રોહિત શર્મા : માત્ર 4 રને છૂટેલો એ કૅચ જે શ્રીલંકાને ભારે પડી ગયો હતો

ઇમેજ સ્રોત, Getty Images
કપ્તાન તરીકે રોહિત શર્માએ એ સાબિત કરી આપ્યું કે તેઓ નવા ખેલાડીઓને લઈને પણ શ્રેણી જિતાડવાની ક્ષમતા ધરાવે છે.
તાજેતરમાં જ ભારતે બાંગ્લાદેશ સામે રોહિત શર્માની કપ્તાની હેઠળ ટી-20 સિરીઝ જીતી છે.
જોકે, આજથી પાંચ વર્ષ પહેલાં આજના દિવસે એટલે કે 13 નવેમ્બરના રોજ રોહિત શર્માએ સાબિત કરી દીધું હતું કે તેઓ વિશ્વના સૌથી વિસ્ફોટક બૅટ્સમૅન છે.
આજના દિવસે રોહિત શર્માએ શ્રીલંકા સામે વન-ડે ક્રિકેટ ઇતિહાસની સૌથી મોટી ઇનિંગ્સ રમી હતી.

હિટમૅન રોહિત શર્માની એ કમાલની બેટિંગ
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ભારત 22 નવેમ્બરથી પ્રથમ વખત બાંગ્લાદેશ સામે કોલકાતામાં ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમવાનું છે.
આ મૅચ કોલકાતાના ઇડન ગાર્ડન મેદાન પર રમાવાની છે. આ એ જ મેદાન છે જ્યાં રોહિત શર્માએ પાંચ વર્ષ પહેલાં વન-ડેમાં વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો.
શ્રીલંકા સામેના વન-ડે મૅચમાં રોહિત શર્માએ અહીં 264 રનની સૌથી વિસ્ફોટક ઇનિંગ રમી હતી. જે રેકૉર્ડ હજી સુધી કોઈ તોડી શક્યું નથી.
રોહિત શર્માએ વર્લ્ડ રેકૉર્ડ બનાવતા 173 બૉલમાં 264 રન બનાવ્યા હતા. આ પ્રથમ વખત એવું બન્યું હતું કે કોઈ ભારતીય બૅટ્સમૅને વન-ડેમાં 250થી વધારે રન એકલા હાથે બનાવ્યા હોય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે આ મૅચમાં રોહિત શર્માને ભાગ્યનો પણ સાથ મળ્યો હતો. માત્ર 4 રનના વ્યક્તિગત સ્કોરે શ્રીલંકાના ખેલાડી થિસારા પરેરાએ તેમનો કૅચ છોડી દીધો હતો.
આ જીવતદાન બાદ રોહિત શર્માએ પાછું વાળીને જોયું નહીં અને 33 ફૉર, 9 સિક્સની મદદથી 264 રનની વિક્રમજનક ઇનિંગ રમી.
રોહિતની ખાસ વાત એ હતી કે પ્રથમ 100 બૉલમાં તેમણે 100 રન બનાવ્યા હતા, જ્યારે બાકીના 164 રન માત્ર 73 બૉલમાં આવ્યા હતા.
264માંથી 186 રન તેમણે ફૉર અને સિક્સની મદદથી બનાવ્યા હતા.
આ મૅચમાં ભારતે 50 ઑવરમાં 5 વિકેટના ભોગે 404 રન બનાવ્યા હતા.
જેના જવાબમાં શ્રીલંકાની ટીમ માત્ર 251 રનમાં ઑલઆઉટ થઈ હતી અને 153 રનોથી આ મૅચ હારી ગઈ હતી.

રોહિત શર્માની વન-ડેમાં ત્રણ ડબલ સદી

ઇમેજ સ્રોત, Getty Images
ટેસ્ટ હોય કે ટી-20 કે પછી વન-ડે મૅચ હોય રોહિત શર્મા હંમેશાં પોતાની ધમાકેદાર બેટિંગ માટે જાણીતા છે.
ભારતના તેઓ એક માત્ર બૅટ્સમૅન છે કે જેમણે ત્રણ વખત બેવડી સદી ફટકારી હોય.
રોહિત શર્માએ સૌપ્રથમ ઑસ્ટ્રેલિયા સામે 2 નવેમ્બરના રોજ બેંગલુરુમાં 209 રન ફટકાર્યા હતા.
જે બાદ 13 નવેમ્બરના રોજ 2014માં શ્રીલંકા સામે કોલકાતામાં 264 રન ફટકાર્યા હતા.
મોહાલીમાં 2017માં શ્રીલંકાની સામે જ રોહિત શર્માએ 208 રન ફટકાર્યા હતા.
આ સિવાય ભારતમાંથી સચીન તેંડુલકર અને વીરેન્દ્ર સહેવાગ વન-ડેમાં બેવડી સદી ફટાકારી શક્યા છે.
સચીન તેંડુલકરે સૌપ્રથમ વન-ડે ઇતિહાસમાં સૌપ્રથમ વખત વર્ષ 2010માં સાઉથ આફ્રિકા સામે ગ્વાલિયરમાં રમાયેલી એક વન-ડે મૅચમાં 200 રન ફટકાર્યા હતા.
વીરેન્દ્ર સહેવાગે વેસ્ટ ઇન્ડિઝ સામે ઇંદોર રમાયેલી વન-ડે મૅચમાં 219 રનની ઇનિંગ્સ રમી હતી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












