You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
CRPF પુલવામા હુમલો : કૉંગ્રેસે કહ્યું હુમલા પછી નરેન્દ્ર મોદી શૂટિંગમાં વ્યસ્ત હતા
સીઆરપીએફ જવાનો પર થયેલા આત્મઘાતી હુમલાને લઈને કૉંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આકરી ટીકા કરી હતી અને કહ્યું કે સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલામાં 40થી વધારે જવાનો માર્યા ગયા પછી નરેન્દ્ર મોદી જિમ કૉર્બેટ પાર્કમાં એક ફિલ્મના શૂટિંગ માટે ગયા.
કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું, "આતંકી હુમલા પછી વડા પ્રધાને રાષ્ટ્રીય શોકની ઘોષણા ન કરી કેમ કે સરકારી રુપિયાથી થનારી યોજનાઓનું ઉદ્ગાટન રોકાઈ જાત."
"આખા દેશના ચૂલાઓ શોકમાં પડ્યા હતા અને ગુરુવારે વડા પ્રધાન ચાનો આનંદ લઈ રહ્યા હતા. આનાથી વધારે અમાનવીય વ્યવહાર ન હોઈ શકે."
વડા પ્રધાન પર સમયસર નિવેદન પણ નહીં આપવાનો આરોપ મૂકીને સુરજેવાલાએ કહ્યું કે તેઓ આખો દિવસ કૉર્બેટ પાર્કમાં ભ્રમણ કરતા હતા.
તેમણે કહ્યું, "દેશ શહીદોના ટુકડાઓ વીણી રહ્યો હતો અને તેઓ પોતાના નારાઓ લગાવડાવી રહ્યા હતા. આ હું નથી કહેતો પત્રકાર તસવીરોની સાથે લખી રહ્યા છે."
આ દેશના વડા પ્રધાન ઉગ્રવાદી હુમલા પછી ચાર કલાક શૂટિંગ કરે, ચા-નાસ્તો કરે એના વિશે શું કહેવું જોઈએ એવો સવાલ સુરજેવાલાએ કર્યો હતો.
16 ફેબ્રુઆરીએ શહીદોના તાબૂત એરપોર્ટ પર હતા ત્યારે વડા પ્રધાન એક કલાક મોડા પહોંચ્યા એવો આરોપ પણ સુરજેવાલાએ મૂકયો હતો.
શહીદોની અંતિમયાત્રામાં એમના મંત્રી સાક્ષી મહારાજ વોટ માગતા હતા અને પર્યટન મંત્રી સેલ્ફી વીથ ડૅડ બોડીઝ લે છે, આનાથી વધારે શરમજનક શું હોઇ શકે. આ વડા પ્રધાન અને એમના મંત્રીઓનું આચરણ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૉંગ્રેસે મોદી સરકારને પૂછ્યા પાંચ સવાલ
- વડા પ્રધાન ભારતના સુરક્ષા સલાહકાર, ગૃહ મંત્રી અને જાસૂસી તંત્રની નિષ્ફળતાની જવાબદારી કેમ નથી લેતા?
- આતંકીઓને વિસ્ફોટક અને લૉન્ચર કેવી રીતે મળ્યા, દેશની બહારથી તે કેવી રીતે આવી શકે છે. આવી ગાડીઓને જમ્મુ-શ્રીનગર હાઇવે પર પ્રવેશની પરવાનગી કેવી રીતે મળી?
- પુલવામા હુમલાના 48 કલાક પહેલા જૈશ-એ-મોહમ્મદનો એક ધમકીભર્યો વીડિયો સરકારે કેમ નજરઅંદાજ કર્યો?
- સીઆરપીએફ અને બીએસએફ જવાનોની હવાઈયાત્રાની અરજીને મોદી સરકારે અને ગૃહ મંત્રાલયે કેમ ફગાવી દીધી હતી?
- મોદી સરકારના 56 મહિનામાં દેશના 488 જવાનો કેમ માર્યા ગયા?
આપને આ પણ વાચવું ગમશે
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો