દહેજના કાયદામાં સુપ્રીમ કોર્ટે હવે શું ફેરફાર કર્યો

સુપ્રીમ કોર્ટ

ઇમેજ સ્રોત, Getty Images

દહેજ ઉત્પીડન કાનૂન (498 A) મામલે સુપ્રીમ કોર્ટે શુક્રવારના રોજ એક મહત્ત્વપૂર્ણ આદેશ આપ્યો છે.

હવે આ કાયદા અંતર્ગત મહિલાની ફરિયાદ પર તેમના પતિ અને સાસરાપક્ષની ધરપકડમાં 'પરિવાર કલ્યાણ સમિતિ'ની કોઈ ભૂમિકા નહીં રહે.

ઉલ્લેખનીય છે કે કોર્ટે ગત વર્ષે આવા મામલાઓ માટે 'પરિવાર કલ્યાણ સમિતિ' બનાવવાની માગ કરી હતી.

જોકે, હવે કોર્ટે આજે આદેશ આપ્યો છે કે આવા કોઈ મામલાઓમાં સમિતિ હસ્તક્ષેપ નહીં કરી શકે.

આ સિવાય સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય તેમના ગત વર્ષના દિશા નિર્દેશ સમાન જ છે.

તમે આ વાંચ્યું કે નહીં?

કોર્ટે પહેલાં કહ્યું હતું કે દહેજના મામલાઓમાં મહિલાના પતિ અને સાસરાપક્ષના સભ્યોની તરત ધરપકડ નહીં થાય અને તેમની પાસે આગોતરા જામીન લેવાનો વિકલ્પ પણ રહેશે.

ભારતના ચીફ જસ્ટિસ દિપક મિશ્રા, જસ્ટિસ એ. એમ. ખાનવિલ્કર અને જસ્ટિસ ડી. વાઈ. ચંદ્રચૂડની બૅન્ચે આ નિર્ણય સંભળાવ્યો હતો.

આ વર્ષે 23 એપ્રિલના રોજ કોર્ટે સુનાવણી બાદ આ મામલે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

line

શું હતો સુપ્રીમ કોર્ટનો નિર્ણય?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ગત વર્ષ 27 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટના બે જજ, જસ્ટિસ આદર્શ કુમાર ગોયલ અને જસ્ટિસ ઉદય ઉમેશ લલિતે આ મામલે સુનાવણી હાથ ધરતા મહત્ત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો હતો.

જેમાં 498-A અંતર્ગત મહિલાની ફરિયાદ આવવા પર પતિ અને સાસરાપક્ષના સભ્યોની તાત્કાલિક ધરપકડ પર રોક લગાવવામાં આવી હતી.

આ કેસમાં સૌથી મહત્ત્વપૂર્ણ નિર્ણય છે કે પોલીસ આવી કોઈ ફરિયાદ પર તાત્કાલિક ધરપકડ નહીં કરી શકે.

પ્રથમ મહિલાની ફરિયાદ સાચી છે કે નહીં તેની તપાસ થશે. ત્રણ લોકોની સમિતિ આ તપાસ કરશે અને આ સિમિતિ પોલીસની નહીં હોઈ.

આ નવી સમિતિનું નામ પરિવાર કલ્યાણ સમિતિ હશે. તેનો રિપોર્ટ ના આવે ત્યાં સુધી પોલીસ કોઈ ધરપકડ નહીં કરી શકે.

એ નિર્ણયમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ સમિતિના રિપોર્ટ પર વિશ્વાસ કરવો તપાસ અધિકારી અને મૅજિસ્ટ્રેટ માટે ફરિજીયાત નથી.

વિદેશમાં રહેતા નાગરિકોનો પાસપોર્ટ જપ્ત નહીં થઈ શકે. બહાર રહેતા લોકોને કોર્ટમાં હાજરી આપવા માટે છૂટ આપવામાં આવશે. સાથે જ આ મામલે વીડિયો કૉન્ફરન્સ મારફતે સુનાવણીમાં હાજરી આપી શકાશે.

જોકે, મહિલાઓના હક માટે બનાવવામાં આવેલા આ કાયદાને પુરુષ વિરોધી ગણાવવામાં આવી રહ્યો છે.

એટલા માટે આ મામલો કોર્ટમાં પહોંચ્યો જેથી પુરુષો વિરુદ્ધ તેનો દુરુપયોગ ન થાય.

મહિલા અધિકારો માટે કાર્ય કરનારાઓએ ગત વર્ષના નિર્ણયનો વિરોધ કરતા દલીલ કરી હતી કે આજ સુધી એ આંકડાઓ બહાર નથી આવ્યા જેમાં જાણ થાય કે કેટલા મામલાઓમાં 498-A નો દુરુપયોગ થયો હોય.

line

શું છે 498-A?

સુપ્રીમ કોર્ટ

ઇમેજ સ્રોત, Getty Images

આ કાયદો મહિલાઓ વિરુદ્ધ થતી હિંસાઓમાં મુખ્યત્ત્વે દહેજ વિરુદ્ધ બનાવાયો છે.

આ કાયદાને સામાન્ય ભાષામાં 'દહેજ માટે પરેશાન' કરવાના નામથી પણ ઓળખવામાં આવે છે.

498-A અધિનિયમ અંતર્ગત મહિલાનાં સંબંધીઓની એ બધી જ વર્તણૂકને સમાવવામાં આવી છે જેમાં પીડિત મહિલાને માનસિક અથવા શારીરિક નુકસાન પહોંચાડવા અથવા તેને આત્મહત્યા માટે પ્રેરવામાં આવે.

ગુનેગાર સાબિત થવા પર આ કાયદા અંતર્ગત પતિને વધુમાં વધુ ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો