You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પુલવામા હુમલો : 'કાશ દુશ્મનોએ મારા દીકરાને છાતી પર ગોળી મારી હોત..'
- લેેખક, અરવિંદ છાબરા
- પદ, બીબીસી ન્યૂઝ રૌલી, આનંદપુર સાહિબ, પંજાબ
પુલવામાં ઘટનામાં જીવ ગુમાવનાર 26 વર્ષના જવાન કુલવિંદર સિંઘના પિતા દર્શન સિંધ દુઃખી છે, પરંતુ તેમનું આ દુઃખ પુત્રના મૃત્યુ
તેમણે બીબીસી પંજાબીને કહ્યું, "મને મારા દીકરા પર ગર્વ છે કે તેમણે પરિવાર માટે પોતાની જાતનું બલિદાન આપી દીધું."
તેમણે કહ્યું, "પણ હું દુઃખી અને નિઃરાશ છું કે દુશ્મનોએ તેના પર સામેથી હુમલો ન કર્યો. કાશ એના પર પાછળથી હુમલો કરવાને બદલે તેને છાતી પર ગોળી મારી હોત."
જ્યારે સીઆરપીએફ ઑફિસથી કુલવિંદર સિંઘના મત્યુના સમાચાર મળ્યા ત્યારે તેમના પિતા અને તેમનું સમગ્ર ગામ તેમના લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હતું.
તેમના પાડોશી સોહનસિંહે કહ્યું, "તેમની હમણાં જ સગાઈ થઈ હતી અને નવેમ્બરમાં તેમના લગ્ન થવાના હતા."
"આ પરિવાર અને વડીલો દ્વારા નક્કી થયેલું લગ્ન હતું. ગામના વડીલો તે નક્કી કરવા માટે ગયા હતા."
તેઓ તાજેતરમાં જ રજા પર ઘરે આવ્યા હતા અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના યુનિટ 92 સાથે ફરી જોડાવાના હતા.
આર્દ્ર અવાજમાં દર્શનસિંઘ કહે છે, "એ 31 જાન્યુઆરીએ આવેલો અને 10 ફેબ્રુઆરીએ નીકળ્યો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"અમે માત્ર એક જ વાતની ચર્ચા કરતા, એના લગ્નની. અમે લગ્નનું સ્થળ અને ભોજન સમારોહની બાબતો નક્કી કરી નાખી છે."
તમે આ વાંચ્યું કે નહીં?
દર્શન પોતે એક ડ્રાઇવર છે. તેમણે કહ્યું કે એકના એક દીકરાનો ઉછેર પણ સહેલો નહોતો. "તેનાં માતા માનસિક બીમારી ધરાવે છે, તેથી મેં લગભગ એકલે હાથે જ તેનો ઉછેર કર્યો છે. અમારી પાસે બહુ મર્યાદીત સુવિધા હોવા છતાં મેં તેને ક્યારેય કોઈ વસ્તુની ઊણપ નથી આવવા દીધી."
પોતાના દીકરાનું નામ કુલવિંદર સિંઘ લખેલો કોટ પહેરતાં તેમણે કહ્યું કે મારો દીકરો મારા મિત્ર જેવો હતો. તેણે તાજેતરમાં જ આ કોટ આપ્યો હતો. તેઓ કહે છે, "મને એવું લાગે છે કે મારો દીકરો હંમેશાં મારી સાથે જ છે."
ઉત્તર પંજાબના પવિત્ર માનવામાં આવતા આનંદ સાહીબના રૌલી ગામમાં તેમનો પરિવાર રહે છે. જ્યાં શીખ લોકો પોતાના સ્વજનોના અસ્થિ પધરાવે છે તે કિરાતપુરથી આ ગામ ઘણું નજીક છે.
એક બાજુ ઘરની બહારની તરફ ગામના પુરુષો એકઠા થયા છે, ત્યારે બાજુના રૂમમાંથી મહિલાઓના આક્રંદ વચ્ચે પોતાના સંભારણાં વાગોળતાં તેમના પિતા જણાવે છે, "કુલવિંદર અમને ઘણી વખત કહેતો કે કાશ્મીરમાં જ્યાં તેનું પોસ્ટિંગ છે, ત્યાંની અશાંતિ અને અજંપાની સ્થિતી વિશે વાત કરતો."
તેઓ કહે છે,"તેમનાં માતા છેલ્લાં આઠ વર્ષથી ડિપ્રેશનમાં છે. મેં તો વિચાર્યું હતું કે તેના લગ્ન થશે, ઘરમાં વહુ આવશે અને બધું જ બરાબર થઈ જશે."
"મને નહોતી ખબર કે એના બદલે આ રીતે તેના પાર્થિવ દેહની રાહ જોઈને બેસવું પડશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો