You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તુર્કીનો સીરિયા પર હુમલો : અમને બચાવવા અમેરિકાની નૈતિક જવાબદારી છે - કુર્દ લડવૈયા
ઉત્તર સીરિયામાં તુર્કી હુમલાનો સામનો કરી રહેલાં કુર્દ લડવૈયાઓએ કહ્યું કે તેમની મદદ કરવી અમેરિકાની નૈતિક જવાબદારી છે. તેમણે અમેરિકા પર સુરક્ષા આપવાનો વાયદો કરવા છત્તાં પણ એકલાં છોડી દેવાનો આરોપ મૂક્યો છે.
સીરિયન ડેમોક્રેટિક ફોર્સીસના પ્રવક્તા રેદુર ખલિલે કહ્યું કે કુર્દોએ ઇમાનદારી દર્શાવી પરંતુ સહયોગીઓએ તેમને નિરાશ કર્યા છે.
રેદુર ખલિલે કહ્યું, "આઈએસઆઈએસ સામેની લડાઈ દરમિયાન અમારી સાથે ઘણાં સહયોગી હતા. અમે તેમની સાથે પૂરી તાકાતથી અને ઇમાનદારીથી લડતા રહ્યા જે અમારી સંસ્કૃતિ અને પરંપરામાં વણાયેલું છે."
"પરંતુ અમારા સહયોગીઓએ અચાનક કોઈ પણ ચેતવણી વગર અમને એકલાં મૂકી દીધા. આ પગલું ખૂબ જ નિરાશાજનક અને પીઠમાં છરો ભોંકવા જેવું છે."
રેદુર ખલિલે અમેરિકા પાસે એ પણ માંગણી કરી છે કે તે આ વિસ્તારની હવાઈ સીમાને તૂર્કીના સૈન્ય વિમાનો માટે બંધ કરી દે.
તેમણે કહ્યું કે કુર્દ પોતાના સહયોગીઓ પાસે તેમની જવાબદારી અને નૈતિક જવાબદારીઓને નિભાવવાની માંગ કરે છે.
આ દરમિયાન અમેરિકામાં પણ કુર્દોના અને કુર્દીસ્તાનના સમર્થનમાં દેખાવો થયા છે.
ફ્રાન્સે લીધું પગલું
ફ્રાન્સે તૂર્કી દ્વારા થઈ રહેલાં હુમલાના વિરોધમાં નાટો સહયોગી તૂર્કી સાથે હથિયારોની નિકાસ પર રોક લગાવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફ્રાન્સના વિદેશ અને રક્ષા મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલાં એક નિવેદનમાં કહેવાયું છે કે સૈન્ય અભિયાનમાં ઉપયોગ થનારા તમામ હથિયાર પર આ વાત લાગુ થયેલી રહેશે.
આ પહેલાં જર્મનીએ પણ કહ્યું હતુ કે તે તૂર્કીને જે હથિયારોના વેંચી રહ્યું છે, તેમાં ઘટાડો કરી રહ્યું છે.
14 ઑક્ટોબરે યોજાનાર યુરોપિય સંઘના સંમેલનમાં તૂર્કીની સામે પ્રતિબંધોની ચર્ચા કરવામાં આવશે. આ સંમેલનમાં સામૂહિક રીતે કોઈ પ્રતિક્રિયા આવવાની સંભાવના છે.
વિરોધ છત્તાં પણ ઉત્તર સીરિયાના સરહદી વિસ્તાર રસ-અલેનમાં લડાઈ ચાલી રહી છે.
તૂર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈયપ્પ અર્દોઆને શનિવારે સૈન્ય અભિયાનને રોકવાની સ્પષ્ટ ના પાડી હતી.
ઇસ્તંબુલમાં એક ભાષણ દરમિયાન તેમણે કહ્યું હતું કે તેમણે કુર્દોની સામે જે લડાઈ શરૂ કરી છે તેને નહીં રોકે.
તેમની પર આવું કરવા માટે દબાણ છે પરંતુ તેનાથી તેમને કાંઈ ફરક પડતો નથી.
તૂર્કી સતત સૈન્ય કાર્યવાહીનો બચાવ કરી રહ્યું છે. તેમનું કહેવું છે કે તે કુર્દ લડવૈયાને હટાવીને એક "સેફ ઝોન" તૈયાર કરવા માંગે છે જેમાં સિરીયાના લાખો શરણાર્થી રહી શકે.
તૂર્કીએ એવો પણ દાવો કર્યો છે કે સુરક્ષા બળો અને સહયોગીઓ સીરિયાઈ વિદ્રોહીઓએ રસ-અલેન શહેરને પોતાના કબજામાં લીધા છે.
સીરિયાઈ વિદ્રોહીઓએ કહ્યું કે તેમણે સરહદથી 30 કિમી. સુધીના રસ્તા બંધ કરી દીધા છે. આ વિસ્તારમાં કેટલાંક દિવસો સુધી તૂર્કીના વિમાન હવાઈ હુમલો કરી રહ્યા હતા.
માનવતાનું સંકટ
આ હુમલાના કારણે ઉત્તર સીરિયામાં માનવીય સંકટ પણ ઉભું થયું છે. ઇન્ટરનેશનલ કમિટી ઑફ ધ રેડ ક્રોસના પ્રવક્તા રુથ હૈદરિંગટને બીબીસીને કહ્યું કે લોકો પોતાના ઘર છોડીને જવા માટે મજબૂર છે અને સ્થિતિ દિવસેને દિવસે રાબ થઈ રહી છે.
રૂથ હૈદરિંગટને કહ્યું, "લાખો લોકો પોતાના ઘર અને ગામ છોડીને ચાલ્યા ગયા છે. આનો અર્થ એ છે કે તે રસ્તા પર છે અથવા રાહત શિબિરમાં અથવા શિબિર શોધી રહ્યા છે. પરંતુ મને લાગી રહ્યું છે કે ત્રણ લાખથી વધારે લોકો અહીંથી વિસ્થાપિત થઈ શકે છે."
સંયુક્ત રાષ્ટ્રએ પણ ઉત્તર સીરિયામાં હુમલાના કારણે લોકોનાં વિસ્થાપિત થવાની ઘટના પર ચિંતા દર્શાવી છે.
સંયુક્ત રાષ્ટ્ર પ્રમાણે હાલ સુધી એક લાખ લોકોએ પોતાનું ઘર છોડીને જઈ ચૂક્યાં છે.
ઇસ્લામિક સ્ટેટ ગ્રુપ(આઈએસ) સાથે જોડાયેલાં હજારોથી વધારે વિદેશીઓ જે કૅમ્પમાં હતા તે નાસી છુટ્યાં છે.
કુર્દ અધિકારીએ આપેલી જાણકારી પ્રમાણે ઐન લાસા વિસ્થાપન છાવણી પાસે જ્યારે લડત ચાલી રહી હતી ત્યારે તેઓ દરવાજા પર હુમલો કરીને નાસી છુટ્યાં.
યુનાઈટેડ નેશન્સે કહ્યું 1,30,000 લોકો પોતાના ઘર છોડીને જતા રહ્યા છે અને આમાં પણ વધારો થઈ શકે છે.
તૂર્કી કુર્દ લોકો ઉગ્રવાદીઓ છે તેઓ આરોપ મૂકે છે અને તેમને સેફ ઝોનથી પાછળ ધકેલવા માટે તેઓ "30 કિમી" સુધી પહોંચ્યાં છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો