You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
CJI રંજન ગોગોઈ કેસ : સુનાવણીમાં સામેલ થવાનો ફરિયાદીનો ઇન્કાર
દેશા મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ સામે જાતીય સતામણીની ફરિયાદ દાખલ કરનારાં સુપ્રીમ કોર્ટના પૂર્વ કર્મચારીનું કહેવું છે કે કેટલીક ચિંતા અને મર્યાદાને કારણે તેઓ 'ઇન-હાઉસ કમિટી'ની કાર્યવાહીમાં ભાગ નહીં લે.
તા. 26 થી 29 એપ્રિલ દરમિયાન 'ન્યાયની આશા'એ કાર્યવાહીમાં મહિલાએ ભાગ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે આ મામલે જસ્ટિસ એસ. એ. બોબડે, જસ્ટિસ ઇંદિરા બેનરજી તથા જસ્ટિસ ઇંદુ મલ્હોત્રાની કમિટીનું ગઠન કરવામાં આવ્યું હતું.
મહિલાનું કહેવું છે કે તણાવને કારણે તેમને સાંભળવામાં તકલીફ પડી રહી છે, છતાં તેમને કોઈ વકીલ કે સહાયક આપવામાં આવ્યા ન હતા.
સમગ્ર પ્રક્રિયાની વીડિયો રૅકર્ડિંગની માગ પણ નકારી કાઢવામાં આવી હતી.
તેમના મતે બે મોબાઇલ નંબર વચ્ચેના વૉટ્સઍપ કોલ તથા ચેટ રૅકર્ડ્સ ધ્યાને લેવાની માગ 30મીએ સ્વીકારવામાં આવી હતી.
મહિલાનું કહેવું છે કે આ દિવસો દરમિયાનની કાર્યવાહીમાં તેમનાં નિવેદનની નકલ પણ તેમને આપવામાં આવી નહતી.
જસ્ટિસ રમના ખસી ગયા
ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ સામે થયેલી જાતીય સતામણીની ફરિયાદની તપાસ માટેની સમિતિમાંથી જસ્ટિસ રમના ખસી ગયા છે. હવે તેમનું સ્થાન જસ્ટિસ ઇંદુ મલ્હોત્રા લેશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સમાચાર સંસ્થા પીટીઆઈના જણાવ્યા અનુસાર આ આંતરિક તપાસમાં જસ્ટિસ એન. વી. રમનાને સામેલ કરવા સામે પૂર્વ જૂનિયર આસિસ્ટન્ટે વિરોધ દર્શાવ્યો હતો.
પોતાના નિવેદનમાં મહિલા કર્મચારીએ કહ્યું હતું કે જસ્ટિસ રમના ચીફ જસ્ટિસના નજીકના મિત્ર અને પરિવારના સભ્ય સમાન છે એટલે તેમને લીધે એમની ફરિયાદની તટસ્થ તપાસ નહીં થાય.
ચીફ જસ્ટિસ ઉપર જાતીય સતામણીનો આરોપ લાગતા મંગળવારે એક પૂર્ણપીઠના આદેશને આધારે આ પેનલની રચના કરવામાં આવી છે.
આ પેનલમાં જસ્ટિસ એસ. એ. બોબડે, એન. વી. રમના અને ઇન્દિરા બેનરજીનો સમાવેશ કરવામાં આવેલો હતો.
આ પેનલ શુક્રવારથી એનું કામ શરૂ કરવાની હતી અને એ અગાઉ જ જસ્ટિસ રમનાની ખસી જવાની ખબર આવી છે.
ઉલ્લેખનીય છે કે આ ન્યાયિક તપાસ નથી પરંતુ સુપ્રીમ કોર્ટની વિભાગીય તપાસ છે.
આ પેનલની આગેવાની જસ્ટિસ એસ. એ. બોબડે કરી રહ્યા છે જે સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પછી સૌથી વરિષ્ઠ જજ છે.
મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ પર તેમના કાર્યાલયમાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે કામ કરી ચૂકેલા મહિલાએ જાતીય સતામણીનો આક્ષેપ કર્યો છે અને તેમણે 22 ન્યાયાધીશો પાસે તપાસ પ્રક્રિયા નક્કી કરવાની વાત કરી છે.
તેમની માગ પર તપાસ માટે સુપ્રીમ કોર્ટની પોતાની 'ઇન્ટરનલ કમ્પલૅન કમિટી'થી અલગ એક વિશેષ સમિતિ બનાવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ ચીફ જસ્ટિસ મહિલા દ્વારા લગાવવામાં આવેલા આરોપને નકારી ચૂક્યા છે. તેમણે આરોપને ન્યાયતંત્રને અસ્થિર કરવાનું ષડયંત્ર ગણાવ્યું છે.
આપને આ પણ વાચવું ગમશે
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો