ટ્વિટર પર મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ગણાવ્યા 'જુઠ્ઠા'

વિજય રૂપાણી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી અને ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી વચ્ચે ટ્વિટર પર વાકયુદ્ધ છેડાયું છે. આ વાકયુદ્ધ છેડાવાનું કારણ જાન્યુઆરીમાં યોજાઈ રહેલો 'વાઈબ્રન્ટ ગુજરાત'નો કાર્યક્રમ છે.

'ઇન્ડિયન એક્સપ્રેસ'નો અહેવાલ ટાંકીને રાહુલ ગાંધીએ લખ્યું કે 'વાઇબ્રન્ટ ગુજરાત'ના પ્રાયોજક અળગા થઈ રહ્યા છે.

રાહુલે ટ્વીટમાં લખ્યું, " નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ યોજાઈ રહેલા વાઇબ્રન્ટ ગુજરાત2019થી શંકાશીલ પ્રાયોજકો અળગા થઈ રહ્યા છે. તેમણે મંચ છોડી દીધો છે."

રાહુલે ટાંકેલા અખબારી અહેવાલમાં બ્રિટનના દૂતે અસંતોષજનક પરિણામ મળતા વાઇબ્રન્ટ ગુજરાત છોડવાની વાત કરી હતી.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

રાહુલ ગાંધીએ કરેલા આ ટ્વીટનો જવાબ ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આપ્યો.

'દેશ ગુજરાત'ના અહેવાલને ટાંકીને મુખ્ય પ્રધાન રૂપાણીએ ટ્વીટ કર્યું, "રાહુલ ગાંધી તમે કેવા શરમ વિનાના જૂઠ્ઠા છો. આ વર્ષે વાઇબ્રન્ટ ગુજરાતને ક્યાંય વધુ ભાગીદાર મળ્યા છે. આ રહ્યા પુરાવા..."

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

line

રાહુલે ટાંકેલા અહેવાલમાં શું હતું?

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલમાં નામ જાહેર ના કરવાની શરતે વરિષ્ઠ બ્રિટિશ રાજદૂતેએ કરેલી વાતચીત રજૂ કરાઈ હતી.

બ્રિટને વાઇબ્રન્ટ ગુજરાતમાં 'સાથી રાષ્ટ્ર' બનવાનો ઇન્કાર કર્યો હતો, જેનું કારણ રાજદૂતે અહેવાલમાં જણાવ્યું હતું.

રાજદૂતે કહ્યું હતું," અસંતોષકારક વેપારી પરિણામને પગલે દેખાડા સમાન રાજ્યના વડપણ હેઠળ યોજાઈ રહેલા કાર્યક્રમમાંથી બ્રિટને હટી જવાનું નક્કી કર્યું છે."

અમેરિકા બાદ બ્રિટન એવું બીજું રાષ્ટ્ર છે કે જેણે 18થી 20 જાન્યુરી સુધી યોજાનારા 'વાઇબ્રન્ટ ગુજરાત'ના સાથી રાષ્ટ્ર તરીકે પોતાનું નામ પરત ખેંચી લીધું છે.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

અહેવાલમાં રાજદૂતે એવું પણ જણાવાયું હતું કે 50 હજાર પાઉન્ડ (ભારતીય ચલણમાં 44 લાખ રૂપિયા) ખર્ચીને મંત્રીઓ અને વેપારી પ્રતિનિધિઓને કાર્યક્રમમાં લાવવા છતાં વેપારી સોદાઓ બહુ ઓછા થતા.

તેમણે એવું પણ ઉમેર્યું હતું, "અમે કોઈ અન્ય સારા રસ્તે પૈસા રોકવાનું નક્કી કર્યું છે."

"વર્ષે 25 હજાર પાઉન્ડનો ખર્ચ કરીને માત્ર લોકોને મળવા, ભોજન લેવા અને કાર્યક્રમો યોજવા કરતાં અમે ઘણું સારું કામ કરી શકીએ."

"આ કાર્યક્રમમાં અમે માત્ર બેએક સોદાઓ જ પાર પાડ્યા હતા."

line

રૂપાણીએ ટાંકેલા અહેવાલમાં શું હતું?

વિજય રૂપાણી

ઇમેજ સ્રોત, Getty Images

રાહુલના ટ્વીટનો જવાબ વિજય રૂપાણીએ 'દેશગુજરાત'ના અહેવાલને ટાંકીને આપ્યો હતો.

અહેવાલમાં વિજય રૂપાણીને એવું કહેતા ટાંકવામાં આવ્યા હતા કે આ વખતના કાર્યક્રમને મોટા પાયે આંતરરાષ્ટ્રીય સમર્થન મળી રહ્યું છે.

આ પહેલાના કાર્યક્રમમાં 10 રાષ્ટ્રો ભાગીદાર હતાં, જ્યારે આ વખતે 16 રાષ્ટ્રો કાર્યક્રમના ભાગીદાર છે.

રૂપાણીએ એવું પણ જણાવ્યું હતું કે આ વખતનો કાર્યક્રમ ઐતિહાસિક બની રહશે.

મહત્ત્વપૂર્ણ છે કે જાન્યુઆરી મહિનામાં યોજાઈ રહેલા આ કાર્યક્રમમાં કેનેડા, ફ્રાન્સ, જાપાન, પોલૅન્ડ, દક્ષિણ કોરિયા, થાઈલૅન્ડ, નૅધરલૅન્ડ્સ, યુ.એ.ઈ. દક્ષિણ આફ્રિકા, સ્વીડન, ઉઝબેકિસ્તાન, ચેક ગણતંત્ર, નોર્વે, ઑસ્ટ્રેલિયા અને મોરક્કોએ ભાગીદારી નોંધાવી છે.

line

રૂપાણીનું વધુ એક ટ્વીટ

ટ્વિટર પર રાહુલને જવાબ આપ્યા બાદ ફરી એક વખત રૂપાણીએ ટ્વીટ કર્યું.

જેમા તેમણે કહ્યું, "તમારા ટ્વિટમાં દેખાતો આનંદ એ દર્શાવે છે કે ગુજરાતને નિષ્ફળ બનાવવા તમે કેટલા હતાશ છો."

"રાજ્ય પ્રત્યેની તમારી નફરતને ગુજરાતીઓ ઓળખી ગયા છે અને કૉંગ્રેસને સતત ફગાવી રહ્યા છે."

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

જોકે, રૂપાણીના ટ્વિટ પર કેટલાય લોકોએ તેમને ટ્વિટર પર જવાબ આપ્યા હતા.

બકાજી ઠાકોર નામના યુઝરે લખ્યું, "સાહેબ થોડું ધ્યાન યુવાનો પર પણ રાખો. જો ધંધો રોજગાર ના ચાલે તો અમારા જેવા યુવાનો સાથે બૅન્ક ગુનેગાર જેવું વર્તન કરે છે."

બદલો X કન્ટેન્ટ, 4
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 4

જગદિશ જોશી નામના યુઝરે લખ્યું, "તમારા રાજમાં ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ છે. ગુજરાતમાં શિક્ષણમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે."

બદલો X કન્ટેન્ટ, 5
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 5

સરજીયોગેશ નામના હૅન્ડલ યૂઝરને વિજય રૂપાણીની 'આક્રમક્તા' ગમી અને તેમણે ટ્વિટ કર્યું.

બદલો X કન્ટેન્ટ, 6
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 6

લાઇન
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો