You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખુદે પોસ્ટ કરેલી અને વાઇરલ થયેલી બાળકોની સૅલ્ફી અંગે બમન ઇરાનીએ શું કહ્યું?
કેટલી વખત આપણે એ વાત સાંભળી અને કહી હશે કે માત્ર પૈસાથી જ ખુશીઓ ન ખરીદી શકાય, પણ એક 'સૅલ્ફી'ને જોઈને લોકો સોશિયલ મીડિયા પર ખુશીના સાચા અર્થ પર વાત કરતા થઈ ગયા.
સોશિયલ મીડિયા પર દરરોજ કરોડો સૅલ્ફી પોસ્ટ કરવામાં આવે છે પરંતુ હાલ એક 'સૅલ્ફી' લેતા બાળકોની એક તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે.
આમાં દેખાતા પાંચ બાળકોએ સૅલ્ફીનો પોઝ આપીને આ તસવીરને ખાસ બનાવી દીધી છે.
આમાં સૅલ્ફી ખેચતા દેખાઈ રહેલા બાળકે હાથમાં રબરનું જૂનું ચંપલ હાથમાં પકડી રાખ્યું છે, જાણે કે તેના હાથમાં સેલ્ફી પાડવા માટે સ્માર્ટફોન હોય.
જોવાની વાત એ છે કે આ બાળકોએ પગમાં ચંપલ નથી પહેર્યાં અને તેઓ બધા સેલ્ફી પાડતા હોય તેવી રીતે પોઝ આપીને હસી રહ્યા છે અને તેમની આ તસવીર કોઈએ સામેથી લીધી છે.
તમે આ વાંચ્યું કે નહીં?
બૉલિવુડ અભિનેતા બમન ઈરાનીએ પોતાના ટ્વિટર હૅંડલ પર એક સૅલ્ફી પોસ્ટ કરી હતી જેને અત્યાર સુધી 40 હજાર લોકોએ પસંદ કરી છે અને 6.4 હજાર લોકોએ રિટ્વીટ કર્યું છે.
તેમણે બીબીસીને કહ્યું કે મને આ તસવીર મારા એક મિત્રએ ફોન પર મોકલી આપી હતી અને મને તે એટલી ગમી ગઈ હતી કે મેં તેને ટ્વિટર પર પોસ્ટ કરી દીધી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે ટ્વીટમાં કહ્યું છે, "તમે જેટલું ઇચ્છો એટલા ખુશ થઈ શકો છો.' આ વાત કેટલી સત્ય છે અને મને વિશ્વાસ છે કે આ સેલ્ફી સૌથી વધુ પસંદ કરવામાં આવે તેવી છે."
બમન ઈરાની સિવાય ઘણાં સેલેબ્રિટી આ સૅલ્ફીને પોસ્ટ કરી ચૂક્યા છે.
બમન ઈરાનીએ કહ્યું કે મને આ તસવીરમાં બાળકોની માસૂમિયત પસંદ પડી ગઈ હતી એટલે મેં આ પોસ્ટ કરી, મને નહોતી ખબર કે લોકોને આ આટલી પસંદ પડશે.
જાણીતા ફૉટોગ્રાફર અતુલ કસ્બેકરે પણ આ તસવીર પોસ્ટ કરીને કહ્યું હતું મને ટેક્સ્ટ મેસેજમાં મળેલી આ તસવીર હું એટલે શેયર કરી રહ્યો છું કારણકે આ બાળકોની નિરંકુશ નિર્દોષતા અને ખુશીએ મારા ચેહરા પર સ્મિથ લાવી દીધું છે.
જોકે આ તસવીરને લઈને બૉલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચને ટ્વિટર પર સંદેહ જાહેર કર્યો હતો અને કહ્યું હતું કે આ તસવીર ફોટોશૉપ કરેલી લાગે છે.
જોકે અતુલ કસ્બેકરે કહ્યું કે તેમણે તપાસ કરાવી છે કે આ ફોટોશૉપ કરવામાં નથી આવી.
ક્રિકેટર હરભજન સિંહ, અભિનેતા અરૂણ શૌરીએ પણ આ તસવીર ટ્વિટર પર રિટ્વીટ કરી હતી.
અભિનેતા અનુપમ ખેરે પણ આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે જેને બે દિવસની અંદર 80 હજારથી વધુ લોકોએ લાઇક કરી છે.
આ તસવીરે માત્ર ભારત જ નહીં પરંતુ વિદેશમાં પણ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવેલી છે.
સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ રેડિટ પર પણ આ તસ્વીરની ચર્ચા થઈ રહી છે. વૉટ્સઍપ પર પણ આ તસવીર લોકો શૅર કરી રહ્યા છે.
જોકે, આ તસવીર પાડનાર વિશે હજુ જાણકારી નથી મળી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો