એ મહિલાઓ જેમને હજુ પણ ન્યાયપાલિકા પર ભરોસો છે – બ્લૉગ

સુપ્રીમ કોર્ટ બહાર પ્રદર્શનનું દૃશ્ય
ઇમેજ કૅપ્શન, સુપ્રીમ કોર્ટમાં કામ કરી ચૂકેલાં મહિલાનો આરોપ છે કે તેમનું CJIએ શારીરિક શોષણ કર્યું
    • લેેખક, દિવ્યા આર્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

દેશની સર્વોચ્ચ અદાલતમાં કામ કરી ચૂકેલાં એક મહિલાનો આરોપ છે કે એ જ સંસ્થાના ચીફ જસ્ટિસે તેમનું શારીરિક શોષણ કર્યું અને પછી તેમને નોકરીમાંથી કાઢી મૂક્યાં બાદ તેમના પરિવારની પણ હેરનાગતિ કરવામાં આવી.

ત્યારબાદ થયેલી એક તપાસ બાદ CJI પર લાગેલા બધા આરોપ પાયાવિહોણા સાબિત થયા.

પણ જ્યારે તે મહિલાએ આ વાતોને જાહેર કરવાનું વિચાર્યું તો તેમણે એ જ સંસ્થા પર કેવી રીતે વિશ્વાસ કર્યો હશે જેના ચીફ વિરુદ્ધ તેઓ ફરિયાદ કરવા નીકળ્યાં હતાં?

પરંતુ તેમને ન્યાયપાલિકાની સ્વાયત્તા પર વિશ્વાસ હતો. શારીરિક શોષણને રોકવા માટે કાયદા બનાવતા લોકો પર વિશ્વાસ હતો.

એ માટે તેમણે એ જ સંસ્થાના દરેક જજને પત્ર લખી એક નિષ્પક્ષ તપાસની માગ કરી.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

મહિલા આંદોલનકારીઓ એકસાથેઆવી

બદલો Facebook કન્ટેન્ટ

આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી

Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.

Facebook કન્ટેન્ટ પૂર્ણ

આરોપ જાહેર થવા પર જ્યારે ભારતના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ પોતે જ આરોપોને ખોટા અને અપમાનજનક ગણાવ્યા અને કહ્યું કે તેઓ તેનો જવાબ આપવો જરૂરી સમજતા નથી, તો શું થયું?

ત્યારે કોર્ટની ઘણી બધી મહિલા વકીલ ફરિયાદી મહિલા સાથે ઊભી રહી. ન્યાયપાલિકા પર દબાણ બન્યું અને તેના પરિણામ સ્વરૂપે એક તપાસ સમિતિ પણ બની.

સમિતિ પણ સવાલોના ઘેરામાં હતી. તેના સભ્ય, અધ્યક્ષ, તપાસ પ્રણાલી વગેરે પર ઘણા અંકુશ લાગ્યા. મહિલાઓએ પણ પોતાની શંકાઓ વ્યક્ત કરી અને સમિતિની સમક્ષ ગઈ.

પણ જ્યારે ડર વધવા લાગ્યો તો નિષ્પક્ષ સુનાવણી માટે જરૂરી માગો સમિતિની સામે રાખીને અલગથી તપાસ કરવામાં આવી.

સુપ્રીમ કોર્ટ બહાર પ્રદર્શનનું દૃશ્ય
ઇમેજ કૅપ્શન, સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટની બહાર ઘણી મહિલા વકીલ ફરિયાદી સાથે ઊભી રહી

સમિતિએ તેના વગર જ તપાસ ચાલુ રાખવાનો નિર્ણય લીધો અને આખરે ભારતના મુખ્ય ન્યાયાધીશ વિરુદ્ધ લાગેલા આરોપ પાયાવિહોણા ગણાવવામાં આવ્યા.

ત્યારે ફરિયાદી મહિલા ડગમગાઈ. પ્રેસ રિલીઝ જાહેર કરી દાવો કર્યો કે તેમની સાથે અન્યાય થયો છે. તેમના ડર સાચા સાબિત થઈ ગયા અને તેઓ ન્યાય મેળવવાની આશા પર વિશ્વાસ ગુમાવી શકે છે.

પરંતુ પછી ઘણી મહિલા આંદોલનકારી એકસાથે આવી. સુપ્રીમ કોર્ટની સામે પોસ્ટર લઈને નિષ્પક્ષ તપાસની માગ સાથે ચૂપચાપ ઊભી રહી ગઈ.

ફરી તેમને વિશ્વાસ આવ્યો. ફરિયાદી મહિલાએ સુપ્રીમ કોર્ટની સમિતિને પત્ર લખીને રિપોર્ટ માગ્યો જેથી તેઓ એ જાણી શકે કે તમામ પુરાવા હોવા છતાં કયા આધારે મારા આરોપોને નિરાધાર ગણાવવામાં આવ્યા.

લાઇન
લાઇન

મહિલાઓનો 'ડ્યૂ પ્રોસેસ'માં વિશ્વાસ

સુપ્રીમ કોર્ટ

ઇમેજ સ્રોત, Getty Images

વારંવાર ફરિયાદી ન્યાયપાલિકાના દરવાજા પર જ ઊભા રહી જાય છે. આરોપ સાચા છે કે નહીં એ નક્કી પ્રક્રિયાથી સાબિત થાય, આ માગ સાથે અન્ય મહિલાઓ પણ તેમની સાથે જોડાઈ જાય છે.

આ બધી મહિલાઓ ન્યાયપાલિકાના 'ડ્યૂ પ્રોસેસ'માં સાચો વિશ્વાસ ધરાવે છે.

બિલ્કિસબાનો

ઇમેજ સ્રોત, CHIRANTANA BHATT

ઇમેજ કૅપ્શન, બિલ્કિસબાનોને ગુજરાત સરકાર પાસેથી 50 લાખ રૂપિયાનું વળતર, એક નોકરી અને એક ઘર મળ્યું છે

આ એ જ મહિલાઓની જમાત છે કે જે વર્ષ 2002ના ગુજરાત રમખાણમાં સામૂહિક બળાત્કારનો શિકાર બનેલાં બિલ્કિસબાનો સાથે ઊભી રહી હતી.

આ તરફ બિલ્કિસબાનો જેમને ડર હતો કે અમદાવાદમાં તેમના કેસના સાક્ષીઓ પર દબાણ કરવામાં આવશે અને તે માટે તેમણે પોતાનો કેસ મુંબઈ ટ્રાન્સફર કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી.

ન્યાયપાલિકાએ તેમનો વિશ્વાસને જાળવી રાખ્યો. કેસ ટ્રાન્સફર કર્યો. 2008માં બળાત્કાર અને બિલ્કિસના પરિવારજનોની હત્યાના આરોપમાં 11 લોકોને સજા થઈ.

ફરી 2017માં પુરાવા સાથે છેડતીના આરોપમાં પાંચ પોલીસકર્મીઓ અને બે ડૉક્ટરોને સજા થઈ. તેમણે જ્યારે આ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી તો કોર્ટે તેને ફગાવી દીધી.

ત્રીજી વખત સુપ્રીમ કોર્ટે બિલ્કિસના વિશ્વાસનું માન ત્યારે રાખ્યું જ્યારે આ વર્ષે એક ઐતિહાસિક નિર્ણયમાં તેમણે ગુજરાત સરકાર પાસેથી બિલ્કિસને 50 લાખ રૂપિયાનું વળતર, એક નોકરી અને એક ઘર આપવાનો આદેશ આપ્યો.

બિલ્કિસે કહ્યું આ લાંબી લડાઈમાં તેમના પતિ સિવાય ઘણી બધી મહિલાઓ હતી. તેમનાં વકીલ હતાં, ગુજરાત અને દિલ્હીમાં કામ કરી રહેલી સમાજ સેવિકાઓ હતી.

લાઇન
લાઇન

'દરેકનો સાથ હતો એટલે ન્યાયપાલિકા પર વિશ્વાસ જળવાઈ રહ્યો'

દીકરી સાથે બિલ્કિસબાનો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2008માં બળાત્કાર અને બિલ્કિસના પરિવારજનોની હત્યાના આરોપમાં 11 લોકોને સજા થઈ

17 વર્ષ સુધી આ દરેકનો સાથ હતો જેના કારણે ન્યાયપાલિકા પર તેમનો વિશ્વાસ જળવાઈ રહ્યો.

ન્યાયપાલિકા માનવાધિકારોને સર્વશ્રેષ્ઠ માને છે. કાયદાના અમલમાં પોતાના દરેક નિર્ણયમાં નાગરિકના બંધારણીય હકને માર્ગદર્શક માને છે.

આ વખતે જ્યારે સવાલ આ સંસ્થા સામે છે, ત્યારે જવાબ શોધવા માટે માપદંડ અલગ કેવી રીતે હોઈ શકે છે.

350 મહિલાઓ અને મહિલા સંગઠનોએ એક પત્ર લખીને નિવૃત્ત જજોને અપીલ કરી છે કે, "ન્યાય અને નિષ્પક્ષતાના હકમાં બોલો, કેમ કે આ વખતે મુખ્ય ન્યાયાલયની વિશ્વસનીયતા દાવ પર છે અને ખૂબ જ જતનથી બનેલી આ સિસ્ટમની રક્ષા કરવી જરૂરી છે."

આ બધી મહિલાઓ પોતાના વિશ્વાસને જાળવી રાખવામાં ન્યાયપાલિકાની મદદ માગે છે.

લાઇન
લાઇન

અમેરિક જજ પર પણ લાગ્યા છે આરોપ

પ્રોફેસર ક્રિસ્ટીન બ્લેસી ફોર્ડ પોતાનાં વકીલ સાથે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગત વર્ષે સપ્ટેમ્બરમાં એક મહિલા પ્રોફેસર ક્રિસ્ટીન બ્લેસી ફોર્ડે અમેરિકન જજ બ્રેટ કૅવેનો પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો

માત્ર આ મહિલાઓ જ નહીં, સાત સમુદ્ર પાર અમેરિકામાં ગત વર્ષે સપ્ટેમ્બરમાં એક મહિલા પ્રોફેસર ક્રિસ્ટીન બ્લેસી ફોર્ડે પણ આ વિશ્વાસનું ઉદાહરણ પુરૂં પાડ્યું હતું.

તેમણે અમેરિકી જજ બ્રેટ કૅવેનો પર આરોપ લગાવ્યો હતો કે 1980ના દાયકામાં જ્યારે તેઓ 17 વર્ષનાં હતાં ત્યારે તેમણે ફોર્ડ સાથે બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો.

ઘણાં વર્ષો પહેલાં થયેલા આ કથિત હુમલાને ફોર્ડે સામે લાવવાની શું જરૂર હતી? ઘણા લોકોએ તેની પાછળ તેમના ઉદ્દેશ પર સવાલ પણ ઉઠાવ્યા.

પણ ફોર્ડનો વિશ્વાસ અડગ રહ્યો. તેમણે કહ્યું કે 36 વર્ષ પહેલાં થયેલી હિંસાએ તેમનું જીવન બદલી નાખ્યું હતું અને હવે જ્યારે અમેરિકી સેનેટમાં બ્રેટ કૅવેનોની નિયુક્તિ પર મતદાન થવાનું છે ત્યારે તેમને લાગે છે કે આ વાત સામે આવે.

બ્રેટ કૅવેનોએ તેમનાં આરોપોનું ખંડન કર્યું છે. સેનેટની ન્યાયિક સમિતિએ બન્નેની વાત સાંભળવાનો નિર્ણય લીધો છે.

નવ કલાક સુધી ચાલેલી સાર્વજનિક સુનાવણીમાં ફોર્ડે પણ દરેક સવાલોના જવાબ આપ્યા. એ વાતો જણાવી જે તેમને યાદ હતી અને એ પણ માન્યું જે તેમને યાદ રહ્યું નથી.

આખરે એફબીઆઈની તપાસ પણ જજ બ્રેટ કૅવેનો વિરુદ્ધ આરોપ સિદ્ધ કરી શકી નહીં અને સેનેટે પણ તેમની નિયુક્તિના હકમાં મતદાન કર્યું.

પ્રોફેસર ફોર્ડનો 'ડ્યૂ પ્રોસેસ'માં વિશ્વાસ જળવાઈ રહ્યો. નિર્ણયના થોડા મહિના બાદ તેમણે જાહેર પત્રમાં કહ્યું, "આ મારી જવાબદારી હતી. ઘણી મુશ્કેલ હતી પણ જરૂરી હતું. હું એ દરેક મહિલાઓ અને પુરૂષોથી પ્રભાવિત છું જેમણે આવા અનુભવ શૅર કરવાનું સાહસ કર્યું."

ભારતની એ મહિલાઓની જમાતની જેમ જ ફોર્ડે એ દરેકનો ધન્યવાદ કર્યો જે તેમની સાથે આ વિશ્વાસના સહભાગી રહ્યા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો