You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજદ્રોહના કેસમાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાના જામીન રદ, સુરત પોલીસે કરી હતી અરજી
પાટીદાર અનામત આંદોલનના કૅપ્ટન અલ્પેશ કથીરિયાના જામીન સુરતની અદાલતે રદ કરી દીધાં છે.
અગાઉ સાડા ત્રણ માસ સુધી જેલની સજા ભોગવ્યા બાદ ગત 10 ડિસેમ્બરે પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા કેદમાંથી બહાર આવ્યા હતા.
એ સમયે અલ્પેશ કથીરિયાના નેતૃત્વ હેઠળ સુરતમાં સંકલ્પ યાત્રા યોજાઈ અને અલ્પેશ કથીરિયાને પાટીદાર અનામત આંદોલનના નવા કૅપ્ટન જાહેર કર્યા.
નવા નેતૃત્વ સાથે ફરી એક વખત પાટીદાર અનામત આંદોલનમાં પ્રાણ ફૂંકવાની કોશિશ થઈ રહી હતી.
જોકે, સુરત પોલીસ સાથે ઘર્ષણ થતાં સુરતની પોલીસે જામીન રદ કરવાની અરજી કરી હતી.
સુરતની અદાલતે પોલીસની અરજી ગ્રાહ રાખી જામીન રદ જાહેર કર્યા છે.
અગાઉ અલ્પેશ કથીરિયાની જામીન મુક્તિ બાદ હાર્દેક પટેલે એમને આંદોલનના નવા નેતા ગણાવ્યા હતા.
એ વખતે હાર્દિકે પટેલે કહ્યું હતું કે "અનામત માટેની લડાઈ હવે મજબૂત બનશે, પાટીદાર સમાજના મુખ્ય પ્રશ્નોનું નિરાકરણ આવે એ જરૂરી છે, આ આંદોલનનો નવો ચહેરો હવે અલ્પેશ હશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાર્દિક પટેલે કહ્યું કે, અલ્પેશભાઈ કથિરિયા ના જામીન રદ થવાના સમાચાર સાંભળીને ખુબ દુઃખ થયું છે.અલ્પેશને કાયમી જામીન મળે તે માટે હાઈકોર્ટમાં સારામાં સારા વકીલ રાખીને યોગ્ય પ્રક્રિયા કરીશું. અલ્પેશભાઈ કથીરિયાને લઇને સુરત કોર્ટે જે પણ કોઈ આદેશ આપ્યો છે એનો સ્વીકાર કરીશું.જય હિન્દ.સત્યમેવ જયતે.
સુરત પોલીસ અને અલ્પેશ આમને સામને
જામીન બાદ સુરત પોલીસ સાથે ઘર્ષણને લીધે પોલીસે જામીન રદ કરવાની અરજી કરી હતી. જામીન બાદ પણ અલ્પેશ સામે કેસ નોંધવામાં આવેલા છે.
અલ્પેશ કથીરિયાના વકીલે આ મામલે હાઈકોર્ટમાં અપીલ કરવાની જાહેરાત કરી છે.
જોકે, સામે સુરત પોલીસે પણ મીડિયાને આપેલા નિવેદનોમાં એવું કહ્યું છે કે તેઓ હાઇ કોર્ટમાં પણ અલ્પેશ કથીરિયાનાં જામીનનો વિરોધ કરશે.
સુરત પોલીસે અલ્પેશ કથીરિયાના પોલીસ સાથેનાં ગેરવર્તનનો પણ હવાલો મીડિયામાં આપ્યો છે.
જોકે , આની સામે પાસના નેતા નિખિલ સવાણી અલગ જ વાત કરે છે. તેમણે કહ્યું કે એકતરફ પોલીસ અલ્પેશ કથીરિયાની સામે ફરિયાદને લઈને જામીન રદ કરાવે છે પણ એ જ પોલીસની સામે અલ્પેશ કથીરિયાએ કેસ કરેલો છે એમાં કોઈ કાર્યવાહી નથી કરતી. આમ, આ આંદોલનને તોડી પાડવાની કોશિશ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો