'ડાયલૉગ કિંગ' કાદર ખાનના 10 દમદાર ફિલ્મી ડાયલૉગ

ઇમેજ સ્રોત, SAJID NADIADWALA
- લેેખક, સુશાંત એસ. મોહન
- પદ, બીબીસી સંવાદદાતા, મુંબઈ
કાદર ખાને આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે. અમિતાભને 'અમિતાભ બચ્ચન' બનાવવામાં કાદર ખાને મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તો ગોવિંદા સાથે તેમની સુપરહિટ જોડી પણ લોકોને ખૂબ પસંદ આવી હતી.
'કુલી', 'સત્તે પે સત્તા', 'ખૂન પસીના', 'હમ', 'અગ્નીપથ', 'કુલી નં.1' કે 'સરફરોશ' જેવી સુપરહિટ ફિલ્મોના ડાયલૉગ કાદર ખાને લખ્યા હતા.
ત્યારે અહીં કાદર ખાનના કેટલાક પ્રસિદ્ધ ડાયલૉગ રજૂ કરાઈ રહ્યા છે, જે કાં તેઓ બોલ્યા હતા કે કાં તો કોઈ બીજા અભિનેતાના મુખે તેમણે બોલાવ્યા હતા.

મુકદ્દર કા સિંકદર (1978)

ઇમેજ સ્રોત, MANSOOR SIDDIQUI
ફકીર બાબા બનેલા કાદર ખાન અમિતાભ બચ્ચનને જિંદગીનો મર્મ સમજાવતા કહે છે, "સુખ તો બેવફા હૈ આતા હૈ, જાતા હૈ, દુખ હી અપના સાથી હૈ, અપને સાથ રહતા હૈ. દુખ કો અપના લે. તબ તકદીર તેરે કદમો મેં હોગી ઔર તૂ મુકદ્દર કા બાદશાહ હોગા."

કુલી (1983)
અમિતાભની ભૂમિકામાં જીવ રેડી નાખનારા સંવાદ કાદર ખાને જ લખ્યા હતા, "બચપન સે સર પર અલ્લાહ કા હાથ ઔર અલ્લાહરખ્ખા હૈ અપને સાથ, બાજુ પર 786 કા હૈ બિલ્લા, 20 નંબર કી બીડી પીતા હૂં ઔર નામ હૈ 'ઇકબાલ'."

હિમ્મતવાલા (1983)
ફિલ્મમાં અમજદ ખાનના મુંશીની ભૂમિકા ભજવનારા કાદર ખાનને આ ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ કૉમેડિનયનો ફિલ્મફૅયર એવૉર્ડ મળ્યો હતો.
ફિલ્મમાં તેઓ કહે છે, "માલિક મુજે નહીં પતા થા કિ બંદૂક લગાયે આપ મેરે પીછે ખડે હૈં. મુજે લગા, મુજે લગા કિ કોઈ જાનવર અનપે સિંગ સે મેરે પીછે ખટબલ્લુ બના રહા હૈ."

તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

મિસ્ટર નટવરલાલ(1979)
અમિતાભે ભગવાન સાથે વાત કરતા કહ્યું હતું, "આપ હૈં કિસ મર્ઝ કી દવા, ઘર મેં બૈઠે રહેતે હૈં, યે શેર મારના મેરા કામ હૈ? કોઈ મવાલી સ્મગ્લર હો તો મારું મૈં શેર ક્યોં મારું, મૈં તો ખિસક રહા હું ઔર આપમેં ચમત્કાર નહીં હૈ તો આપ ભી ખિસક લો."

અંગાર(1992)

ઇમેજ સ્રોત, HAMESH MALHOTRA
નાના પાટેકર અને જૅકી શ્રૉફની આ ફિલ્મના ડાયલૉગ માટે કાદર ખાનને સર્વશ્રેષ્ઠ સંવાદનો ફિલ્મફૅયર મળ્યો હતો.
આ ફિલ્મનો એક સંવાદ છે, "એસે તોહફે (બંદૂકો) દેને વાલા દોસ્ત નહીં હોતા હૈ, તેરે બાપને 40 સાલ બમ્બઈ પર હુકૂમત કી હૈ. ઈન ખિલૌનોં કે બલ નહીં, અપને દમ પર."

સત્તે પે સત્તા(1982)
અમિતાભના દારૂ પીતા સીનને યૂટ્યબ પર ભારે હિટ મળી છે.
આ સીનમાં તેઓ કહે છે, "દારૂ પીતા નહીં હૈ અપુન, ક્યોંકી માલૂમ હૈ દારૂ પીને સે લીવર ખરાબ હો જાતા હૈ, લીવર."

અગ્નિપથ (1990)
આ ફિલ્મમાં અમદાવાદને મળેલા રાષ્ટ્રીય પુરસ્કારમાં સૌથી મોટો હાથ એના જાનદાર સંવાદનો પણ હતો, જે કાદર ખાને લખ્યા હતા.
"વિજય દીનાનાથ ચૌહાણ, પૂરા નામ, બાપ કા નામ દીનાનાથ ચૌહાણ, મા કા નામ સુહાસિની ચૌહાણ, ગાંવ માંડવા, ઉમ્ર 36 સાલ 9 મહીના 8 દિન ઔર યે સોલહવાં ઘંટા ચાલુ હૈ."

બાપ નંબરી બેટા દસ નંબરી (1990)
ચાલાક ઠગનું પાત્ર ભજવનારા કાદર ખાનનો એક પ્રખ્યાત સીન, "તુમ્હે બખ્શીસ કહાં સે દૂં, મેરી ગરીબી કા તો યે હાલ હૈ કિ કિસી ફકીર કી અર્થી કો કંધા દૂં તો વો ઉસે અપની ઇન્સલ્ટ માન કર અર્થી સે કૂદ જાતા હૈ."

હમ (1991)

કાદર ખાને આ ફિલ્મમાં બેવડી ભૂમિકા ભજવી હતી.
આર્મીના કર્નલ તરીકેના પાત્રમાં તેમનો ડાયલૉગ હતો, "કહેતે હૈ કિસી આદમી કી સીરત અગર જાનની હો તો ઉસકી સૂરત નહીં ઉસકે પૈરોં કી તરફ દેખના ચાહિએ, ઉસકે કપડો કો નહી ઉસકે જૂતોં કી તરફ દેખ લેના ચાહિએ."

જુદાઈ (1997)
અનિલ કપૂર અને શ્રીદેવી અભિનિત આ ફિલ્મમાં પરેશ રાવલે પ્રશ્ન પૂછતા રહેતા શખ્સનું પાત્ર ભજવ્યું હતું.
જોકે, એ વ્યક્તિને કાદર ખાન પોતાનાં ઉખાણાંથી ચોકાવી દે છે. "ઇતની સી હલ્દી, સારે ઘર મેં મલ દી, બતાઓ કિસકી સરકાર બનેગી?"
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












