IPL 2019 : વાહ વૉર્નર, જતાં-જતાં હૈદરાબાદને જિતાડી ગયા

ઇમેજ સ્રોત, Pti
- લેેખક, આદેશ કુમાર ગુપ્ત
- પદ, ખેલ પત્રકાર, બીબીસી માટે
આઈપીએલ-12માં સોમવારે સનરાઇઝર્સ હૈદરાબાદ ઓપનિંગ બૅટ્સમૅન ડેવિડ વૉર્નરની 81 રનોની ઇંનિગ કિંગ્સ ઇલેવન પંજાબી પર ભારે પડી.
તેમના આ શાનદાર પ્રદર્શનના કારણે હૈદરાબાદે પંજાબને 45 રનોથી હરાવી દીધું.
પંજાબની સામે જીત માટે 213 રનોનું લક્ષ્ય હતું પણ તેઓ 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 167 રન જ બનાવી શક્યા.
ટૉસ હારનાર હૈદરાબાદે પહેલાં બૅટિંગ કરી 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 212 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો.
ડેવિડ વૉર્નરે 56 બૉલમાં સાત ચોકા અને બે છક્કા ફટકારીને 81 રન કર્યા.
તેમના સિવાય મનીષ પાંડેએ 36 અને રિદ્ધિમાન સાહાએ 28 રન કર્યા.
પંજાબના મોહમ્મદ શમી અને કૅપ્ટન આર. અશ્વીને બે-બે વિકેટ પોતાના નામે કરી.

વિજયની ભેટ

ઇમેજ સ્રોત, TWITTER@KL RAHUL 11
હૈદરાબાદે વિજય સાથે પોતાની જ હોમપીચ પર ડેવિડ વૉર્નરને વિદાય આપી કે પછી ડેવિડ વૉર્નરે શાનદાર બૅટિંગથી હૈદરાબાદને જીતનું ઇનામ આપ્યું?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કદાચ આ બન્ને વાતો સાચી ઠરી શકે.
વાત એમ છે કે હવે ડેવિડ વૉર્નર વર્લ્ડ કપની તૈયારી માટે તેમના દેશ ઑસ્ટ્રેલિયા પરત જઈ રહ્યા છે.
બીજી તરફ પંજાબના ઓપનિંગ બૅટ્સમૅન કેએલ રાહુલે 79 રન કરીને એકલા હાથે હૈદરાબાદના બૉલર્સનો સામનો કર્યો.
તેઓ 18.2 ઓવરમાં આઉટ થયા ત્યારે પંજાબનો સ્કોર 160 રન હતો અને ટીમ છ વિકેટ ગુમાવી ચૂકી હતી.
આ દરમિયાન કેએલ રાહુલને તેમની ટીમના કોઈ જ બૅટ્સમૅનનો પૂરતો સહયોગ ન મળ્યો.
એ જ કારણોસર આખી મૅચમાં હૈદરાબાદનું પ્રભુત્વ જોવા મળ્યું.
સૌથી પહેલાં તો ધુરંધર બૅટ્સમૅન ક્રિસ ગૅલ માત્ર 4 રન કરીને આઉટ થઈ ગયા.
ત્યારબાદ મયંક અગ્રવાલ 27, નિકોલસ પૂરન 21 અને સિમરન સિંહે જેમ-તેમ 16 રન કર્યા, પણ આ યોગદાનથી શું થવાનું હતું.
હૈદરાબાદના ખલીલ અહમદે 40 રન આપીને 3, રાશિદ ખાને 21 રન આપીને ત્રણ અને સંદીપ શર્માએ 33 રન આપીને બે વિકેટ હાંસલ કરી હતી.
રાશિદ ખાને આ આઈપીએલમાં કાલે પહેલી વખત ત્રણ વિકેટ ઝડપી હતી. આ પહેલાં ચેન્નઈ વિરુદ્ધ 17 રન આપીને તેમને બે વિકેટ લીધી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

આ મૅચ ડેવિડ વૉર્નરના નામે

ઇમેજ સ્રોત, Getty Images
સોમવારની મૅચ ડેવિડ વૉર્નરના નામે રહી.
ડેવિડ વૉર્નરનું બૅટ એક એવી મૅચમાં ચાલ્યું કે જેમાં ટીમને જીતની જરૂર હતી.
એનું કારણ એવું છે કે આઈપીએલ-12ના પૉઇન્ટ-ટેબલમાં ચાર ટીમો 10 પૉઇન્ટ પર અટકેલી હતી.
જોકે હૈદરાબાદ 11 મૅચમાં પાંચ જીત અને સારી સરેરાશ સાથે ચોથા ક્રમે છે.
ગઈકાલની જીત પછી હવે 12 મૅચમાં તેમના નામે છ જીત સાથે 12 પૉઇન્ટ છે. એનો સંપૂર્ણ શ્રેય ડેવિડ વૉર્નરને જાય છે.
એક બૅટ્સમૅન સંપૂર્ણ આઈપીએલમાં પોતાનો પ્રભાવ કેવી રીતે છોડી શકે એનું વૉર્નર ઉદાહરણ છે.
વૉર્નરે આ આઈપીએલની શરૂઆત જ પોતાના બૅટના ભપકાથી કરી હતી.
તેમણે પહેલી જ મૅચમાં રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લોર સામે અણનમ 100 રન ફટકાર્યા હતા. ત્યારબાદ તેમણે પાછળ નથી જોયું.
તેમણે પંજાબ સામે અણનમ 70, દિલ્હી સામે 51, ચેન્નઈ લામે 50, કોલકાતા સામે 67, ચેન્નઈ વિરુદ્ધ ફરીથી 57 અને ગઈકાલે પંજાબ સામે 81 રન કરીને પોતાનો દમ દેખાડ્યો.

જૉની બેયરસ્ટો સાથે જોડી

ઇમેજ સ્રોત, Getty Images
વૉર્નરની આ વખતે આઈપીએલમાં જૉની બેયરસ્ટો સાથેની જોડી પણ જોવા મળી.
બેયરસ્ટોએ વોર્નર સાથે ખભાથી ખભો મિલાવીને આઈપીએલમાં એક સદી અને બે અડધીસદી ફટકારી હતી.
એ સિવાય બેયરસ્ટોએ 40થી 50 રન વચ્ચેના સ્કોરની ત્રણ ઇનિંગ પણ રમ્યા.
જૉની બેયરસ્ટોએ આઈપીએલની 10 ઇનિંગ્સમાં 445 રન કર્યા., બેયરસ્ટો પહેલાં જ વર્લ્ડ કપની તૈયારી માટે ઇંગ્લૅન્ડ પરત જતા રહ્યા છે.
મૅચ પૂર્ણ થયા બાદ વૉર્નરે વિનમ્રતા સાથએ સ્વીકાર્યું કે તેમણે ટીમ માટે જે શક્ય હતું એ કર્યું.
તેમણે ઑસ્ટ્રેલિયા માટે રવાના થતા પહેલાં 12 મૅચમાં 692 રન બનાવ્યા.
સોમવારે તેઓ મૅન ઑફ ધ મૅચ પણ રહ્યા. મૅચ પૂર્ણ થયા બાદ પંજાબના ક્રિસ ગૅલ તેમને સન્માન સાથે ગળે મળ્યા હતા.


હૈદરાબાદ કેટલું ટકશે?

ઇમેજ સ્રોત, Getty Images
બૉલ ટૅમ્પરિંગના આરોપમાં એક વર્ષ માટે સજાના ભાગરૂપે મૅચ બહાર રહેનાર ખેલાડી ક્રિકેટમાં આટલી જબરદસ્ત વાપસી કરશે એવું કોને ખબર હતી.
તેમની સાથે ઑસ્ટ્રિલિયાના પૂર્વ કૅપ્ટન સ્ટીવ સ્મિથને પણ સજા મળી હતી.
કમાલની વાત એ છે કે સ્ટીવ સ્મિથે પણ રાજસ્થાન રૉયલ્સ માટે જબરદસ્ત બૅટિંગ કરી. તેમણે 11 મૅચમાં 319 રન બનાવ્યા.
ડેવિડ વૉર્નરે આઈપીએલમાં સાબિત કર્યું કે તેમને રનની કેટલી ભૂખ છે.
હવે જોવાનું એ રહ્યું કે વૉર્નર અને જૉની બેયરસ્ટો સ્વદેશ પરત ફર્યા બાદ હૈદરાબાદ કેટલું મજબૂત બની ટકી રહેશે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












