લોકસભા ચૂંટણી 2019: અમદાવાદમાં આયોજિત CWC શું છે, કોણ છે તેના સભ્યો?

સોનિયા ગાંધી, રાહુલ ગાંધી તથા ડૉ. મનમોહન સિંઘની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વર્ધા બેઠકની તસવીર
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

મંગળવારે અમદાવાદ ખાતે CWCની બેઠક મળી રહી છે, જેમાં સુરક્ષા, આર્થિક અને સામિજક બાબતોના મહત્ત્વપૂર્ણ ઠરાવ પસાર કરવામાં આવશે.

કૉંગ્રેસ વર્કિંગ કમિટીએ કૉંગ્રેસમાં નિર્ણય લેતી 'સર્વોચ્ચ સમિતિ' છે, જેના હાલમાં 54 સભ્યો છે.

આ સમિતિના સભ્યો, કાયમી આમંત્રિત તથા ખાસ આમંત્રિત એમ ત્રણ વિભાગમાં વહેંચાયેલા હોય છે.

CWCની બેઠક બાદ અડાલજમાં ત્રિમંદિર પાસે જન સંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઠરાવો વિશે માહિતી આપવામાં આવશે.

અગાઉ આ બેઠક 28મી ફેબ્રુઆરીના રોજ નિર્ધારવામાં આવી હતી, પરંતુ બાલાકોટ ઍરસ્ટ્રાઇકને પગલે તેને મોકૂફ કરી દેવામાં આવી હતી.

58 વર્ષ અગાઉ 1961માં ગુજરાતના ભાવનગર ખાતે CWCની બેઠક મળી હતી.

line

કૉંગ્રેસનું 'દિલ અને દિમાગ'

જન સંકલ્પ રેલી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, CWCની બેઠક બાદ જાહેસભાનું આયોજન

હોદ્દાની રૂએ પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધી એ વર્કિંગ કમિટીના પણ અધ્યક્ષ છે. આ સિવાય સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ CWCના સભ્ય છે.

કમિટીમાં અહેમદ પટેલ (ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ), પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહ, લોકસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, અશોક ગહેલોત (વિધાનસભા ચૂંટણી વખતે ગુજરાતના પ્રભારી), દીપકભાઈ બાબરિયા અને જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત કુલ 25 સભ્ય છે.

કૉંગ્રેસના બંધારણ મુજબ 25માંથી 12 સભ્યોને ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટીના ડેલિગેટ્સ દ્વારા ચૂંટવામાં આવે છે.

બાબરિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, અન્ય કોઈ પક્ષની જેમ જ CWC એ કૉંગ્રેસ માટે 'હાર્ટ ઍન્ડ હેડ' છે.

12મી માર્ચે દાંડીયાત્રાની વર્ષગાંઠ હોવાથી આ દિવસ નિર્ધારવામાં આવ્યો હતો, આ પહેલાં ગત વર્ષે ગાંધીજીના આશ્રમ વર્ધા (મહારાષ્ટ્ર) ખાતે બેઠક મળી હતી.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

ગઠન અને પુનર્ગઠન

સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અધ્યક્ષ તરીકે CWCની પ્રથમ બેઠકમાં રાહુલ ગાંધી સામેલ થયા તે સમયની તસવીર (ડિસે-2017)

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ ડિસેમ્બર 2017માં રાહુલ ગાંધીએ કૉંગ્રેસના અધ્યક્ષનું પદ સંભાળ્યું હતું.

ફેબ્રુઆરી-2018માં તેમણે CWCને વીખેરી નાખી હતી, બાદમાં લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને જુલાઈ-2018માં તેનું પુનર્ગઠન કર્યું હતું.

જેમાં ટીમ-રાહુલની સાથે વરિષ્ઠ સભ્યોનું બૅલેન્સ સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

જ્યોતિરાદિત્ય સિંધિયા, દિપેન્દરસિંહ હુડ્ડા, જિતન પ્રસાદ, ગૌરવ ગોગોઈ, કુમારી શૈલજા, આરપીએન સિંહ, રણદીપ સુરજેવાલા સહિતના નેતાઓને ટીમ-રાહુલના સભ્ય માનવામાં આવે છે.

જ્યારે ડૉ. મનમોહનસિંઘ, અહેમદ પટેલ, એ. કે. એન્ટોની, મોતીલાલ વોરા અને ઓમન ચાંડી જેવા 'જૂના જોગી'ને સ્થાન આપવામાં આવ્યું હતું.

એ પુનર્ગઠનમાં મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન દિગ્વિજય સિંહ, પૂર્વ ગૃહપ્રધાન સુશિલકુમરા શિંદે, ડૉ. કરણસિંહ, સી. પી. જોશી, બી. કે. હરિપ્રસાદ, ઑસ્કાર ફર્નાન્ડિસ જેવા સભ્યોને પડતા મૂકવામાં આવ્યા હતા.

line

કાયમી આમંત્રિત અને વિશેષ આમંત્રિત

શક્તિસિંહ ગોહિલની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શક્તિસિંહ ગોહિલ CWCના 'કાયમી આમંત્રિત' સભ્ય

શક્તિસિંહ ગોહિલ (ગુજરાત), રાજીવ સાતવ (ગુજરાત કૉંગ્રેસના પ્રભારી), દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન શીલા દીક્ષિત, પૂર્વ નાણા પ્રધાન પી. ચિદમ્બરમ, પૂર્વ સ્પીકર મીરા કુમાર સહિત 19 સભ્યોને 'કાયમી આમંત્રિત' તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.

આ સિવાય કૉંગ્રેસની મજૂર પાંખ ઇન્ટૂક (ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કૉંગ્રેસ), કૉંગ્રેસની યુવા પાંખ IYC (ઇન્ડિયન યૂથ કૉંગ્રેસ), મહિલા પાંખ (ઑલ ઇન્ડિયા મહિલા કૉંગ્રેસ), વિદ્યાર્થી પાંખ NSUI (નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઑફ ઇંડિયા)ના અધ્યક્ષને 'વિશેષ આમંત્રિત' તરીકે નિમંત્રણ મળે છે.

કૉંગ્રેસ સેવા દળના મુખ્ય આયોજકને હોદ્દાની રૂએ 'વિશેષ આમંત્રિત' તરીકે વર્કિંગ કમિટીમાં સ્થાન મળે છે. હાલમાં લાલજીભાઈ દેસાઈ સેવા દળના મુખ્ય આયોજક છે.

10 સભ્યોને વિશેષ આમંત્રિત સભ્ય તરીકે આમંત્રણ મળે છે.

લાઇન
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો