જ્યારે સ્વરાજ કૌશલે પત્ની સુષમાને કહ્યું 'આભાર'

સુષમા સ્વરાજ અને તેમના પતિ સ્વરાજ કૌશલ

ઇમેજ સ્રોત, Sushma Swaraj/Twitter

ઇમેજ કૅપ્શન, સુષમા સ્વરાજ અને તેમના પતિ સ્વરાજ કૌશલ
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

સુષમા સ્વરાજ અને પતિની આ તસવીર અને તેમના ચહેરા પરના સ્મિત વિશે તમે શું કહેશો?

સુષમા સ્વરાજ અને તેમના પતિ સ્વરાજ કૌશલ બંનેની મિત્રતા અને તેમની વચ્ચેની કેમિસ્ટ્રી કેટલીક તસવીરોમાં જોવા મળી છે.

સુષમા સ્વરાજે અમ્બાલા છાવણીની સનાતન ધર્મ કૉલેજમાંથી સંસ્કૃત અને રાજનૈતિક વિજ્ઞાનમાં સ્નાતકનો અભ્યાસ કર્યો ત્યાર બાદ સુષમા સ્વરાજે પંજાબ વિશ્વવિદ્યાલયમાંથી કાયદાનો અભ્યાસ કર્યો હતો.

1973માં સુષમા સ્વરાજે સુપ્રીમ કોર્ટમાં વકીલના રૂપમાં કૅરિયરની શરૂઆત કરી અને વકાલત દરમિયાન તેઓ અન્ય એક વકીલ સ્વરાજ કૌશલને મળ્યાં.

કટોકટીકાળ દરમિયાન જ્યારે જ્યૉર્જ ફર્નાન્ડિઝ અને અન્ય નેતાઓ ઉપર ઇંદિરા ગાંધીની સરકારે બરોડા 'ડાઇનામાઇટ કેસ' દાખલ કર્યો હતો.

સ્વરાજ કૌશલ જ્યૉર્જ ફર્નાન્ડિઝના વકીલ હતા અને સુષમા સ્વરાજ પણ તેમની ટીમમાં સામેલ થયાં હતાં.

1975માં તેમણે સ્વરાજ કૌશલ સાથે લગ્ન કર્યું હતું અને પુત્રી બાંસુરીનો જન્મ થયો.

line

જ્યારે સ્વરાજ કૌશલે પત્નીને કહ્યું 'આભાર'

સુષમા સ્વરાજ અને તેમના પતિ સ્વરાજ કૌશલ

ઇમેજ સ્રોત, Sushma Swaraj/Twitter

સુષમા અંગે સ્વરાજ કૌશલનું સેન્સ ઑફ હ્યુમર ઘણી વખત ટ્વિટર પર પણ જોવા મળ્યું છે.

જ્યારે 2019માં સુષમા સ્વરાજે ચૂંટણી નહીં લડવાનું નક્કી કર્યું, ત્યારે સ્વરાજ કૌશલે ટ્વીટ કર્યું:

"હવે ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કરવા બદલ તમારો આભાર."

"મને યાદ છે કે એક એવો સમય આવ્યો હતો કે મિલખા સિંહે પણ દોડવાનું બંધ કર્યું હતું."

તેમણે લખ્યું હતું,"આ મૅરેથૉન દોડ 1977થી-41 વર્ષથી ચાલુ રહી, તમે 11 વખત સીધી ચૂંટણી લડ્યાં."

"જોકે 1977 બાદ તમે બધી ચૂંટણી લડી હતી અને 1991 અને 2004ને છોડીને, જ્યારે પાર્ટીએ તમને ચૂંટણી લડવાની ના પાડી."

"તમે ચાર વખત લોકસભા, ત્રણ વાર રાજ્યસભા અને ત્રણ વખત વિધાનસભામાં ચૂંટણી લડી હતી. તમે 25 વર્ષની વયથી ચૂંટણી લડી રહ્યાં છો."

"મૅડમ હું 46 વર્ષથી પાછળ દોડી રહ્યો છું. હવે હું 19 વર્ષનો યુવાન નથી. પ્લીઝ, મારો શ્વાસ હવે ચઢવા લાગ્યો છે. આભાર."

line

'સુપરમૉમ' સુષમા

સ્વરાજ કૌશલ અને બાંસુરી તેમના પાર્થિવ દેહ સાથે

ઇમેજ સ્રોત, ANI

એટલું જ નહીં સુષમા સ્વરાજ વિદેશ મંત્રી હતાં ત્યારે ટ્વિટર પર ખૂબ સક્રિય રહેતાં.

જ્યારે 2017માં સુષમા સ્વરાજ બીમાર પડી ગયાં, ત્યારે લોકો તેમની ખબરઅંતર પૂછતા અને સ્વરાજ કૌશલ રસપ્રદ રીત ટ્વિટર પર જવાબ આપતા હતા.

એક વખત એક ટ્વિટર યૂઝરે પૂછ્યું, "સર, આપ મારા માટે આદરણીય છો. મને જિજ્ઞાસા છે કે બધુ ઠીક છે ને?"

"સુષમા 'સ્વરાજ મૅમ' આજે ટ્વિટર પર સક્રિય નથી. આશા છે બધું બરાબર હશે."

આના જવાબમાં સ્વરાજ કૌશલે લખ્યું, "જો ટ્વીટ ન કર્યું હોય તો તેનો અર્થ છે કે બધું ઠીક છે."

ટ્વિટર યૂઝરે લખ્યું, "આશા છે મારા 'સુપરમૉમ' સુષમા બરાબર હશે."

તો સ્વરાજ કૌશલે ફરી જવાબ આપ્યો, "તમારા 'સુપરમૉમ' સુષમા સ્વરાજ અને હું ('સુપરડૅડ' નહીં) મજામાં છીએ. આભાર.''

line

સ્વરાજ કૌશ સૌથી નાની વયના રાજ્યપાલ

સુષમા સ્વરાજ અને તેમના પતિ સ્વરાજ કૌશલ

ઇમેજ સ્રોત, Sushma Swaraj/Twitter

સ્વરાજ કૌશલ 34 વર્ષની વયે સુપ્રીમ કોર્ટમાં યુવા વકીલ બન્યા હતા. 37 વર્ષેની વયે તેઓ ભારતમાં સૌથી નાની વયના યુવા રાજ્યપાલ બન્યા હતા.

1990-93માં તેઓ મિઝોરમના રાજ્યપાલ બન્યા હતા. તેમને ભારતના ઉત્તર પૂર્વી રાજ્યોની બાબતોના નિષ્ણાત માનવામાં આવે છે.

ઇન્ડિયા ટુડેના એક અહેવાલ મુજબ, સ્વરાજ કૌશલને નાગા શાંતિ પ્રક્રિયામાં મધ્યસ્થી તરીકે નીમવામાં આવ્યા હતા.

line

લલિત મોદી કેસમાં આવ્યું પતિ અને પુત્રીનું નામ

પંજાબ યુનિવર્સિટીમાં સુષમા સ્વરાજ

ઇમેજ સ્રોત, Prabhu Dayal

ઇમેજ કૅપ્શન, પંજાબ યુનિવર્સિટીમાં સુષમા સ્વરાજ

લલિત મોદી કૌભાંડમાં નામ આવ્યું ત્યારે સુષમા સ્વરાજનાં પુત્રી બાંસુરી સ્વરાજ ત્યારે ચર્ચામાં આવ્યાં હતાં.

કૉંગ્રેસે એ આરોપ મૂકીને સુષમા સ્વરાજનું રાજીનામું માગ્યું હતું કે સ્વરાજ કૌશલ અને બાંસુરી વર્ષો સુધી લલિત મોદીના વકીલ રહ્યાં છે અને તેમની વચ્ચે આર્થિક વ્યવહાર થયા હતા.

સામાચાર એજન્સી પીટીઆઈ મુજબ, સુષમા સ્વરાજે કહ્યું હતું કે પાસપોર્ટ કેસમાં તેમના પતિ લલિત મોદીના વકીલ નહોતા અને તેમની પુત્રી 11 વકીલોની ટીમનાં સદસ્ય હતાં, જે લલિત મોદી કેસ માટે કામ કરી રહ્યાં હતાં અને તેમાં બાંસુરી નવમા ક્રમે આવતાં હતાં.

વિપક્ષે લલિત મોદી કેસમાં કૉન્ફ્લિક્ટ ઑફ ઇન્ટરસ્ટનો આરોપ મૂક્યો હતો, પણ સુષમા સ્વરાજે આ આરોપને વખોડી કાઢ્યો હતો.

સુષમા સ્વરાજ દિલ્હીના મુખ્ય મંત્રી રહ્યાં હતાં અને તેમની સાથે દિલ્હીમાં સહયોગી રહેલા ભાજપ નેતા સતીશ ઉપાધ્યાયે બીબીસી સાથે વાત કરી, સતીશ ઉપાધ્યાય દિલ્હી ભાજના ભૂતપૂર્વ પ્રમુખ છે.

ઉપાધ્યાયે કહ્યું,"સુષમા સ્વરાજ એકદમ પારિવારિક હતાં. પરિવાર માટે સમય કાઢવો અને તેમનું ધ્યાન રાખવું તેમને ખૂબ ગમતું. તેઓ અમને પણ કહેતાં કે પરિવારને સારી રીતે સમય આપો.

સતીશ ઉપાધ્યાયે કહ્યું, તેમની પુત્રી બાંસુરી સ્વરાજે ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે અને દિલ્હીમાં સુપ્રીમ કોર્ટમાં વકીલાત કરે છે.

તેઓ યાદ કરે છે, "દીવાળી હોય કે કોઈ પણ તહેવાર હોય તેઓ ખૂબ ઉષ્માભેર ઉજવણી કરતાં. દીવાળીમાં તેઓ કોઈ પાસેથી પણ કોઈ ભેટ સ્વીકારતાં નહોતાં, પણ જેઓ તેમને મળવા પહોંચે તેમનું સન્માન સત્કાર કરતાં."

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો