શું મુસલમાનો વર્ષમાં ત્રણ ઈદ મનાવે છે? શું છે હકીકત?

ઇમેજ સ્રોત, Getty Images
ભારત સહિત દુનિયાના ઘણા બધા દેશોના મુસલમાન બુધવાર એટલે 21મી નવેમ્બરે ઈદ મિલાદ-ઉન-નબી મનાવી હતી.
ઈદ મિલાદ-ઉન-નબી નામ સાંભળતા જ મનમાં પ્રશ્ન ઊભો થાય કે આ કઈ ઈદ છે અને મુસલમાનો વર્ષમાં કેટલી ઈદ મનાવે છે?
તો એનો જવાબ છે કે ઈદનો મતલબ થાય, ખુશી. એટલે ઈદ મિલાદ-ઉન-નબીનો મતલબ છે નબીના જન્મની ખુશી.
કેટલાક લોકોનું માનવું છે કે મુસલમાન ફક્ત બે જ ઈદ મનાવે છે. ઈદ-ઉલ-ફિતર અને ઈદ-ઉલ-અઝહા.
એ લોકોનો તર્ક પણ સાચો છે કે નબી એટલે કે પયગંબર હજરત મોહમ્મદના જન્મથી ખુશી તો થાય છે પરંતુ તેમના જન્મદિવસની ઈદ સાથે તુલના કરી શકાય નહીં.

ઇમેજ સ્રોત, Getty Images
એક ત્રીજો પક્ષ પણ છે જે કહે છે કે એને જશ્ન-એ-મિલાદ-ઉન-નબી કહેવું જોઈએ.
એટલે કે હજરત મોહમ્મદના જન્મનો જશ્ન તો મનાવવો જોઈએ પરંતુ તેને ઈદ ના કહેવી જોઈએ.
પયગંબર હજરત મોહમ્મદનો (570-632) જન્મ સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં વર્ષ 570 ઈસ્વી ઇસ્લામિક વાર્ષિક કેલેન્ડરના ત્રીજા મહિના રબી-ઉલ-અવ્વલની 12મી તારીખે થયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇસ્લામિક કેલેન્ડર ચંદ્ર પર આધારિત છે એટલે ઇસ્લામિક તારીખો અને અંગ્રેજી તારીખો અલગ-અલગ હોય છે.

આ વખતે 12 રબી-ઉલ-અવ્વલ 21મી નવેમ્બરના છે, એટલે બુધવારે ઈદ મિલાદ-ઉન-નબી મનાવવામાં આવી રહી છે.
મુસલમાનોનો વિશ્વાસ છે કે અલ્લાહે અલગ-અલગ સમયે દુનિયાના દરેક ભાગોમાં પોતાના સંદેશાઓ દેવા માટે પોતાના દૂત મોકલ્યા છે.
જેમને નબી અથવા પયગંબર (પયગામ કે સંદેશ આપવાવાળો) કહેવામાં આવે છે. હજરત મોહમ્મદ અલ્લાહના મોકલેલા છેલ્લા દૂત છે.

ઈદ મિલાદ-ઉન-નબી

ઇમેજ સ્રોત, Reuters
દુનિયાભરના મુસલમાન હજરત મોહમ્મદના જન્મને પવિત્ર માને છે પરંતુ આ દિવસની ઉજવણીનાં અલગ-અલગ રૂપ છે.
સુન્ની અને શિયા મુસલમાનો વચ્ચે હજરત મોહમ્મદના જન્મદિવસની ઉજવણીને લઈને કંઈ ખાસ મતભેદો નથી.
ઈરાનમાં ઇસ્લામિક ક્રાંતિ બાદ ઇમામ ખુમૈનીએ કહ્યું હતું કે હજરત મોહમ્મદના જન્મદિવસને દુનિયાભરમાં એમના સંદેશા પહોંચાડવા માટે મનાવવો જોઈએ. એટલા માટે શિયા મુસલમાન આ દિવસેને યાદ તો કરે છે પરંતુ કોઈ ખાસ આયોજન કરતા નથી.
જોકે, સુન્ની મુસલમાનોમાં આ અંગે મતભેદો છે. સાઉદી અરેબિયામાં આ દિવસને ઈદના રૂપમાં મનાવવામાં આવતો નથી.
જોકે, તુર્કી અને બીજા ઇસ્લામિક દેશોમાં હજરત મોહમ્મદના જન્મદિવસને ખૂબ ધૂમધામથી ઊજવવામાં આવે છે.
ભારતમાં સુન્ની મુસલમાન બે ભાગોમાં વહેંચાયેલા છે. એક ભાગ પોતાને બરેલવી મુસલમાન કહે છે અને બીજો ભાગ પોતાને દેવબંદી મુસલમાન ઓળખાવે છે.

બરેલવી મુસલમાન હજરત મોહમ્મદના જન્મદિવસને ખૂબ ધામધૂમથી ઊજવે છે.
આ દિવસે બરેલવી મુસલમાન ખાસ આયોજન કરે છે. ઘણી જગ્યાએ એવા કાર્યક્રમોનું આયોજન થાય છે જેમાં ઇસ્લામ અને હજરત મોહમ્મદના જીવન વિશે લોકોને જણાવવામાં આવે છે.
હજરત મોહમ્મદના માનમાં જુલુસ કાઢવામાં આવે છે. એક-એકથી ચઢિયાતા પકવાન બને છે. ગરીબ અને અનાથને જમાડવામાં આવે છે.
પરંતુ દેવબંદી મુસલમાન આ અવસર પર કંઈ ખાસ આયોજન કરતા નથી. એમનું કહેવું છે કે ઇસ્લામમાં જન્મદિવસ મનાવવાની કોઈ પ્રથા નથી.
ભારતમાં આને મોટા પાયે ઊજવવાની કોઈ જાણકારી મળતી નથી.
જોકે, બરેલવી મુસલમાન કહે છે કે ભારતમાં મુઘલોના સમયમાં પણ હજરત મોહમ્મદના જન્મદિવસને ખૂબ ધૂમધામથી ઊજવવાનો રિવાજ હતો.

ઇમેજ સ્રોત, Getty Images
1989માં વીપી સિંહની સરકારે હજરત મોહમ્મદના જન્મદિવસ પર સરકારી રજા ઘોષિત કરી દીધી અને તેના વિશે વધારે ચર્ચા થવા લાગી. મુસલમાનોનો એક હિસ્સો પણ આને વધારે મનાવવા લાગ્યો.
એક ખાસ વાત એ છે કે મુસલમાનોના વિશ્વાસ મુજબ હજરત મોહમ્મદનું મૃત્યુ પણ આ જ દિવસે થયું હતું, એટલે આને બારા-વફાત (મોતનો દિવસ) પણ કહે છે.
જે લોકો ઈદ મિલાદ-ઉન-નબીના દિવસે ખુશી મનાવતા નથી, તેઓ એક તર્ક એ પણ આપે છે કે હજરત મોહમ્મદનું મૃત્યું પણ આ દિવસે જ એટલે કે રબી-ઉલ-અવ્વલના રોજ થયું હતું. જેથી આ દિવસે ખુશી કેવી રીતે મનાવી શકાય.
બધાના પોતપોતાના તર્ક છે. કેટલાક લોકો હજરત મોહમ્મદના જન્મદિવસે ઈદ મનાવે છે, તો કોઈ નહીં.
જોકે, એમાં કોઈ મતભેદ નથી કે વિશ્વના તમામ મુસ્લમાન બે ઈદ એટલે કે ઈદ-ઉલ-ફિતર અને ઈદ-ઉલ-અઝહા એક સાથે મનાવે છે.

ઈદ-ઉલ-ફિતર

ઇમેજ સ્રોત, Getty Images
આ સિવાય મુસલમાનો વર્ષમાં હજુ બે ઈદ મનાવે છે.
પહેલી ઈદને ઈદ-ઉલ-ફિતર કહેવામાં આવે છે. જેને ભારતમાં લોક-બોલીના ચલણમાં મીઠી ઈદ અથવા સેવઈવાળી ઈદ પણ કહે છે.
આ ઈદ દરમિયાન સેવઈ કે દૂધપાક એક ખાસ પકવાનના રૂપમાં બનાવવામાં આવે છે, એટલે એને મીઠી ઈદ પણ કહે છે.
આ ઈદ મુસલમાનોના પવિત્ર મહિના રમજાનની સમાપ્તિ પર મનાવવામાં આવે છે.
રમજાન દરમિયાન મુસલમાન આખા મહિનાના રોજા રાખે છે અને રમજાન મહિનો સમાપ્ત થવાની ખુશીમાં ઈદ મનાવવામાં આવે છે.

ઈદ-ઉઝ-ઝોહા

ઇમેજ સ્રોત, Reuters
બીજી ઈદ ઈદ-ઉલ-અઝહા કે ઈદ-ઉઝ-ઝોહા તરીકે ઓળખાય છે.
આ ઈદ ઇસ્લામિક કેલેન્ડરના છેલ્લા મહિના ઝિલહિજ્જની દસમી તારીખે મનાવવામાં આવે છે.
આ ઈદ મુસલમાનોના એક પયગંબર અને હજરત મોહમ્મદના પૂર્વજ હજરત ઇબ્રાહિમની કુરબાનીને યાદ કરવા માટે મનાવાય છે.
મુસલમાનોનો વિશ્વાસ છે કે અલ્લાહે ઇબ્રાહિમની ભક્તિની પરીક્ષા લેવા માટે પોતાની સૌથી ગમતી વસ્તુની કુરબાની માંગી હતી.
ઇબ્રાહિમે પોતાના યુવાન દીકરા ઇસ્માઇલને અલ્લાહની રાહમાં કુરબાન કરવાનો નિર્ણય કરી લીધો.

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, એ જયારે પોતાના દીકરાને કુરબાન કરવાના હતા ત્યારે અલ્લાહે એમની જગ્યાએ એક બકરીને (દુમ્બા-ઘેટાંની એક પ્રજાતિ) રાખી દીધી. અલ્લાહ માત્ર એમની પરીક્ષા લઈ રહ્યા હતા.
દુનિયાભરમાં મુસલમાન આ જ પરંપરાને યાદ કરતા ઈદ-ઉઝ-ઝોહા કે ઈદ-ઉલ-અઝહા મનાવે છે.
આ દિવસે પશુની (કુરબાનીના પશુ માટેની પણ ખાસ શરતો છે) કુરબાની આપવામાં આવે છે. જેને ભારતમાં બકરી ઈદ તરીકે ઓળખવામાં આવે છે.
આ ઈદનો સંબંધ હજથી પણ છે, જયારે દુનિયાના લાખો મુસલમાનો દર વર્ષે પવિત્ર શહેર મક્કા જાય છે. બકરાની કુરબાની હજનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












