You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Balakot: જૈશ-એ-મોહમ્મદના કૅમ્પનો વિનાશ દર્શાવતી નકલી તસવીર મંત્રીએ શૅર કરી?: ફૅક્ટ ચેક
- લેેખક, ફૅક્ટ ચેક ટીમ
- પદ, બીબીસી ન્યૂઝ
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે એક તસવીર ટ્વીટ કરી હતી કે જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે પાકિસ્તાનના બાલાકોટમાં ભારતે કરેલા હવાઈ હુમલામાં ભારે નુકસાન થયું છે.
આ ટ્વીટમાં એક વીડિયો દર્શાવવામાં આવ્યો છે, જેને ભારતીય મીડિયાની એક હિંદી ન્યૂઝ ચેનલ પર દર્શાવવામાં આવ્યો હતો.
વીડિયોમાં બે સેટેલાઇટ તસવીરો દર્શાવવામાં આવી છે કે જેમાં હવાઈ હુમલા પહેલાં અને પછીની સ્થિતિ દર્શાવવામાં આવી છે. આ તસવીરને ફેસબુક, યુટ્યૂબ અને ટ્વિટર પર ખૂબ શૅર કરવામાં આવી રહી છે.
ભારત પ્રશાસિત કાશ્મીરના પુલવામામાં થયેલા હુમલા બાદ ભારતે જૈશ-એ-મોહમ્મદના ટ્રેનિંગ કૅમ્પ પર હવાઈ હુમલો કર્યો હતો.
જૈશ-એ-મોહમ્મદે પુલવામા હુમલાની જવાબદારી સ્વીકારી હતી કે જેમાં 40 CRPF જવાનનાં મૃત્યુ થયાં હતાં.
પરંતુ હવાઈ હુમલાના પુરાવા તરીકે જે વીડિયો શૅર થઈ રહ્યો છે તે કેટલાક ગંભીર પ્રશ્નો સર્જે છે.
તમે આ વાંચ્યું કે નહીં?
તસવીરની હકીકત
પહેલી તસવીરમાં હુમલા પહેલાંની તસવીર દર્શાવવામાં આવી છે. દાવો એવો કરવામાં આવ્યો છે કે આ તસવીર 23 ફેબ્રુઆરી 2019ની છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીજી તસવીર 26 ફેબ્રુઆરી 2019ની હોવાનું જણાવવામાં આવ્યું છે. દાવો કરાયો છે કે આ તસવીર હવાઈ હુમલા બાદ લેવામાં આવી છે. તેમાં ભારતીય વિમાનોએ કરેલા હુમલા બાદ થયેલો વિનાશ દર્શાવાયો છે.
જોકે, રિવર્સ સર્ચમાં અમે જાણ્યું કે આ તસવીર ઇન્ટરનેટ પર હવાઈ હુમલાનાં ઘણાં વર્ષો પહેલાંથી હાજર છે.
વીડિયોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર અમે જાણ્યું કે બીજી તસવીર "Zoom Earth"ની મદદથી લેવામાં આવી છે. આ એક સેટેલાઇટ ઇમેજ વેબસાઇટ છે કે જેનું સંચાલન માઇક્રોસોફ્ટ બિંગ મૅપ્સ દ્વારા થાય છે.
વેબસાઇટના સંશોધક પૉલ નીવેએ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું કે આ તસવીરને હવાઈ હુમલા સાથે જોડી ન શકાય.
તેઓ કહે છે, "હા, આ તસવીરને હવાઈ હુમલાના પુરાવા તરીકે વાઇરલ કરવામાં આવી રહી છે. પરંતુ એ વાત સાચી નથી. આ તસવીરો વર્ષો જૂની છે અને તેમાં ઇમારતનું નિર્માણ થતું દર્શાવવામાં આવ્યું છે."
વેબસાઇટે એમ પણ જણાવ્યું છે કે માત્ર NASAની તસવીરો દરરોજ અપડેટ કરવામાં આવે છે. બિંગ મૅપ્સને દરરોજ અપડેટ કરવામાં આવતો નથો અને તે તસવીર વર્ષો જૂની છે.
પૉલ નીવે આ દાવાને ખોટો ગણાવતા એક ટ્વીટ પણ કર્યું છે.
તેમણે એક ટ્વીટનો જવાબ આપતા એમ પણ લખ્યું છે કે તેમની વેબસાઇટ પર સેટેલાઇટ ઇમેજને અપડેટ થતાં વર્ષો લાગે છે.
Zoom Earth લોકોને તારીખ પ્રમાણે સેટેલાઇટ ઇમેજ શોધવામાં પણ મદદ કરે છે. જ્યારે અમે સર્ચ કર્યું, તો અમને આ તસવીર 2015થી 2019 વચ્ચે લીધેલી હોવાની જાણકારી મળી.
હવે પહેલી તસવીરની વાત કરવામાં આવે તો તે તસવીર હજી પણ ગૂગલ મૅપ્સ પર હાજર છે, જે દાવાની હકીકત પર સવાલ ઉઠાવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો