ફેક ન્યૂઝ કોણ ફેલાવી રહ્યું છે?

ભારતમાં ફેક ન્યૂઝ એટલે કે ખોટા સમાચારો ફેલાવવા માટે ટ્વિટર હૅન્ડલ્સ, ફેસબૂક પેજીસ અને વેબસાઇટ્સનો ઉપયોગ થતો હોવાની ચર્ચા થાય છે. વાત સાચી, પણ આવી પોસ્ટ મૂકનારા અને વેબસાઇટ્સ ચલાવનારા લોકો હોય છે કોણ?

ફેક ન્યૂઝ ફેલાવવા માટે સૌથી વધારે જવાબદાર વૉટ્સઍપને માનવામાં આવે છે, કેમ કે ભારતમાં તેના સૌથી વધુ 20 કરોડથી પણ વધુ સબસ્ક્રાઇબર્સ છે.

એક અંદાજ અનુસાર, ફેક ન્યૂઝને કારણે 2018ના વર્ષમાં 24 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

ફેક ન્યૂઝ ફેલાવવા અંગેના અને તેના કારણે મૉબ લીચિંગ (ટોળા દ્વારા હત્યા) જેવા ગુનામાં દેશભરમાં કુલ 97 લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી.

આ જ બાબતમાં તપાસ કરવા માટે અમે ગ્વાલિયર પહોંચ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો