૂમિસુધારાની દિશામાં કામ કરશે તો એની અસર ધીમે-ધીમે જોવા મળશે.

એટલે અર્થતંત્રને સુધારવાનો કોઈ શૉર્ટકટ ન હોય, સરકાર પાસે કોઈ જાદુની છડી નથી કે જેને ફેરવવાથી સ્થિતિ સુધરી જાય.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો