અયોધ્યા ચુકાદો : આજનો સંદેશ જોડવાનો, જોડાવાનો, મળીને જીવવાનો છે - નરેન્દ્ર મોદી
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
રામમંદિર-બાબરી મસ્જિદના વિવાદ પર સુપ્રીમ કોર્ટના ચુકાદાના મહત્ત્વના મુદ્દા

- વિવાદિત જમીન પર રામલલ્લા વિરાજમાનનો હક્ક
- મસ્જિદ માટે અયોધ્યામાં 5 એકર જમીન આપવામાં આવે
- મંદિર નિર્માણ માટે 3 મહિનામાં કેન્દ્ર ટ્રસ્ટ બનાવે
- શિયા વકફ બોર્ડ અને નિર્મોહી અખાડાના દાવા ખારિજ
- તમામ 5 જજોએ સર્વસંમતિથી ચુકાદો આપ્યો

સુપ્રીમ કોર્ટના સંબોધન બાદ વડા પ્રધાને દેશને સંબોધન કર્યું હતું અને કહ્યું કે ચુકાદો સર્વસંમતિથી આવ્યો તેનું ગર્વ છે.
વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતાં શું કહ્યું?

ઇમેજ સ્રોત, Ani
દાયકાઓ સુધી ચાલેલી ન્યાયપ્રક્રિયાનું હવે સમાપન થયું છે. સમગ્ર દુનિયા એ માને છે કે ભારત દુનિયાનો સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ છે.
આજે દુનિયાએ એ પણ જાણી લીધું છે કે ભારતનું લોકતંત્ર કેટલું જીવંત છે. ચુકાદો આવ્યા બાદ તમામ વર્ગોએ અને સમગ્ર દેશે ખુલ્લા મનથી તેને સ્વીકાર્યો છે.
ભારત જેના માટે જાણીતો છે, તે વિવિધતામાં એકતા, આજે આ મંત્ર પોતાની પૂર્ણતા સાથે ખીલેલો દેખાય છે. ગર્વ થાય છે.
હજારો વર્ષ બાદ પણ કોઈને વિવિધતામાં એકતાના ભારતના પ્રાણતત્ત્વને સમજવું હશે તો તે આજની ઐતિહાસિક ઘટનાનો જરૂર ઉલ્લેખ કરશે.
આ ઘટના ઇતિહાસના પાનામાંથી ઉઠાવેલી નથી. સવા સો કરોડ દેશવાસીઓ આજે નવો ઇતિહાસ રચી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતની ન્યાયપાલિકા માટે પણ આજનો આ દિવસ મહત્ત્વનો છે. આ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે બધાને ધીરજ સાથે સાંભળ્યા.
દેશ માટે ગર્વની વાત છે કે ચુકાદો સર્વસંમતિથી આવ્યો.
આજે 9 નવેમ્બર છે, આ તારીખે બર્લિનની દીવાલ તોડી પડાઈ હતી. આજે કરતારપુર કોરિડોર શરૂ થયો, જેમાં ભારત-પાકિસ્તાન બંને દેશનો સહયોગ રહ્યો.
આજની તારીખે આવેલો ચુકાદો આપણને સાથે રહીને આગળ વધવાનો સંદેશ આપે છે.
આ તમામ વાતોને લઈને ક્યાંય પણ કોઈના મનમાં કોઈ કટૂતા રહી હોય તો આજે તેને તિલાંજલિ આપવાનો પણ દિવસ છે. આજનો સંદેશ જોડવાનો છે, જોડાવાનો છે, મળીને જીવવાનો છે.
સુપ્રીમ કોર્ટના આજના ચુકાદાએ દેશને એ સંદેશ પણ આપ્યો છે કે કઠિન મામલાનો હલ બંધારણના દાયરામાંથી જ આવે છે.
આપણે આ ચુકાદાથી શીખવું જોઈએ કે સમય ભલે લાગે પણ ધૈર્ય બનાવી રાખવું જરૂરી છે.
સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો આપણા માટે નવું સવાર લઈને આવ્યો છે. આ વિવાદની ભલે ઘણી પેઢી પર અસર પડી હોય. પરંતુ હવે આપણે નક્કી કરવું જોઈએ કે આ ચુકાદા બાદ નવી પેઢી નવા ઇન્ડિયાના નિર્માણમાં લાગશે.
આપણે આપણો વિશ્વાસ અને વિકાસ એ વાતથી નક્કી કરવાનો છે કે ક્યાંય કોઈ મારી સાથે ચાલનારો પાછળ તો નથી રહી જતો ને.
રામમંદિરના નિર્માણનો ફેંસલો સુપ્રીમ કોર્ટે આપી દીધો છે, હવે દેશના દરેક નાગરિક પર રાષ્ટ્રનિર્માણની જવાબદારી વધી ગઈ છે.
આપણા તમામ માટે હવે દેશની ન્યાયપ્રણાલીનું પાલન કરવું, કાયદાનું સન્માન કરવાની જવાબદારી વધી ગઈ છે.

17:40 મોદી-મનમોહનનો મિલાપ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘ કરતારપુર કોરિડોરની ગુરદાસપુરમાં ડેરા બાબા નાયક પાસે આવેલી ચેર પોસ્ટના ઉદ્ઘાટન વખતે મળ્યા હતા.
ભારત અને પાકિસ્તાન વચ્ચે આજથી કરતારપુર કોરિડોર ખુલો મુકાયો છે.

ઇમેજ સ્રોત, Ani

17:15 શિયા સમુદાયે શું કહ્યું?
શિયા મોલવી મૌલાના કલ્બે જવાદે સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકાર્યો છે.
તેમણે કહ્યું, "અમે નમ્રતાથી સુપ્રીમ કોર્ટનો ફેંસલો સ્વીકારીએ છીએ. અમે અલ્લાહના આભારી છીએ કે મુસ્લીમો અને મોટા ભાગના લોકોએ આ ફેંસલો સ્વીકાર્યો છે અને વિવાદનો અંત આવ્યો છે. મને લાગે છે કે વિવાદનો અંત આવી ગયો છે છતાં રિવ્યૂ પિટીશન દાખલ કરવાનો એમનો (મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડનો) હક છે."

16:53 પાકિસ્તાને સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ શું કહ્યું?
કુરેશીએ કહ્યું કે, "ભારતમાં મુસ્લિમો પહેલાંથી જ દબાણમાં છે અને સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ આ દબાણમાં વધારો થશે."

16:43આ સમય બંધુત્વ, વિશ્વાસ અને પ્રેમનો : રાહુલ ગાંધી
અયોધ્યા મામલે ચુકાદા બાદ રાહુલ ગાંધીએ કહ્યું ટ્વીટ, "સુપ્રીમ કોર્ટે અયોધ્યા મુદ્દે પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. કોર્ટના આ નિર્ણયનું સન્માન કરતા આપણે દરેકે પરસ્પર સદ્ભાવ જાળવીને રાખવાનો છે. આ સમય દરેક ભારતીયો વચ્ચે બંધુત્વ, વિશ્વાસ અને પ્રેમનો છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1

16:36 સુપ્રીમ કોર્ટનો ચુકાદો શું કહે છે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

16:28ઉદ્ધવ ઠાકરે અયોધ્યા જશે
શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું, "આજનો દિવસ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. સૌએ ફેંસલો સ્વીકારી લીધો છે. હું 24 નવેમ્બરે અયોધ્યા જઈ રહ્યો છે."

16:10 અયોધ્યામાં કેવો માહોલ છે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

15:05 '...તો મસ્જિદ ત્યાં હોત'-ઓવૈસી
કૉંગ્રેસ દ્વારા રામમંદિરના નિર્માણ મુદ્દે સમર્થન અપાતાં અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, "કૉંગ્રેસે પોતાનો અસલ રંગ ઝળકાવ્યો છે. કૉંગ્રેસે કપટ અને દંભ ન કર્યાં હોત તો 1949માં ત્યાં મૂર્તિઓ રખાઈ ન હોત. રાજીવ ગાંધીએ જો તાળાં ખોલ્યાં ન હોત તો હજુ પણ ત્યાં મસ્જિદ હોત. જો નરસિમ્હા રાવ પોતાની ફરજ ચૂક્યા ન હોત તો હજુ પણ ત્યાં મસ્જિદ હોત."

14:50 રાજ ઠાકરેની 'રામરાજ્ય'ની ઇચ્છા
'મહારાષ્ટ્ર નવનિર્માણ સેના'ના રાજ ઠાકરેએ રામમંદિર અને બાબરી મસ્જિદના ચુકાદા મામલે સંતોષ વ્યક્ત કર્યો.
તેમણે કહ્યું, "હું આજે ખુશ છું. એ બધા કારસેવકો કે જેણે સમગ્ર સંઘર્ષ દરમિયાન ભોગ આપ્યો, તેમનાં બલિદાન એળે નથી ગયાં. વહેલી તકે રામમંદિર બનવું જોઈએ. રામમંદિર સાથે જ દેશમાં 'રામરાજ્ય'ની પણ સ્થાપના થાય એવી મારી ઇચ્છા છે."

ઇમેજ સ્રોત, ANI

14:14 ઓવૈસીએ અસંતોષ વ્યક્ત કર્યો
'ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમિન'ના નેતા અસદુદ્દીન ઓવૈસીએ આ ફેંસલા પર અસંતોષ વ્યક્ત કર્યો.
તેમણે કહ્યું, "હું એ તમામ વકીલોનો આભાર માનું છું જેઓ મુસ્લિમો તરફથી કેસ લડ્યા. ફેંસલાથી હું સંતુષ્ટ નથી. જેમણે બાબરી મસ્જિદ તોડી, એમને જ મંદિર બનાવવાનું કામ શરૂ કરવા અદાલતે કહ્યું."
"પાંચ એકર જમીનનો ચુકાદો આપ્યો છે, હિંદુસ્તાનના મુસ્લિમ એટલા દરિદ્ર નથી કે 5 એકર જમીન ન ખરીદી શકે. અમને ખેરાત નથી જોઈતી. અમે કાયદાકીય હક માટે લડી રહ્યા હતા. આપણે પાંચ એકરની ઑફરને નકારવી જોઈએ. દેશ હિંદુરાષ્ટ્રના રસ્તે જઈ રહ્યો છે."

13:40 સુપ્રીમ કોર્ટના ચુકાદા પર પ્રિયંકા ગાંધીએ શું કહ્યું?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2

13:37 રામદેવની પ્રતિક્રિયા
બાબા રામદેવે આ ચુકાદાનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું, "આ ઐતિહાસિક ફેંસલો છે. ભવ્ય રામમંદિરનું નિર્માણ કરવામાં આવશે. મુસ્લિમોને વૈકલ્પિક જમીન આપવાના નિર્ણયનું પણ સ્વાગત કરીએ છીએ. મારું માનવું છે કે હિંદુ ભાઈઓએ મસ્જિદ બનાવવામાં મદદ કરવી જોઈએ."

13:30 ચુકાદા બાદ મીઠાઈ
અયોધ્યા પરના ચુકાદા બાદ મથુરામાં શાહી નમાજ પઢવાની જગ્યાએ સામાન્ય લોકો એક બીજાને મીઠાઈ ખવડાવી રહ્યા છે.

13:24 'આ ક્યાંનો ન્યાય છે-ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના કમાલ ફારૂકી
ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના કમાલ ફારૂકીએ અયોધ્યામાં રામમંદિર અને બાબરી મસ્જિદના વિવાદ પર સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા સામે અસંતોષ વ્યક્ત કર્યો છે.
ફારૂકીએ જણાવ્યું, "આના બદલામાં અમને 100 એકર જમીન પણ આપવામાં આવે તો પણ કોઈ ફાયદો નથી. અમારી 67 એકર જમીન પહેલાંથી સંપાદિત કરી લેવાઈ છે અને અમને દાનમાં પણ તેઓ શું આપી રહ્યા છે? આ ક્યાંનો ન્યાય છે?"
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3

13:10 સંઘના વડાએ શું કહ્યું?
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે આ ચુકાદાનું સ્વાગત કર્યું છે.
તેમણે કહ્યું, "સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનું અમે સ્વાગત કરીએ છીએ. આ કેસ દાયકાથી ચાલી રહ્યો હતો અને તેના સાચો ઉકેલ આવ્યો છે. તેને હાર કે જીત તરીકે ન જોઈ શકાય. સમાજમાં શાંતિ અને સદ્ભાવ જાળવી રાખવાના સૌના પ્રયાસની અમે સરાહના કરીએ છીએ."
"સત્ય અને ન્યાયને ઉજાગર કરનાર તમામ ન્યાયમૂર્તિઓને અભિનંદન પાઠવું છે. બલિદાનીઓનું કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરું છું."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4

13:00 ચુકાદા અંગે વડા પ્રધાન મોદીએ શું કહ્યું?
રામમંદિર અને બાબરી મસ્જિદના વિવાદ પર સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા વ્યક્ત કરતાં કહ્યું કે આ ચુકાદાને કોઈની હાર કે જીતના રૂપમાં ન જોવો જોઈએ.
તેમણે પોતાના અધિકૃત ટ્વિટર હૅન્ડલ પર જણાવ્યું, "દેશના સર્વોચ્ચ ન્યાયાલયે પોતાનો ફેંસલો સંભળાવી દીધો છે. આ ફેંસલાને કોઈની હાર કે જીતના રૂપે ન જોવો જોઈએ."
"રામભક્તિ હોય કે રહીમભક્તિ, આ સમય આપણા સૌ માટે ભારતભક્તિની ભાવનાને સશક્ત બનાવવાનો છે. દેશવાસીઓને મારી અપીલ છે કે શાંતિ, સદ્ભાવ અને એકતા બનાવી રાખે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 5

12:42 મુરલી મનોહર જોશીએ કહ્યું, "મને એ વાતની ખુશી છે કે રામજન્મભૂમિના આંદોલનમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રહેવા છતાં મને કંઈક યોગદાન આપવાની તક મળી હતી."

ઇમેજ સ્રોત, Getty Images

12:35 અમિત શાહે કહ્યું સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્વાગત કરું છું
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 6

12:19 અમે રામમંદિર બને તેના હિમાયતી છીએ- કૉંગ્રેસ
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 7

12:15 અયોધ્યા કેસના ચુકાદા મામલે સુન્ની વકફ બોર્ડના વકીલ ઝફરયાબ ઝિલાનીએ શું કહ્યું?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 8

12:05 અયોધ્યા કેસના ચુકાદા અંગે ફરિયાદીઓ પૈકીના એક ઇકબાલ અંસારીએ શું કહ્યું?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 9

11:55 સુપ્રીમ કોર્ટના ચુકાદા પર શું બોલ્યા રાજનાથ સિંહ
રાજનાથ સિંહે કહ્યું કે અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને સહજતાથી સ્વીકારવો જોઈએ.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 10

11:47 ગડકરીની પ્રતિક્રિયા
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ રામમંદિર-બાબરી મસ્જિદના વિવાદ પર સુપ્રીમ કોર્ટે આપેલા ફેંસલા પર પ્રતિક્રિયા વ્યક્ત કરતાં જણાવ્યું, "સૌએ સુપ્રીમ કોર્ટનો ફેંસલો સ્વીકારવો અને શાંતિ જાળવવી ઘટે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 11

11:44 ચુકાદા બાદ નીતીશ કુમારનું નિવેદન
બિહારના મુખ્ય મંત્રી નીતીશ કુમારે જણાવ્યું છે, "સુપ્રીમ કોર્ટનો નિર્ણય સૌએ સ્વીકારવો જોઈએ. સામાજિક સૌહાર્દ માટે એ લાભકારી હશે. લોકોને મારી અપીલ છે કે આ મામલે હવે વધારે કોઈ વિવાદ ન થાય."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 12

11:40 'જય શ્રી રામ'ના સૂત્રોચ્ચાર
સુપ્રીમ કોર્ટની બહાર વકીલોએ 'જય શ્રી રામ'ના સૂત્રોચ્ચાર કર્યા હતા. જેમને બાદમાં અટકાવાયા હતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 13

11:37 'અમે ચુકાદાથી સંતુષ્ટ નથી'
સુન્ની વકફ બોર્ડના વકીલ ઝફરયાબ જિલાનીએ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ જણાવ્યું "અમે ચુદાકાનું સન્માન કરીએ છીએ પણ અમે સંતુષ્ટ નથી. અમે આગળનાં પગલાં લેવા વિચારીશું "
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 14

11:35 નિર્મોહી અખાડા ટ્રસ્ટમાં હશે કે નહીં તે સરકાર નક્કી કરશે : સુપ્રીમ કોર્ટ
કોર્ટે કહ્યું કે સરકાર ત્રણ મહિનાની અંદર જે ટ્રસ્ટ બનાવશે તેમાં નિર્મોહી અખાડા હશે કે નહીં તે સરકાર નક્કી કરશે.

11:30 હિંદુ મહાસભાએ ચુકાદો આવકાર્યો
હિંદુ મહાસભાના વકીલ વરુણકુમાર સિન્હાએ જણાવ્યું, "આ ઐતિહાસિક ચૂકાદો છે. આ ચુકાદા સાથે સુપ્રીમ કોર્ટે વિવિધતામાં એકતાનો સંદેશ આપ્યો છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 15

11:25 બાબરી મસ્જિદના ગુંબજની જમીન હિંદુ પક્ષકારોને આપવામાં આવે : સુપ્રીમ કોર્ટ
જ્યાં બાબરી મસ્જિદનો ગુંબજ છે ત્યાંની જમીન હિંદુ પક્ષને મળી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 16

11:20 સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે, "કેન્દ્ર સરકાર ત્રણથી ચાર મહિનામાં ટ્રસ્ટનું નિર્માણ કરીને મંદિરનિર્માણ માટે વિવાદાસ્પદ જમીન સોંપી દે જ્યારે સુન્ની વકફ બોર્ડને 5 એકરની અનુકૂળ વૈકલ્પિક જમીન આપવા આવે."

11:12 વિવાદિત ઢાંચાની જમીન હિંદુઓને આપવામાં આવે : સુપ્રીમ કોર્ટ
સુન્ની વકફ બોર્ડને અનુકૂળ 5 એકર જમીન આપવામાં આવે : સુપ્રીમ કોર્ટ
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 17

11:08સુપ્રીમ કોર્ટે ઉમેર્યું, "મુસ્લિમોએ મસ્જિદને ત્યજી હોય એવા કોઈ પુરાવા નથી. હિંદુઓ હંમેશાંથી માને છે કે મસ્જિદની અંદરની બાજુ ભગવાન રામનો જન્મ થયો હતો."

11:04 મુંબઈમાં કલમ 144 લાગુ કરાઈ
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 18

11:01 'હિંદુઓ દ્વારા રામચબુતરા, સીતારસોઈની પૂજા કરવામાં આવતી હતી'
સુપ્રીમ કોર્ટે એવું પણ જણાવ્યું, "અંગ્રેજાના આગમન પહેલાંથી હિંદુઓ દ્વારા રામચબુતરા, સીતારસોઈની પૂજા કરવામાં આવતી હતી. નોંધાયેલા પુરાવા અનુસાર હિંદુઓ વિવાદાસ્પદ જમીનની બહારના વિસ્તારની માલિકી ધરાવતા હતા."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 19

10:59 સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે "હિંદુઓ અયોધ્યાને રામનું જન્મસ્થળ ગણાવે છે અને તેમની ધાર્મિક લાગણીઓ જોડાયેલી છે. મુસ્લિમો તેને બાબરી મસ્જિદ ગણાવે છે. ભગવાન રામનો અહીં જન્મ થયો હતો એવી હિંદુઓની શ્રદ્ધા બિનવિવાદાસ્પદ છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 20

10:57 'હિંદુઓનો વિશ્વાસ '
હિંદુઓનું માનવું છે અને તેમને શ્રદ્ધા છે કે ભગવાન રામનો જન્મ ગુંબજની નીચે થયો હતો. શ્રદ્ધા એ દરેકનો વ્યક્તિગત વિશ્વાસ છે : સુપ્રીમ કોર્ટ

10:55 સર્વસંમતિથી આપવામાં આવશે અયોધ્યાનો ચુકાદો : જસ્ટિસ ગોગોઈ
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 21

10:53 'બાબરી મસ્જિદની નીચે એક સંરચના હતી'
જસ્ટીસ રંજન ગોગોઈએ જણાવ્યું, "બાબરી મસ્જિદની નીચે એક સંરચના હતી. . ઇમારત કાળા રંગના સ્તંભો પર ઊભી હતી. જમીનની માલિકીહકનો નિર્ણય કાયદાના સિદ્ધાંતો અનુસાર જ લેવો જોઈએ."

10:52 હિંદુઓ અયોધ્યાને રામનું જન્મસ્થળ માને છે : વડા ન્યાયાધીશ
એએસઆઈના રિપોર્ટ અનુસાર મસ્જિદની નીચે મંદિર હતું, એએસઆઈ એ નથી જણાવી શક્યો કે મંદિર તોડીને મસ્જિદ બનાવાઈ હતી.'
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 22

10:46 બાબરી મસ્જિદ ખાલી જમીન પર ન હતી બનાવાઈ-સુપ્રીમ કોર્ટ
બાબરી મસ્જિદ ખાલી જગ્યા પર બનાવવામાં આવી ન હતી, ત્યાં રહેલા સ્ટ્રક્ચરને પાડીને આ મસ્જિદ બનાવાઈ હતી.

10:41 'મિર બાકીએ બાબરી મસ્જિદ બંધાવી'-સુપ્રીમ કોર્ટ
રામમંદિર-બાબરી મસ્જિદના વિવાદનો ચુકાદો વાંચતા સુપ્રીમ કોર્ટના વડા ન્યાયાધીશ જસ્ટીસ રંજન ગોગોઈએ કહ્યું, "મિર બાકી દ્વારા બાબરી મસ્જિદનું નિર્માણ કરાયું હતું. ધર્મશાસ્ત્રના વિસ્તારમાં કોર્ટ પ્રવેશે એ યોગ્ય ન કહેવાય."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 23

10:32 ચુકાદો વાંચવાનું શરુ
સુપ્રીમ કોર્ટમાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ મામલે ચુકાદો વાંચવાનું શરૂ કરી દેવાયું છે. જે દરમિયાન શિયા વકફ બોર્ડની અરજી પાંચે ન્યાયાધીશે ફગાવી દીધી છે. મુખ્ય ન્યાયાધીશ ચુકાદો વાંચવામાં અડધા કલાકનો સમય લેશે.

10:22 કૉંગ્રેસ શું કહી રહી છે?
લોકસભામાં કૉંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ જણાવ્યું છે, "અમે પ્રારંભથી શાંતિના પક્ષમાં છીએ. હું શાંતિનો પૂજારી છુ. આપણે સુપ્રીમ કોર્ટનો નિર્ણય માન્ય રાખવો જોઈએ."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 24

10:15 કોર્ટ બહારની સ્થિતિ
સુપ્રીમ કોર્ટના વડા ન્યાયાધીશ રંજન ગોગોઈ સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા છે.
આ દરમિયાન કોર્ટમાં રામલલ્લાના વકીલ વી. એસ. વૈદ્યનાથન સુન્ની વકફ બોર્ડના વરિષ્ઠ વકીલ ડૉ. રાજીવ ધવન સાથે વડા ન્યાયાધીશની કોર્ટની બહાર વાતચીત કરતાં જોવા મળ્યા હતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 25

10:09 વડા ન્યાયાધીશ સુપ્રીમ કોર્ટ પહોચ્યા
સુપ્રીમ કોર્ટના વડા ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈ પોતાના નિવાસેથી સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા છે.
નોંધનીય છે કે અયોધ્યામાં રામમંદિર-બાબરી મસ્જિદના વિવાદના મામલે સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠ આજે ચુકાદો સંભળાવશે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 26

10:05 અમિત શાહે બોલાવી સુરક્ષા અંગેની બેઠક
રામમંદિર-બાબરી મસ્જિદના વિવાદના ચુકાદાને પગલે ગૃહમંત્રી અમિત શાહે પોતાના નિવાસે ઉચ્ચસ્તરની સુરક્ષા બેઠક બોલાવી છે. બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષાસલાહકાર અજિત ડોભાલ, ઇન્ટેલિજન્સ બ્યૂરોના વડા અરવિંદ કુમાર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સામેલ થયા છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 27

9:57 રાજસ્થાનમાં કેવી સ્થિતિ?
રામમંદિર-બાબરી મસ્જિદના વિવાદના ચુકાદાને પગલે રાજસ્થાનના બુંદીમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. તો તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ અપાયો છે.
ભરતપુર વિસ્તારમાં આવતીકાલની સવારના છ વાગ્યા સુધી ઇન્ટનેટ સેવા બંધ કરી દેવાઈ છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 28

9:50 કોર્ટની બહાર વકીલો
સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈની કોર્ટની આગળ ચુકાદા પહેલાં વકીલો એકઠા થઈ ગયા છે. સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બૅન્ચ 10:30 વાગ્યે ચુકાદો સંભળાવશે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 29

9:40 ઉત્તર પ્રદેશની સ્થિતિ
મંદિર-મસ્જિદના વિવાદને લઈને સુપ્રીમ કોર્ટના નિર્ણયને પગલે અયોધ્યા સહિત સમગ્ર ઉત્તર પ્રદેશમાં સુરક્ષાવ્યવસ્થા સઘન કરી દેવાઈ છે.
અર્ધસૈનિક દળોના લગભગ 40 હજાર જવાનો રાજ્યમાં તહેનાત કરાયા છે તો શાળા-કૉલેજોને આગામી બે દિવસ માટે બંધ રાખવાના આદેશ અપાયા છે. ઠેરઠેર પોલીસ અને અર્ધસૈનિક દળો પેટ્રોલિંગ પણ કરી રહ્યાં છે.
અયોધ્યામાં કલમ 144ની અમલવારી અને કાયદોવ્યવસ્થાને જાળવી રાખવા મોટી સંખ્યામાં પોલીસદળોની તહેનાતી છેલ્લા કેટલાય દિવસોથી આરંભી દેવાઈ હતી. જોકે, શુક્રવારે ફેંસલાની તારીખ સામે આવતાં જ સતર્કતા અને સખતી વધારી દેવાઈ હતી.

ઇમેજ સ્રોત, Ani

9:20 અમદાવાદ, સુરત, વડોદરા હાઈ-ઍલર્ટ પર
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર રામમંદિર-બાબરી મસ્જિદના ચુકાદાને પગલે ગુજરાતમાં સતર્કતા વર્તાઈ રહી છે.
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે રાજ્યના મુખ્ય સચિવ જે. એન. સિંઘ અને ડીજીપી શિવાનંદ ઝાને રાજ્યમાં સદ્ભાવના જાળવી રાખવા તમામ પ્રયાસો કરી છૂટવા જણાવાયું છે.
રાજ્યની પોલીસ, એસઆરપી. આરએએફને હાઈ-ઍલર્ટ પર મૂકવામાં આવ્યાં છે અને રાજ્યના વિવિધ વિસ્તારોમાં તહેનાત કરી દેવાયાં છે. સોશિયલ મીડિયા પર ખાસ ધ્યાન રાખવા માટે પણ એજન્સીઓને તાકીદ કરાઈ હોવાનું પણ તેમણે જણાવ્યું છે.
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવા અમદવાદ, સુરત અને વડોદરામાં હાઈ-એલર્ટ પણ જાહેર કરાયું છે.

9:10 પ્રિયંકા ગાધીની અપીલ
કૉંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ 'દેશની એકતા, સામાજિક સદ્ભાવ અને પારસ્પરિક પ્રેમની હજારો વર્ષ જૂની પરંપરાને જાળવી રાખવા' અપીલ કરી છે.
તેમણે ટ્વીટ કરીને જણાવ્યું, "આ મહાત્મા ગાંધીનો દેશ છે. શાંતિ અને અહિંસાના સંદેશ પર કાયમ રહેવું આપણી ફરજ છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 30

9:01 લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથના જે સ્થળેથી રથયાત્રાની શરૂઆત કરી હતી ત્યાંના લોકો શું કહે છે?

9:00 સંઘ પત્રકારપરિષદ સંબોધશે
આ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દિલ્હીમાં પત્રકારપરિષદનું આયોજન પણ કરાયું છે.
દિલ્હીમાં કેશવકુંજ પરિસર ખાતે આરએસએસના પ્રમુખ મોહન ભાગવત અયોધ્યા વિવાદ પરના ચુકાદા બાદ બપોરે 1 વાગ્યે પત્રકાર પરિષદ સંબોધશે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 31

8:55 ભાજપની તાકીદની બેઠક
સુપ્રીમ કોર્ટના નિર્ણયને પગલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે શનિવારે તાકીદની બેઠક બોલાવી છે.
'સીએનબીસી- ટીવી18'ના અહેવાલ મુજબ શાહ શનિવારે દિલ્હીમાં ભાજપના હેડ ક્વાર્ટરમાં દસ વાગ્યે પહોંચશે અને પક્ષની રણનીતિ ચર્ચા કરશે અને બાદમાં પત્રકારપરિષદનું આયોજન કરશે.

8:45 અયોધ્યામાં સુરક્ષા સઘન કરાઈ
રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા પહેલાં અયોધ્યામાં સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે અને અહીં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 32

8:30 ગુજરાતના ગોધરામાં કેવી છે સ્થિતિ
રામમંદિર-બાબરી મસ્જિદના વિવાદના ચુકાદાના પગલે ગોધરામાં સુરક્ષાવ્યવસ્થા સઘન કરી દેવાઈ છે.
શહેરના રેલવેસ્ટેશનની સુરક્ષાવ્યવસ્થા વધારી દેવાતાં 125 પોલીસકર્મીઓ તહેનાત કરાયા છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 33
બીબીસીના સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા ગોધરા શહેરમાં હાજર છે. તેમના જણાવ્યા અનુસાર "શહેરના પોલન બજાર અને સિગ્નલ ફળિયા વિસ્તારમાં સ્થિતિ સામાન્ય છે. સાબરમતી એક્સપ્રેસને આગ લગાવવાની ઘટનામાં સામેલ મોટા ભાગના દોષિતો આ વિસ્તારના હતા. વિસ્તારના લોકોમાં સંબંધિત નિર્ણયને લઈને ઉત્સુક્તા જણાતી હતી. અમારી વાતચીતમાં મોટા ભાગ લોકોએ શાંતિ જાળવી રાખવાની અપીલ કરી હતી.
નોંધનીય છે કે 22 ફેબ્રુઆરી 2002ના રોજ અયોધ્યાથી પરત ફરી રહેલી કારસેવકો સાથેની સાબરમતી એક્સપ્રેસના ડબ્બામાં ગોધરા સ્ટેશન ખાતે આગ લગાવી દેવાની ઘટના ઘટી હતી.

8:15 ઇન્ટરનેટ બંધ
રામમંદિર અને બાબરી મસ્જિદના વિવાદના મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા આજે અપાઈ રહેલા ફેંસલાને લઈને દેશભરમાં સુરક્ષાવ્યવસ્થા સઘન કરી દેવાઈ છે. ઉત્તર પ્રદેશના અલીગઢમાં ઇન્ટરનેટની સેવા બંધ કરી દેવાઈ છે.
આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, દિલ્હી, મધ્યપ્રદેશ, કર્ણાટક અને જમ્મુ-કાશ્મીરમાં પણ શાળા-કૉલેજોને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

ઇમેજ સ્રોત, Ani
દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને શાળાઓના બંધ રહેવાની જાણકારી આપી છે.
તેમણે ટ્વીટ કર્યું, "અયોધ્યાના નિર્ણય પહેલાં સુરક્ષાના કારણોસર તમામ સરકારી શાળાઓ બંધ રાખવામાં આવી છે. મહિનાનો બીજો શનિવાર હોવાને લીધે કેટલીક ખાનગી શાળાઓ પણ બંધ છે. હું તમામ ખાનગી શાળાઓનાં તંત્રને સલાહ આપું છું શનિવારે શાળાઓ બંધ રાખે."
જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે કહ્યું, "જમ્મુ-કાશ્મીરમાં સુપ્રીમ કોર્ટે ફેંસલા પહેલાં જ ધારા 144 લાદી દીધી છે."
ઉત્તર પ્રદેશની તમામ શૈક્ષણિક સંસ્થાઓ 9 નવેમ્બરથી 11 નવેમ્બર સુધી બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. સમગ્ર રાજ્યમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે.

8:00 હાર્દિક પટેલે શું કહ્યું?
કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલે શાંતિ અને સદ્ભાવના જાળવી રાખવા અપીલ કરી છે.
તેમણે ટ્વીટ કર્યું, "તમામ ધર્મો, જાતિ તેમજ સમુદાય વચ્ચે સદ્ભાવ તેમ જ ભાઈચારાની આપણી મહાન પરંપરા રહી છે."
ગુજરાતના કૉંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડિયાએ આ મામલે ટ્વિટ કરીને કહ્યું, "રામમંદિર કોઈ માટે રાજકીય ઢંઢેરો હોઈ શકે પણ મારા જેવા કરોડો દેશવાસીઓ માટે માટે માત્ર આસ્થાનું કેન્દ્ર છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 34

7:52રામમંદિરના પૂજારીએ શું કહ્યું?
રામંદિરના હાલના પૂજારી મહંત સત્યેન્દ્ર દાસે અયોધ્યાના ચુકાદા પહેલાં કહ્યું છે કે હું તમામને અપીલ કરું છું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સન્માન કરે અને શાંતિ જાળવી રાખે. વડા પ્રધાને સાચું જ કહ્યું છે કે અયોધ્યાનો ચુકાદો કોઈની જીત કે હાર નહીં હોય.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 35

7:45ગુજરાતમાં કેવી સ્થિતિ?
રામમંદિર અને બાબરી મસ્જિદનો વિવાદની રાજકીય સંવેદનશીલતાને ધ્યાનમાં લેતાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં એ માટે રાજ્યના ગૃહવિભાગે ગુજરાત પોલીસને 'સ્ટેન્ડ ટુ' રહેવા આદેશ આપ્યો છે.
અખબારી અહેવાલો અનુસાર પોલીસકર્મીઓની રજા રદ કરી ફરજ પર હાજર થવાના આદેશ અપાયા છે તો રાજ્યના સંવેદનશીલ વિસ્તારોમાં શુક્રવારની મધરાતથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સની છ કંપનીઓને વડોદરામાં તહેનાત કરાઈ છે.
'ગુજરાત સમાચાર'ના અહેવાલ અનુસાર ચુકાદા બાદ સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક માહોલ ન સર્જાય એ માટે સાયબર પોલીસને સજ્જ કરાઈ દેવાઈ છે અને વૉટ્સઍપ સહિત સોશિયલ મીડિયા પર કોઈ પણ ધર્મવિરુદ્ધ લેખ-લખાણ, કૉમેન્ટ કે ચિત્રો ન મૂકાય તે જોવા આદેશ અપાયો છે.

7:35 રંજન ગોગોઈના ઘરની બહાર સુરક્ષા સઘન
આ પગલાના ભાગરૂપે અયોધ્યામાં આવેલા હનુમાનગઢી મંદિરની બહાર પણ પોલીસને તહેનાત કરાઈ છે. તો નવી દિલ્હી ખાતે દેશના વડા ન્યાયાધીશ રંજન ગોગોઈના ઘરની બહાર સુરક્ષા સઘન કરી દેવાઈ છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 36

7:20 સુરક્ષાવ્યવસ્થા સઘન કરાઈ
ભારતના વડા ન્યાયાધીશ રંજન ગોગોઈ, જસ્ટિસ એસ. એ. બોબડે, જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ એસ. અબ્દુલ નઝીરની પીઠ રામમંદિર અને બાબરી મસ્જિદના વિવાદ અંગેનો ફેંસલો સંભળાવશે.
મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખતા અયોધ્યા શહેરમાં સુરક્ષાવ્યવસ્થા સઘન કરી દેવાઈ છે. શહેરના પ્રવેશદ્વારથી લઈને શહેરમાં ઠેરઠેર મોટી સંખ્યામાં પોલીસની તહેનાતી કરાઈ છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 37

7:00 સુપ્રીમ કોર્ટમાં આજે ચુકાદો
રામમંદિર-બાબરી મસ્જિદના વિવાદ પર 40 દિવસ સુધી ચાલેલી મૅરેથૉન સુનાવણી 16 ઑક્ટોબરે પૂર્ણ થઈ હતી અને આજે સુપ્રીમ કોર્ટ આ મામલે પોતાનો ફેંસલો સંભળાવશે. સુપ્રીમ કોર્ટ આજે દસ સાડા દસ વાગ્યાની આસપાસ આ મામલે પોતાનો ફેંસલો આપશે.
આ પહેલાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે ઉત્તર પ્રદેશના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને સંબિધિત મામલે સ્થિતિનો કયાસ લગાવ્યો હતો.
એ બાદ ઉત્તર પ્રદેશની તમામ શાળાઓ અને કૉલેજોને સોમવાર એટલે કે 11 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.
પહેલાં અનુમાન લગાવાયું હતું કે સુપ્રીમ કોર્ટ પોતાનો ફેંસલો નવેમ્બર માસમાં 7થી 16 તારીખ વચ્ચે સંભળાવશે. મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈ 17 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે.
આ એક ઐતિહાસિક ફેંસલો હશે. રાજકીય દૃષ્ટિએ અત્યંત સંવેદશનશીલ રામમંદિર અને બાબરી મસ્જિદની જમીનની માલિકીના હક પર વિવાદ છે.
અંતિમ સુનાવણીના એક દિવસ પહેલાં જસ્ટિસ ગોગોઈએ કહ્યું હતું કે 16 ઑક્ટોબરની સાંજે પાંચ વાગ્યા સુધી સુનાવણી પૂર્ણ થઈ જશે. જોકે, એક કલાક પહેલાં જ સુનાવણી પૂર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
સાથે જ કોર્ટે એવું પણ કહ્યું હતું કે જો દલીલ રહે તો સંબંધિત પક્ષ એને ત્રણ દિવસની અંદર લિખિતમાં આપી શકે છે. આ મામલાની સુનાવણી સુપ્રીમ કોર્ટની એક બંધારણીય પીઠ કરી રહી છે.
આ ચુકાદામાં વિવાદિત 2.77 એકરના જમીનના ટુકડાને 3 પક્ષકારો વચ્ચે સમાનભાગે વહેંચવાનો હુકમ કરાયો હતો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 38
અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટનો આદેશ આવવાની જાહેરાત બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું કે, "અયોધ્યા મામલે જે પણ નિર્ણય આવશે, તેમાં કોઈનીય હાર-જીત નહીં થાય. હું દેશવાસીઓને અપીલ કરું છું કે આપણા બધાની એ જ પ્રાથમિકતા રહેશે કે આ નિર્ણય ભારતની શાંતિ, એકતા અને સદ્ભાવનાની મહાન પરંપરાને બળ આપનારો બને."

ચુકાદાને પગલે અયોધ્યામાં તંત્રમાં દોડધામ

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે ન્યાયાધીશ રંજન ગોગોઈએ ચુકાદ પહેલાં ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિદેશક સાથે એક બેઠક યોજી હતી.
આ બેઠકમાં તેમણે સુરક્ષાવ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. ચુકાદાને પગલે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે એ માટે અયોધ્યામાં સીઆરપીસીની કલમ 144 લાગુ કરી દેવાઈ છે.
આ સિવાય અયોધ્યા જિલ્લા તંત્ર દ્વારા પણ સામાન્ય લોકોને સચેત રહેવા અને બદનક્ષીયુક્ત પોસ્ટ કરીને કોમી એખલાસ ખલેલ ન પહોંચાડવાનાં સલાહ-સૂચનો અપાઈ ગયાં છે.
કાલ આવનારા ચુકાદાના પગલે દેશભરમાં કેટલાંક રાજ્યોમાં આવતી કાલે સ્કૂલ-કૉલેજો બંધ રાખવા જણાવી દેવાયું છે.
આ સિવાય દેશનાં મોટા ભાગના રાજ્યોમાં સ્થાનિક પોલીસ તંત્રને ખડેપગ રહેવાની તાકીદ કરી દેવાઈ છે.
ચુકાદાની પૂર્વતૈયારીના ભાગરૂપે કેટલાંક શહેરોમાં સ્થાનિક તંત્ર દ્વારા કાયદા-વ્યવસ્થાની પરિસ્થિતિનું સંતુલન જાળવી રાખવા માટે કલમ 144 લાગુ કરી દેવાઈ છે.

અયોધ્યાનો ભૂમિવિવાદ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
અયોધ્યાના વિવાદમાં મુખ્ય મુદ્દો ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લાના અયોધ્યા નગરમાં આવેલા જમીનના ટુકડા વિશેનો છે.
હિંદુઓ ભગવાન રામના જન્મસ્થળ તરીકે જે ભૂમિને માને છે, તથા જે સ્થળ પર બાબરી મસ્જિદ પણ બનેલી હતી તેના પર હકનો મામલો મુખ્ય છે.
હિંદુ પક્ષોનો દાવો છે કે મસ્જિદ બનાવવા માટે અગાઉના હિંદુ મંદિરને તોડી નાખવામાં આવ્યું હતું કે તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો આ મુદ્દો પણ આ કેસમાં છે.
બાબરી મસ્જિદને છઠ્ઠી ડિસેમ્બર 1992માં તોડી પાડવામાં આવી હતી. ત્યાર બાદ લૅન્ડ-ટાઇટલ માટેનો કેસ અલાહાબાદ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેનો ચુકાદો 30 સપ્ટેમ્બર 2010ના રોજ આવ્યો હતો.
તે ચુકાદામાં અલાહાબાદ હાઈકોર્ટના ત્રણ ન્યાયાધીશોએ જણાવ્યું હતું કે અયોધ્યાની 2.77 એકર જમીનને ત્રણ હિસ્સામાં વહેંચી દેવામાં આવે.
એક તૃતીયાંશ હિસ્સો રામલલ્લા વિરાજમાનને ફાળવાયો હતો, જેમનું પ્રતિનિધિત્વ હિંદુ મહાસભાએ કર્યું હતું.
એક તૃતીયાંશ હિસ્સો સુન્ની વક્ફ બોર્ડને ફાળવાયો હતો, જ્યારે બાકીનો એક તૃતીયાંશ હિસ્સો નિર્મોહી અખાડાને ફાળવાયો હતો.
ચુકાદો આપતી વખતે અદાલતે નોંધ્યું હતું કે આ પ્રકારના સંવેદનશીલ વિષયમાં નિર્ણય લેવો કેવી રીતે મુશ્કેલ હોય છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો