You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રંજન ગોગોઈ સતામણી કેસ : પીડિતાએ કહ્યું 'કોર્ટ પરત્વેની આશાઓ ઉપર પાણી ફરી વળ્યું'
પીડિતાએ નિવેદન બહાર પાડીને કહ્યું છે કે તેમની સાથે 'અન્યાય' થયો છે. મહિલાનું કહેવું છે કે, "મને જે વાતની આશંકા હતી, તેવું જ થયું છે. દેશની સર્વોચ્ચ અદાલત પાસેથી ન્યાય મેળવવાની મારી તમામ આશાઓ ઉપર પાણી ફરી વળ્યું છે."
આંતરિક સમિતિમાં વરિષ્ઠતાના ક્રમમાં બીજા નંબરના જજ જસ્ટિસ મિશ્રાને તા. 5મી મેના દિવસે જ રિપોર્ટ સોંપી દીધો હતો.
આ રિપોર્ટની નકલ જસ્ટિસ રંજન ગોગોઈને પણ સોંપવામાં આવી છે. જોકે ફરિયાદી મહિલાને હજુ સુધી રિપોર્ટની નકલ આપવામાં નથી આવી.
મહિલાનું કહેવું છે કે રિપોર્ટને જોયા વગર તેને માલૂમ નહીં પડે કે કયા આધાર ઉપર તેની અરજી નકારવામાં આવી.
સમિતિએ CJIને ક્લીનચિટ આપી
સુપ્રીમ કોર્ટની આંતરિક સમિતિએ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પર લાગેલા શારીરિક શોષણના આરોપને નિરાધાર ગણાવ્યો હતો.
આંતરિક સમિતિએ તેમનો રિપોર્ટ 5 મેના રોજ વરિષ્ઠ જજ સમક્ષ રજૂ કર્યો હતો.
આ રિપોર્ટની એક નકલ જસ્ટિસ રંજન ગોગોઈને પણ આપવામાં આવી હતી. આ રિપોર્ટ હજી સુધી જાહેર કરાયો નથી.
સુપ્રીમ કોર્ટનાં એક પૂર્વ કર્મચારીએ 19 એપ્રિલે જસ્ટિસ રંજન ગોગોઈ પર શારીરિક શોષણનો આરોપ લગાવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આરોપોની તપાસ માટે સુપ્રીમ કોર્ટની આંતરિક સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું.
જસ્ટિસ રંજન ગોગોઈએ આરોપોને નિરાધાર ગણાવતા કહ્યું હતું કે આ સુપ્રીમ કોર્ટ વિરુદ્ધ રચવામાં આવેલું ષડયંત્ર છે.
ફરિયાદી મહિલાએ સમિતિ સમક્ષ હાજર રહેવાનો ઇનકાર કરી દીધો હતો.
મહિલાનું કહેવું હતું કે તેમને સમિતિ સામે પોતાના વકીલ સાથે હાજર રહેવાની પરવાનગી નથી મળી.
તેમનું કહેવું હતું કે વકીલ અને સહાયક વગર સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો સમક્ષ તેઓ પોતાને નર્વસ થઈ જાય છે.
ફરિયાદી મહિલાએ એક પ્રેસ જાહેરાતમાં એવું પણ કહ્યું હતું કે તેમને સમિતિ પાસેથી ન્યાયની અપેક્ષા નથી.
બીજી તરફ રંજન ગોગોઈએ આંતરિક સમિતિ સમક્ષ હાજર રહીને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.
પહેલી વખત એવું બન્યું છે કે જ્યારે ભારતના ચીફ જસ્ટિસ જાતિય સતામણીના આરોપસર કોઈ તપાસ સમિતિ સમક્ષ હાજર રહ્યા હોય.
સુપ્રીમ કોર્ટની આંતરિક સમિતિમાં જસ્ટિસ બોબડે સિવાય જસ્ટિસ ઇંદિરા બેનરજી અને જસ્ટિસ ઇંદુ મલ્હોત્રા સામેલ હતાં.
શું છે સમગ્ર મામલો?
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પર તેમનાં જુનિયર આસિસ્ટંટ દ્વારા શારીરિક શોષણનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
સ્ક્રૉલ, લીફલેટ, વાયર અને કારવાં નામની વેબસાઇટ્સ પર ચીફ જસ્ટિસ સામેના આરોપો અંગે અહેવાલ પ્રકાશિત થયા હતા, જેના પછી આ મામલો ચર્ચામાં આવ્યો હતો.
ચીફ જસ્ટિસ પરના આરોપોની તપાસ કરવા માટે ત્રણ જજની એક આંતરિક સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું.
તપાસ દરમિયાન ફરિયાદી મહિલાએ તપાસ સમિતિ સમક્ષ હાજર રહેવાનો ઇનકાર કરી દીધો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો