You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લોકસભાનાં પરિણામ પછી વડા પ્રધાનપદની રેસમાં પ્રણવ મુખરજી પણ આવી શકે છે
- લેેખક, રાશિદ કિડવાઈ
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
પ્રણવ મુખરજી એક સિદ્ધાંતવાદી વ્યક્તિ છે. આજના સમયમાં તેઓ કદાચ સૌથી વધારે સન્માનિત ભારતીયો પૈકી એક છે.
ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ)ને લઈને લગાવેલા આરોપ હોય કે પછી વોટિંગ મશીનમાં ગરબડ લઈને તેમની ચિંતા સ્પષ્ટ છે. ઈવીએમ સાથેનાં ચેડાંને તેઓ મતદારો સાથેનાં ચેડાં તરીકે જુએ છે. આની ગંભીર ચિંતા કરે છે. જેના અનેક રાજકીય અર્થ થાય છે.
આ આખો ઘટનાક્રમ અને લોકસભાની ચૂંટણીનાં પરિણામ અગાઉનું પ્રણવ મુખરજીનું નિવેદન અનેક સંભાવનાઓની રીતે ચકાસી શકાય તેમ છે.
ચૂંટણીપંચના સમર્થનમાં છે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ?
પ્રણવ મુખરજીએ સોમવારે એનડીટીવીના સોનિયા સિંહના એક પુસ્તકના પ્રકાશન વખતે કહ્યું કે "સંસ્થા ખૂબ જ ઉત્તમ છે અને આ સંસ્થા ઘણા વર્ષ પછી તૈયાર થઈ છે. હું માનું છું કે માત્ર ખરાબ કારીગર જ પોતાનાં સાધનોની ફરિયાદ કરે છે. સારો કારીગર તો જાણે છે કે આ સાધનનો ઉપયોગ કેવી રીતે કરી શકાય."
હાલના સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બહુમતીથી જીત મળવાનાં અનુમાનો જાહેર થયાં પછી તમામ એક્ઝિટ પોલના ભાર નીચે દબાયેલાં દિલ્હીના રાજકીયવર્તુળોએ પ્રણવ મુખરજીના નિવેદનને ચૂંટણીપંચની પ્રશંસા તરીકે જોયું.
વળી આ નિવેદન એ સમયે છે જ્યારે વિપક્ષો ચૂંટણીપંચ પર પક્ષપાતનો આરોપ મૂકી હુમલો કરી રહ્યા છે.
પ્રણવ મુખરજી શબ્દોના યોગ્ય અને સ્પષ્ટ ઉપયોગ કરનાર તરીકે ઓળખાય છે. મોટે ભાગે તેઓ નિવેદનોથી પરત ફરવાથી, તેનું ખંડન કરવાથી અને સ્પષ્ટીકરણથી દૂર રહે છે. પરંતુ તેમણે 24 કલાકમાં જ ચાર ફકરાનું નિવેદન જાહેર કર્યું. તેના તમામ શબ્દોનો રાજકીય અર્થ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ નિવેદનમાં તેમણે કહ્યું, "સંસ્થાની સત્યનિષ્ઠા નક્કી કરવાની જવાબદારી ચૂંટણીપંચ પર છે. "ઈવીએમ ચૂંટણીપંચના અધિકારમાં છે અને તેમની સુરક્ષા પંચની જવાબદારી છે."
તમે આ વાંચ્યું કે નહીં?
'અટકળોને કોઈ સ્થાન નથી'
કારીગર પોતાનાં સાધનોમાં રહેલી તકલીફને તપાસે છે તેની વાત પર પ્રણવ મુખરજીએ જાણે પોતાની જ વાતની સમીક્ષા કરી છે. એમણે કહ્યું, "પોતાની સંસ્થામાં આસ્થા રાખનાર વ્યક્તિ તરીકે મારી એ સલાહ છે કે પોતાનાં સાધનો કેવી રીતે કામ કરે તે 'કારીગર' નક્કી કરે છે.
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું, "આપણા લોકતંત્રમાં પાયાને પડકારનાર અટકળો માટે કોઈ સ્થાન નથી. જનમતનો પાકની પવિત્રતા અંગે કોઈ પણ પ્રકારની શંકાને સ્થાન ન હોવું જોઈએ." આ એવી વાત છે જેના પર લોકતંત્રમાં માનનાર કોઈ વ્યક્તિ પ્રશ્ન ઉઠાવશે નહીં.
મોટો સવાલ છે કે પ્રણવ મુખરજીનો હેતુ શો છે? વિપક્ષ જેના પર હુમલો કરે છે તે ચૂંટણીપંચના સમર્થક તેઓ નથી દેખાવા માગતા?
પ્રણવદામાં દેખાય છે વિકલ્પ?
આનાથી પણ મહત્ત્વની વાત એ છે કે પ્રણવ મુખરજીનું નિવેદન એવા સમયે આવ્યું કે જ્યારે ભાજપ અને આખું એનડીએ ચૂંટણીપંચ પર સવાલ ઊભા કરવા બદલ વિપક્ષની મજાક ઉડાવવામાં લાગ્યું છે અને તેને ચૂંટણીમાં હારના સંકેત તરીકે જુએ છે.
પાર્ટીમાં વિશ્વાસ રાખતા એક ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જે હાલ તબિયત સારી હોવા નિવૃત્ત જીવન જીવી રહ્યા છે તે લોકસભા ચૂંટણીનાં પરિણામ આવવાના એક દિવસ અગાઉ કેમ સક્રિય થઇ ગયા છે?
દિલ્હીના રાજકારણીઓનો એક સમૂહ એવું માને છે કે 17મી લોકસભાની ચૂંટણીમાં કોઈ પણ પાર્ટીને બહુમત નહીં મળે. સત્તાધારી ગઠબંધન અથવા પછી વિપક્ષ બંને માટે સરકાર બનાવવી મુશ્કેલ હશે. પડદા પાછળ એક એવા વ્યક્તિની શોધ પણ થઈ રહી છે કે જે સ્થાનિક પક્ષો વચ્ચે વ્યાપક પ્રમાણમાં સક્રિય હોય છે.
ઇતિહાસના સાક્ષી છે પ્રણવ
આઝાદ ભારતના ઇતિહાસમાં 15 રાષ્ટ્રપતિમાંથી (વાસ્તવિક રીતે 13 કારણ કે ઝાકિર હુસૈન અને ફખરુદ્દીન અલી અહમદ પદ પર હતા ત્યારે તેમનું મૃત્યુ થયું હતું) કોઈ પણ સક્રિય રાજકારણમાં પરત ફર્યા ન હતા. ઝૈલ સિંહ રાજીવ ગાંધીનો વિરોધ કરવાના વિચારને યાદ કરતા રહ્યા. જ્યારે આર વેંકટરમણ 'રાષ્ટ્રીય સરકાર'ની આગેવાની કરવાની આકાંક્ષાને અંદરોઅંદર પાળતા રહ્યા.
આરવીના નામથી પ્રસિદ્ધ વેંકટરમણ ભારતના આઠમા રાષ્ટ્રપતિ હતા. તેમનો કાર્યકાળ 1987થી 1992 સુધી હતો. એ સમય હતો જ્યારે મતદારોએ 1989 અને 1991માં કોઈ પણ પાર્ટીને બહુમતી આપી નહોતી. દેશે અનિચ્છાએ ગઠબંધન સરકારને મંજૂરી આપી હતી.
બહુમતી વિનાના જનાદેશના સમયમાં વેંકટરમણ રાષ્ટ્રીય સરકારના વિચારને આગળ વધારવાના પ્રયત્નો કરી રહ્યા હતા.
વર્ષ 1989માં વીપી સિંહે ગઠબંધન સરકારનું નેતૃત્વ કર્યું. તેમણે જમણેરી અને ડાબેરી બંનેનું સમર્થન મળ્યું. પરંતુ તેમને 'રાષ્ટ્રીય સરકાર'ના વિકલ્પને પસંદ કર્યો ન હતો.
વર્ષ 1991માં પીવી નરસિંહા રાવે અલ્પમતની સરકારને ચલાવવા માટે ડાબેરીઓ તરફથી સમર્થન મેળવ્યું હતું. બંને સમયે પ્રણવ મુખરજીએ આખા ઘટનાક્રમને નજીકથી જોયો છે.
યોગ્ય સમયની રાહ જોવાઈ રહી છે?
પ્રણવ મુખરજીના અંગત સૂત્રોનું કહેવું છે કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ન તો મહત્ત્વાકાંક્ષી છે અને ન તો દેશના રાજકારણની સ્થિતિથી અજાણ છે.
17મી લોકસભાની ચૂંટણીમાં અનુમાનોથી અલગ ખંડિત જનાદેશ નહીં મળે અને સમગ્ર વિપક્ષ હાથ જોડી તેમનો દરવાજો નહીં ખખડાવે ત્યાં સુધી પ્રણવ મુખરજી પત્તાં ખુલ્લાં નહીં કરે, કેમ કે તેઓ ચતુર માણસ છે.
પ્રણવ મુખરજીને એ પણ અંદાજ છે કે એક ગૂંચવાયેલાં ગઠબંધનને ચલાવવું એ મુશ્કલીઓ વહોરી લેવા જેવું છે. પરંતુ કેટલાક લોકોનું માનવું છે કે વડા પ્રધાન કાર્યાલય માટે પ્રણવ મુખરજી યોગ્ય વ્યક્તિ છે. તેઓ દેશના નાણા, વિદેશ અને રક્ષા મંત્રી રહી ચૂક્યા છે.
તેમના માટે આ ટેગલાઇન જગજાહેર છે, "સર્વશ્રેષ્ઠ પ્રધાનમંત્રીઓ પૈકી એક જે ક્યારેય ભારતને નથી મળ્યો."
શું આ ખાલી મગજની અટકળો છે? આ સવાલનો જવાબ 2019ની ચૂંટણીનાં પરિણામ આવ્યાં પછી જ મળશે.
પ્રણવ મુખરજી વિવાદો નોતરવામાં અને લોકોને ચોંકાવી દેવામાં પાછી પાની નથી નથી. એ ન ભૂલવું જોઈએ કે જૂન 2018માં તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નાગપુર સ્થિત મુખ્યાલયમાં મુખ્ય મહેમાન બનવાનું પણ મંજૂર કર્યું હતું.
માતમે આ વાંચ્યું કે નહીં?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો