આધેડવયના લોકોના રોમાન્સ સામે સમાજ કેમ નાકનું ટેરવું ચઢાવે છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, પલ્લવી બરનાલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

વધતી જતી ઉંમર સાથે લોકો નિવૃત્તિનું આયોજન કરવા લાગે છે. પહેલા ભણતર પછી નોકરી અને પછી આરામદાયક જીવનની આશા દરેકને હોય છે.

નિવૃત્તિનું ઉમદા આયોજન, બજારમાં ઉપલબ્ધ આરોગ્યપ્રદ ભોજન અને મૂડી હોય તો પણ ઉંમર વધવાની સાથે શું આટલી વ્યવસ્થા પૂરતી છે?

બિલકુલ આ બધી સાવચેતી તો જરૂરી છે જ પણ શું તમે વિચાર્યું છે કે આ બધી સગવડો તો એ છે કે જે નજરે પણ ચઢે છે અને આ અંગે સૌ મોકળાશથી વાત પણ કરે છે.

ઉંમર વધવાની સાથે સેક્સ અંગેની જરૂરિયાતો પર તો કોઈ વાત જ કરવામાં નથી આવતી.

કેટલા લોકો હશે જે એ વિચારતા હશે કે ઘડપણના તબક્કે દાદા-દાદીની પણ સેક્સલાઇફ હોઈ શકે છે?

ફિલ્મ 'બધાઈ હો'માં વધતી જતી ઉંમર સાથે આવા જ સંબંધોને દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

line

ઘડપણમાં સેક્સને અલગ રાખવું કેટલું યોગ્ય છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, AFP/getty

આપણી પરંપરામાં જીવનના આ ચોથા તબક્કાને સંન્યાસ આશ્રમ તરીકે ઓળખવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે ઘરડાં લોકોએ તમામ ભોગવિલાસ છોડી દઈ ઈશ્વરની આરાધનામાં જોડાઈ જવું જોઈએ.

પણ શું સેક્સ અને ઘડપણને અલગ રાખવું યોગ્ય છે? શું સેક્સ એ શરીર અને મનની એવી માગ નથી કે જે હંમેશાં જરૂરી હોય છે?

આનો જવાબ 80 વર્ષનાં હોલીવૂડ એક્ટ્રેસ જૂડી ડેન્ચ એક ઇન્ટરવ્યૂમાં આપે છે, ''સેક્સ અને અંગત પળો જીવનની એક મહત્ત્વની જરૂરિયાત છે. એની લાલસા ક્યારેય ઘટતી નથી.''

પ્લેબૉય ફાઉન્ડર હ્યૂ હેફનરે 86 વર્ષની ઉંમરમાં લગ્ન કર્યું હતું. યાદ કરો શું ભારતમાં તમે આવું કોઈ લગ્ન જોયું છે ખરું? જવાબ કદાચ ના હશે અથવા અપવાદ.

ભારતીય સમાજને આઘેડવયના લોકોની કામુકતા સામો અણગમો આવે છે.

ફિલ્મોમાં દર્શાવતો રોમાન્સ પણ એવાં કપલની આસપાસ જ ગુંથાયેલો જોવા મળે છે કે જેમની ઉંમર નાની હોય.

હીરો જો 55 વર્ષનો હોય તો તેના વાળ અને ચહેરાનું રંગરોગાન કરી તેની પ્રૌઢ વયને ઢાંકવાના પ્રયાસો કરવામાં આવે છે.

ફિલ્મોમાં વૃદ્ધ હિરોઈન એ માત્ર એક કલ્પના જ બની ગઈ છે.

જોકે, નિ:શબ્દ, વન્સ અગેઇન અને ચીની કમ જેવી ફિલ્મો દ્વારા આ ચીલાચાલુ ઢબને તોડવાના પ્રયાસો જરૂર કરવામાં આવ્યા છે.

આ ફિલ્મની વાર્તાઓનો પડદા પર કે પડદાની બહાર સહજતાથી સ્વીકાર કરવામાં આવતો નથી.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

ઘરડાંઓનો અનુભવ

ફિલ્મોમાં પણ પ્રોઢપ્રેમ ભાગ્યે જ દેખાય છે

ઇમેજ સ્રોત, TRAILERGRAB/JUNGLEEMUSIC

આ બાબતે ચેન્નઈમાં રહેનારા 64 વર્ષના ગોવિંદરાજનો અનુભવ કડવાશ ભરેલો રહ્યો છે.

તેઓ જણાવે છે, ''સોશિયલ મીડિયા અને ડેટિંગ સાઇટ પર ઘણી મહિલાઓ જોડાયેલી છે."

"સંબંધ જ્યારે શારીરિક સંબંધો તરફ આગળ વધે છે ત્યારે મહિલાઓ સંકોચ અનુભવતી જોવા મળે છે."

"મહિલાઓને લાગે છો કે અમે પ્રૌઢ છીએ અને એ રીતે ઘણા બોલ્ડ છીએ.''

વલ્લભ કનન જીવનની 60 વસંત જોઈ ચૂક્યા છે, લગ્નનાં 28 વર્ષ બાદ પણ તેમનું સેક્સુઅલ જીવન સંતુષ્ટ છે.

એ ડર સાથે કે પત્ની સાથે રોમાંસ કરતી વખતે ક્યાંક બાળકોની નજર એમની પર પડી ના જાય.

કારણ એ છે કે બાળકો પોતાનાં માતાપિતાને રોમાન્સ કરતા જોઈ અસહજ બની જાય છે અને ઘણી વખતે ચીસ પણ પાડી ઊઠે છે.

એક વખત વલ્લભ પોતાની પત્ની સાથે સવારે બગીચામાં ફરવા ગયા હતા. બન્નેએ એકબીજાનો હાથ પકડેલો હતો.

વલ્લભ જણાવે છે કે જાણે કે અમે કોઈ ખરાબ વર્તણૂક કરી રહ્યા હોય એમ પાર્કમાં આવતી-જતી દરેક વ્યક્તિ વળીવળીને તેમને જ જોઈ રહી હતી.

line

ઉત્તર ભારત એટલે વધારે બંધનો?

ફિલ્મ 'બધાઈ હો'નું એક દ્ર્શ્ય

ઇમેજ સ્રોત, TRAILERGRAB/JUNGLEEPICTURES

પ્રેમ પરથી જ્યારે બંધન દૂર કરવાની વાતો થાય છે ત્યારે ઉત્તર ભારત પાસે કોઈ જવાબ હોતો નથી.

ઘડપણમાં રોમાન્સના મુદ્દે ઉત્તર ભારત ઘણી બેડીઓમાં જકડાયેલું છે.

પંજાબમાં રહેનારા 65 વર્ષના સુરેન્દ્ર સેક્સ વિહોણા લગ્નમાં સંકળાયેલા છે પરંતુ એમની યૌનઇચ્છાઓ હજુ પણ યથાવત્ છે.

તેઓ મોકળા મને તો કહી શકતા નથી પણ તેઓ મોહને સહારે રહે છે.

તેઓ જ્યારે પણ બજારમાં જાય છે અને કોઈ સુંદર છોકરી એમની નજરે ચઢે છે તો તેમનું સંપૂર્ણ ધ્યાન એના પર જ કેન્દ્રીત થઈ જાય છે.

આ અનુભવોને ધ્યાનમાં રાખવામાં આવે તો એ સવાલ પણ પૂછી શકાય કે શું સમાજમાં સેકસવિહિન જીવન વ્યતિત કરતાં પ્રૌઢ દંપતિઓની સંખ્યા વધારે છે?

પણ આ સવાલ એક પ્રકારની ભ્રમણા જ છે. આની માહિતી 55 વર્ષનાં એકલવાયું જીવન ગુજારતાં માધવી કુકરેજા જેવા લોકોના કિસ્સા પરથી જાણવા મળે છે.

લાઇન
લાઇન

વધતી જતી ઉંમર માંગે છે સ્થિરતા

ફિલ્મ 'બધાઈ હો'નું એક દ્ર્શ્ય

ઇમેજ સ્રોત, TRAILERGRAB/JUNGLEEPICTURES

માધવી નિસંકોચ જણાવે છે, ''મારું સેક્સુયલ જીવન સક્રિય છે. જ્યારે તમે યુવાન હોવ છો ત્યારે તમારામાં સેક્સ બાબતે પ્રયોગો કરવાની લાલસા હોય છે."

"ત્યારે તમે થોડોક સમય સંબંધમાં રહો છો પણ ઉંમર વધવાની સાથે તમે જીવનમાં સ્થિરતા શોધવા તરફ ગતિ કરવા માંગો છો.''

માધવીનું પહેલું લાંબા ગાળાનું લિવ-ઇન રિલેશન 10 વર્ષ પહેલાં શરૂ થયું હતું. તેઓ ત્યારે 45 વર્ષનાં હતાં.

ત્યારે તેમને પોતાના જ ઘરમાં જ પ્રૌઢ પ્રેમ સાથે સંકળાયેલી કલંકની ભાવનાનો સામનો કરવો પડ્યો હતો.

માધવીની માતાએ જ એમને પૂછ્યું હતું, ''તારે આવા નવા પ્રેમસંબંધમાં પડવાની શું જરૂર છે?''

વાસ્તવમાં મૅનોપૉઝ દરમિયાન માધવીના શરીરમાં કેટલાક હૉર્મોનલ ફેરફાર થયા હતા.

આ પરિવર્તનને કારણે એમનું સેક્સ જીવન આ સમયમાં અનિયમિત બની ગયું હતું. પણ મૅનોપૉઝ બાદ એમની સેક્સુયલ લાઇફ ફરીથી પાટા પર આવી ગઈ હતી.

વધતી જતી ઉંમરની સાથે સેક્સ જીવનમાં ફેરફાર આવી શકે છે. પણ એનો અર્થ એ નથી કે પ્રૌઢાવસ્થામાં સેક્સને અલવિદા કહી દેવી જોઈએ.

જો તમારી તંદુરસ્તી અકબંધ છે, તમારું ખાન-પાન આરોગ્યપ્રદ છે અને તમે સક્રિય છો તો તમારા સેક્સ જીવનમાં કોઈ પરિવર્તન આવવું ના જોઈએ.

ઘણા લોકોને એ ખબર નથી હોતી કે સેક્સુયલ સક્રિયતાનું મહત્ત્વ ઉંમરના આ પડાવ પર ખૂબ મહત્ત્વનું બની જાય છે.

line

ઘડપણમાં સેક્સ કેવી રીતે છે ફાયદાકારક?

ફિલ્મ 'બધાઈ હો'ના એક દ્ર્શ્યમાં વાર્તાનું એક પાત્ર

ઇમેજ સ્રોત, TRAILERGRAB/JUNGLEEMUSIC

રિસર્ચમાં એ વાતને સમર્થન મળ્યું છે કે સેક્સુયલ ક્રિયા તમારા શરીરમાં ઑક્સીટોસિન અને એનડૉર્ફિન જેવા હૉર્મોન્સની વૃદ્ધિ કરે છે.

ઑક્સીટોસિન તણાવ ઘટાડવામાં મદદરૂપ બને છે. એટલું જ નહીં ઑક્સીટોસિન ઉચ્ચ રક્તચાપ અને હાર્ટ સ્ટ્રોકની સંભાવનાને પણ ઘટાડે છે.

એનડૉર્ફિન એક પ્રાકૃતિક દર્દશામક છે જે શરીરમાં ઉત્પન્ન થતા દુખાવાને ઘટાડે છે. એનડૉર્ફિન આ પ્રકારની તકલીફોમાં ફાયદાકારક છે.

એક અન્ય ખાસ વાત. કહેવાય છે કે મહિલાઓને મેનોપૉઝ બાદ પ્રેગન્સીનું જોખમ ઘટી જતું હોય છે એટલે કોઈપણ બે આધેડ ઉંમરની વ્યક્તિ ગર્ભધારણની ચિંતા કર્યા વગર જ સેક્સુયલ સુખ માણી શકે છે.

શારીરિક લાભ ઉપરાંત સેક્સ તમારી જીવન શૈલીમાં પણ એક મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. બસ જીવનમાં સુરક્ષિત અને મંજૂરી સાથે બંધાયેલા સંબંધોનો નિયમ રાખવો જોઈએ.

પછી ભલે ઉંમર 55ની હોય કે 75ની. મન બાળકનું રાખો અને સંબંધો તાજા રાખો.

(પલ્લવી એડલ્ટ એજ્યુકેટર છે. આ લેખમાં વ્યકત થયેલા વિચારો તેમનાં અંગત છે. આમાં સામેલ તથ્યો અને વિચાર બીબીસીના નથી અને બીબીસી તેની કોઈ જવાબદારી નથી લેતું.)

લાઇન
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો