1984ના શીખ વિરોધી તોફાનોનાં પીડિતા, “રાહુલ ગાંધી બેવકૂફ બનાવે છે”

ઇમેજ સ્રોત, AFP
- લેેખક, સિન્ધુવાસિની
- પદ, બીબીસી સંવાદદાતા
"બધું જ યાદ છે. મારા પિતાને સળગાવી દીધા હતા, કોણે કોણે સળગાવ્યા... એ બધું જ યાદ છે. કેવી રીતે અમારા ઘર અને ગુરુદ્વારા પર હુમલો કર્યો એ બધી જ મને ખબર છે."
વર્ષ 1984માં થયેલા શીખ વિરોધી તોફાનોમાં પોતાના પિતાને ખોઈ દેનારાં 50 વર્ષનાં નિરપ્રીત કૌર તેમના ભૂતકાળને યાદ કરતા કરતા રોકાઈ જાય છે.
થોડીવાર ચૂપ રહ્યાં બાદ તેઓ ફરીથી પોતાની વાત શરૂ કરતાં કહે છે, "84ની કત્લેઆમમાં મારા પિતાની હત્યા થઈ હતી. અમારા ઘરબાર અને દુકાન સળગાવી દેવાઈ હતી. એ વાત તો 'તે' બિલકુલ ખોટી કહી રહ્યા છે. એ (તોફાનો) તો કોંગ્રેસ પાર્ટીએ જ કરાવ્યાં હતાં. અમે કેવી રીતે માની લઈએ કે કોંગ્રેસ પાર્ટીના લોકો નહોતા?"
'તે' શબ્દથી નિરપ્રીતનો સંદર્ભ કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી વિશે હતો.

ઇમેજ સ્રોત, Getty Images
રાહુલ ગાંધીએ લંડન ખાતે આયોજિત ઇન્ડિયન જર્નલિસ્ટ્સ ઍસોસિયેશનના એક કાર્યક્રમમાં શીખ વિરોધી તોફાનોને એક દર્દનાક ત્રાસદાયી ઘટના સાથે સરખાવ્યાં હતાં.
તેમણે કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ સાથે હિંસા કરનાર ગુનેગારને સજા થવી જોઈએ એ બાબત સાથે તેઓ સો ટકા સહમત છે.
જોકે, તેમણે એવું પણ કહ્યું કે એ હિંસામાં કોંગ્રેસની કોઈ ભૂમિકા નહોતી.
રાહુલ ગાંધીના આ નિવેદનથી નિરપ્રીત ખૂબ જ નારાજ છે. તે કહે છે, "રાહુલ ગાંધીએ એવું કહેવું જોઈતું હતું કે હિંસાના ગુનેગારોને સજા મળશે, પછી ભલે તે ગમે તે પક્ષ સાથે જોડાયેલા હોય. રાહુલે આવ્યું કહ્યું હોત તો અમને ખુશી થાત."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

રાહુલની વાતમાં કેટલું તથ્ય?

ઇમેજ સ્રોત, RAHUL GANDHI/TWITTER
વરિષ્ઠ પત્રકાર રાશિદ કિદવઈ અનુસાર, "હુલ્લડ સમયે તમામ અસામાજિક તત્વો સક્રિય થઈ ગયા હતા અને તેમણે મોટી માત્રામાં હિંસા અને લૂંટ મચાવી હતી. આમ છતાં સરકાર ચૂપ રહી. એટલા માટે કોંગ્રેસ દોષી છે."
જોકે, કિદવઈ હુલ્લડમાં પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને 'બેનિફિટ ઑફ ડાઉટ' દેવામાં આવે છે.
તેઓ કહે છે, "મને નથી લાગતું કે રાજીવ ગાંધીની આવી કોઈ ઇચ્છા હતી. એટલા માટે જો રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીની જગ્યાએ તેમના પિતાને ક્લિન ચીટ આપે તો તે વધુ સફળ રહ્યા હોત."
કિદવઈ મુજબ, "રાહુલ ગાંધીને માત્ર એક વાતની ક્રેડિટ આપી શકાય કે તેમણે આ વિષય પર વાતચીત કરી. પરંતુ તેમણે અસંતોષપ્રદ વાત કરી તેનાથી મને સંદેહ છે."
તમે આ વાંચ્યું કે નહીં?
કિદવઈનું માનવું છે કે રાહુલ ગાંધીના આ નિવેદનથી ના તો તેમનો કોઈ ફાયદો થશે, ના તો તેમના પક્ષને.
ભાજપના પ્રવક્તા નલિન કોહલીએ કોંગ્રેસ અધ્યક્ષના આ નિવેદન પર ગંભીર પ્રતિક્રિયા આપી છે.
તેમણે બીબીસીને કહ્યું, "રાહુલ ગાંધીનું આ નિવેદન દંગા પીડિતો સાથે એક ક્રૂર મજાક છે. તેમનાં નિવેદનમાં પરિપક્વતા દેખાતી નથી. તેમની વાતથી સાફ માલૂમ થાય છે કે તેઓ તૈયારી વિના અને તથ્યોને નજરઅંદાજ કરીને બોલી રહ્યા છે."

ઇમેજ સ્રોત, Getty Images
પરંતુ શું ભાજપે રાહુલના એ વાતના વખાણ ન કરવા જોઈએ કે તેમણે વૈશ્વિક મંચ પર ગુનેગારોને સજા અપાવવાની વાત કહી?
આ સવાલનો જવાબ આપતા કોહલી કહે છે, "આ તો કાયદાની જોગવાઈ છે તેની શું સરાહના કરવી? જે પણ દોષી છે તેમની પર કાર્યવાહી થવી જોઈએ. પરંતુ તેમના પક્ષે શું કર્યું?"
નલિન કોહલી કહે છે, "આ માત્ર એક નિવેદન છે. આની પાછળ કોઈ વિચાર નથી. જો આવું હોત તો જે કોંગ્રેસ નેતાઓ પર સવાલ થયા, તેમના અંગે શા માટે એક શબ્દ ના બોલ્યા?"
બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમ પક્ષના અધ્યક્ષ રાહુલ ગાંધીના બચાવમાં ઊતરી આવ્યા.
તેમણે કહ્યું, "વર્ષ 1984માં કોંગ્રેસ સત્તામાં હતી. તે સમયે ખૂબ ભયંકર ઘટના બની હતી. તે માટે પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે સંસદમાં માફી પણ માગી હતી. એટલા માટે તમે રાહુલ ગાંધીને જવાબદાર ના ઠેરવી શકો. તે સમયે તેઓ માત્ર 13-14 વર્ષના હતા."

રાહુલ ગાંધીએ શું કહ્યું હતું?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
રાહુલ ગાંધીએ કાર્યક્રમમાં પોતાના પિતા રાજીવ ગાંધીની હત્યાનો ઉલ્લેખ કરતા કહ્યું, "હું ખુદ હિંસાનો પીડિત છું. મેં એ લોકની હત્યા થતા જોઈ છે જેઓ મારી ખૂબ નજીક હતા. મેં મારા પિતાના હત્યારા પ્રભાકરનને જોયો છે."
વર્ષ 1984માં પૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા તેમના શીખ બૉડિગાર્ડે કરી હતી. ત્યારબાદ સમગ્ર દેશમાં શીખ વિરોધી દંગા ભડક્યા હતા.
આ દંગામાં લગભગ 3 હજાર શીખોની હત્યા કરી દેવામાં આવી હતી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












