You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
#Abhinandan: IAF પાઇલટ અભિનંદનના પરત ફર્યા બાદ શું થશે?
અભિનંદનને ભારત સોંપાયા બાદ કઈકઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે એ અંગે બીબીસીના સંવાદદાતા ગુરપ્રીત સૈનીએ મેજર જનરલ રાજ મહેતા સાથે વાત કરી.
મેજર જનરલના જણાવ્યા અનુસાર 'જીનિવા કન્વૅન્શન' અંતર્ગત યુદ્ધકેદીઓને એક સપ્તાહની અંદર મુક્ત કરવા પડે. આ માટેની એક નિર્ધારીત પ્રક્રિયા હોય છે.
સૌથી પહેલાં ઇન્ટરનેશનલ રૅડ ક્રૉસ સોસાયટી અભિનંદનને પોતાની સાથે પરત લઈ જશે અને તેમની સંપૂર્ણ તપાસ કરશે.
તેમના દસ્તાવેજ તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ તેમને ભારતીય વાયુસેનાના સોંપવામાં આવશે.
ભારત પર આવ્યા બાદ વાયુસેના પોતાની મેડિકલ ટીમ દ્વારા તેમની 100 ટકા તપાસ કરાવશે.
જો કંઈ આપત્તીજનક લાગ્યું તો?
બાદમાં વિંગ કમાન્ડર સાથે વાતચીત થશે. ઈન્ટેલિજેન્સ ડીબ્રીફ્રિંગ થશે કે તમારી સાથે શું થયું, કેવી રીતે થયું, વગેરેની સંપૂર્ણ તપાસ કરાશે.
પાકિસ્તાનમાં કેવો વ્યવહાર થયો, તેમને શું પૂછવામાં આવ્યું અને શું વાતચીત થઈ, આ સૌથી મોટી કાર્યવાહી હશે. પછી સરકારને રિપોર્ટ કરવામાં આવશે.
જો ભારતને એવું લાગશે કે કંઈક આપત્તિજનક ઘટનાઓ ઘટી છે તો તેઓ આંતરરાષ્ટ્રીય મંચ પર તેને રજૂ કરશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઈમરાન ખાને કરી હતી જાહેરાત
આ પહેલાં પાકિસ્તાનની સંસદમાં દેશના વડા પ્રધાન ઈમરાન ખાને 'શાંતિના પ્રતીક'ના ભાગરૂપે અભિનંદનને છોડવાની જાહેરાત કરી હતી. તો ભારત સાથે પાકિસ્તાનને વાતચીત કરવાની તૈયારી દર્શાવતા પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમુદ કુરૈશીએ જિયો ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું હતું,
"ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરવા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન તૈયાર છે."
આ અગાઉ ગુરુવારે ભારતીય સૈન્યની ત્રણેય પાંખના વડાઓ દ્વારા આ મામલે પત્રકાર પરિષદ યોજવાની જાહેરાત કરાઈ હતી.
જોકે, પાકિસ્તાન દ્વારા ભારતીય પાઇલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાનને છોડવાની જાહેરાત કરવામાં આવતાં આ પત્રકાર પરિષદને મોકૂફ રાખવામાં આવી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો