અરુણાચલ પ્રદેશ પર ચીન કેમ દાવો કરે છે? શું છે તેનો ઇતિહાસ?

ઇમેજ સ્રોત, @NARENDRAMODI
ચીને શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અરુણાચલ પ્રદેશના પ્રવાસ પર આપત્તિ પ્રગટ કરી છે.
ચીને કહ્યું છે કે આ વિવાદીત વિસ્તાર છે અને અહીં કોઈ પણ પ્રકારની ગતિવિધીથી સરહદના સવાલો વધારે જટીલ બની શકે છે.
ચીને ભારતીય નેતૃત્વને આવી કોઈ પણ પ્રકારની ગતિવિધિથી દૂર રહેવાનું કહ્યું છે.
વડા પ્રધાન મોદીએ શનિવારે ચાર હજાર કરોડ રૂપિયાની પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો અને કહ્યું હતું કે તેમની સરકાર સરહદી રાજ્યોને જોડવા માટે ખાસ ધ્યાન આપી રહી છે.
મોદીએ કહ્યું હતું કે તેમની સરકાર હાઈવે, રેલવે અને હવાઈ માર્ગ પર વધારે ધ્યાન આપી રહી છે.
ચીનની આ આપત્તિ પર ભારતના વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી હતી.
વિદેશ મંત્રાલયે કહ્યું, "અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે. ભારતીય નેતા સમય-સમય પર અરુણાચલ પ્રદેશ જતા રહે છે. આ ભારતનાં અન્ય રાજ્યની જેમ જ છે."

અરુણાચલ પર ચીન દાવો કેમ કરે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ચીનના વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા હુ ચુન્યિંગે વડા પ્રધાન મોદીના અરુણાચલ પ્રદેશના પ્રવાસ સંબંધિત એક સવાલના જવાબમાં કહ્યું, "ચીન અને ભારતના સીમા વિવાદમાં અમારું વલણ પહેલાં જેવું જ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"તેમાં કોઈ ફેરફાર થયો નથી. ચીનની સરકારે તથાકથિત અરુણાચલ પ્રદેશને કોઈ માન્યતા આપી નથી."
"ભારતીય નેતાઓના અરુણાચલ પ્રદેશના પ્રવાસોનો અમે દૃઢતાપૂર્વક વિરોધ કરીએ છીએ."
તેમણે કહ્યું, "ચીન ભારતને આગ્રહ કરે છે કે તે બંને દેશોનાં પારસ્પરિક હિત, દ્વિપક્ષીય સંબંધો અને સીમા વિવાદમાં ગૂંચવાવાથી બચવા માટે અમારી ચિંતાઓનો પણ ખયાલ રાખે."
ચીન અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટ દર્શાવે છે. ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદને લઈને અનેક બેઠકો થઈ ચૂકી છે.
જોકે, અત્યારસુધી આ મુદે કોઈ સમાધાન થઈ શક્યું નથી.
બંને દેશો વચ્ચે 3,500 કિલોમીટર લાંબી સરહદ છે.
સીમા વિવાદને કારણે બંને દેશ 1962માં યુદ્ધના મેદાનમાં પણ આમને-સામને થઈ ચૂક્યા છે.
જોકે, હાલ પણ સીમાના કેટલાક વિસ્તારોને લઈને વિવાદ છે જે ક્યારેક-ક્યારેક તણાવનો મુદ્દો બને છે.


શું છે વિવાદ?

ઇમેજ સ્રોત, Getty Images
અરુણાચલના સમાવેશ સાથે જ ભારતની સંપ્રભુતાને આંતરરાષ્ટ્રીય માન્યતા મળેલી છે.
આંતરરાષ્ટ્રીય નકશામાં અરુણાચલને ભારતનો હિસ્સો માનવામાં આવ્યું છે.
જોકે, ચીન તિબેટની સાથે અરુણાચલ પ્રદેશ પર પણ દાવો કરે છે અને તેને દક્ષિણ તિબેટ માને છે.
શરૂઆતમાં અરુણાચલ પ્રદેશના ઉત્તરના વિસ્તાર તવાંગને લઈને ચીન દાવો કરતું હતું.
જ્યાં ભારતનું સૌથી વિશાળ બૌદ્ધ મંદિર આવેલું છે.
ચીન અને ભારત વચ્ચે મેકમોહન રેખાને આંતરરાષ્ટ્રીય સીમા રેખા માનવામાં આવે છે.
જોકે, ચીન આ રેખાને માન્ય ગણતું નથી. ચીનનો દાવો છે કે તિબેટનો મોટો હિસ્સો ભારત પાસે છે.
1950ના દાયકાના અંતમાં તિબેટને પોતાનામાં ભેળવી લીધા બાદ ચીને અક્સાઈ ચીનના લગભગ 38 હજાર વર્ગ કિલોમીટરના વિસ્તારોને પોતાના અધિકારમાં કરી લીધો હતો.
આ વિસ્તારો લદ્દાખ સાથે જોડાયેલા છે. ચીને અહીં હાઈવે 219 બનાવ્યો છે જે પૂર્વ પ્રાંત શિન્જિયાંગને જોડે છે. ભારતને તેને ગેરકાયદેસર માને છે.


શું છે અરુણાચલનો ઇતિહાસ?

ઇમેજ સ્રોત, @NARENDRAMODI
અરુણાચલના પ્રાચીન ઇતિહાસને લઈને બહુ સ્પષ્ટતા જોવા મળતી નથી.
અરુણાચલ પ્રદેશ, આસામના પાડોશમાં છે અને અહીં અનેક પ્રાચીન મંદિરો આવેલાં છે.
અહીં તિબેટ, મ્યાનમાર, ભૂતાનની સંસ્કૃતિનો પ્રભાવ જોવા મળે છે.
16મી સદીમાં તવાંગમાં બનેલું બૌદ્ધ મંદિર તેની ખાસ ઓળખ છે.
તિબેટના બૌદ્ધો માટે આ એક પવિત્ર સ્થળ છે. માનવામાં આવે છે કે પ્રાચીનકાળમાં ભારતીય શાસકો અને તિબેટના શાસકોએ તિબેટ અને અરુણાચલ વચ્ચે કોઈ નિશ્ચિત સીમા નક્કી કરી ન હતી.
જોકે, રાષ્ટ્ર અને રાજ્યની વ્યાખ્યા આવ્યા બાદ સરહદની વાત થવા લાગી.
1912 સુધી તિબેટ અને ભારત વચ્ચે કોઈ સ્પષ્ટ સીમા રેખા ખેંચવામાં આવી ન હતી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
આ વિસ્તારો પર મુઘલ કે અંગ્રેજો કોઈનું નિયંત્રણ હતું નહીં.
ભારત અને તિબેટના લોકો પણ કોઈ સ્પષ્ટ સીમા રેખાને લઈને નિશ્ચિત ન હતા.
બ્રિટનના શાસકોએ પણ તેના પાછળ કોઈ મહેનત કરી નહીં.
તવાંગમાં જ્યારે બૌદ્ધ મંદિર મળ્યું તો સીમા રેખાનું આકલન શરૂ થયું.
1914માં શિમલામાં તિબેટ, ચીન અને બ્રિટશ ભારતના પ્રતિનિધિઓની બેઠક થઈ અને સીમા રેખા નક્કી કરાઈ.
1914માં તિબેટ એક સ્વતંત્ર પરંતુ કમજોર દેશ હતો. ગુલામ ભારતના બ્રિટિશ શાસકોએ તવાંગ અને દક્ષિણ હિસ્સાને ભારતનો હિસ્સો માની લીધો અને તિબેટવાસીઓએ તેનો સ્વીકાર કરી લીધો.
જેને લઈને ચીન નારાજ હતું. ચીનના પ્રતિનિધિઓએ તેને માનવાનો ઇનકાર કરી દીધો અને તેઓ બેઠકમાંથી નીકળી ગયા.
1935 બાદ આ સમગ્ર વિસ્તાર ભારતના માનચિત્રમાં આવી ગયો.
ચીને તિબેટને ક્યારેય સ્વતંત્ર દેશ માન્યો ન હતો. તેમણે 1914માં શિમલા સમજૂતીમાં પણ એવું માન્યું ન હતું.
1950માં ચીને સંપૂર્ણ રીતે તિબેટને પોતાના કબ્જામાં લઈ લીધું.
ચીન ઇચ્છતું હતું કે તવાંગ તેનો હિસ્સો રહે, જે તિબેટના બૌદ્ધો માટે મહત્ત્વપૂર્ણ છે.
1962માં ચીન અને ભારત વચ્ચે યુદ્ધ થયું. અરુણાચલને લઈને ભૌગોલિક સ્થિતિ પૂરી રીતે ભારતના પક્ષમાં છે.
જેથી 1962માં યુદ્ધ જીત્યા બાદ પણ ચીન તવાંગમાંથી પાછળ હટી ગયું હતું.
જે બાદ ભારતે આ સમગ્ર વિસ્તાર પર પોતાનું નિયંત્રણ મજબૂત કરી લીધું હતું.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












