બ્લૉગ: ગર્લફ્રેન્ડની માફી કેવી રીતે માંગી શકાય?

પુણેમાં છપાયેલા હોર્ડિંગનો ફૉટોગ્રાફ

ઇમેજ સ્રોત, PRADIP LOKHANDE/BBC

    • લેેખક, દિવ્યા આર્ય
    • પદ, બીબીસી સંવાદદાતા દિલ્હી

સર્ચ ઍન્જિન ગૂગલને પૂછશો કે 'ગર્લફ્રેન્ડની માફી કેવી રીતે માંગી શકાય' તો આ પ્રશ્નના સાડા ત્રણ કરોડથી વધુ જવાબ ગૂગલ આપશે.

જેમ કે માફી માંગવા માટે સાચી નિયત રાખો, ત્યારબાદ તમારા વર્તનને સ્પષ્ટ કરો, ગર્લફ્રેન્ડની વાત સાંભળો, સમસ્યાનું સમાધાન લાવવા સમય ફાળવો, ભેટ લાવો, પત્ર લખો વગેરે વગેરે.

જ્યારે મહારાષ્ટ્રમાં રહેનારા એક યુવકએ પોતાના શહેરમાં ગર્લફ્રેન્ડની માંફી માંગવા માટે 300 હોર્ડિંગ લગાવી માંફી માંગી ત્યારે ખબર નહીં તેમણે ગૂગલના એ જવાબો વાંચ્યા હશે કે નહીં.

મહારાષ્ટ્રના પુણે પાસે પિંપરી-ચિંચવાડમાં 25 વર્ષના એક યુવકએ 'શિવદે આઇ એમ સોરી' લખીને આ હોર્ડિંગ લગાડ્યાં હતાં.

line

માફી જેના લીધે પ્રસિદ્ધિ મળી

હોર્ડિંગની તસવીર

ઇમેજ સ્રોત, PRADIP LOKHANDE/BBC

એ યુવકને એવો વિચાર કેમ અને કેવી રીતે આવ્યો કે જાહેર સ્થળો પર 'આઇ એમ સોરી' છાપવાથી તેમની વાત ગર્લફ્રેન્ડના દિલ સુધી પહોંચી જશે.

એ વિચાર કેમ ન આવ્યો કે હોર્ડિંગમાં ગર્લફ્રેન્ડનું નામ કે ઉપનામ શિવદે લખવાથી એટલે કે છોકરીની ઓળખાણ જાહેર કરવાથી તેને કોઈ સમસ્યા તો નહીં થાય?

યુવકનું કારસ્તાન જ એવું હતું કે અખબારોમાં તસવીર છપાઈ ગઈ અને જેમણે હોર્ડિંગ ન હતાં જોયાં અને જેઓ તે શહેર, રાજ્યના રહેવાસી ન હતા તેમને પણ આ વાતની જાણકારી મળી ગઈ.

હવે જે વિસ્તારમાં એ છોકરી રહે છે ત્યાંની પોલીસ યુવકની પુછપરછ કરી રહી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

એ છોકરીએ છોકરાને માફ કર્યો કે નહીં તેની આપણને ખબર નથી પરંતુ માફી માંગવાના પ્રકાર વિશે ચર્ચા ચોક્કસપણે થઈ ગઈ છે.

જાહેરમાં મંગાયેલી આ માફી ના તો પહેલી છે કે ના તો છેલ્લી છે. કેટલાક સેલિબ્રિટીઓ પણ આ પ્રકારનો રસ્તો અપનાવી ચુક્યા છે.

line
રિહાનાની તસવીર

ઇમેજ સ્રોત, GETTY IMAGES

જાણીતી ગાયિકા રિહાનાના બૉયફ્રેન્ડ ક્રિસ બ્રાઉનએ પણ જાહેરમાં માફી માંગવાનો રસ્તો અપનાવ્યો હતો.

વર્ષ 2009માં ક્રિસ બ્રાઉનએ રિહનાને ખૂબ જ મારી હતી અને ત્યાર બાદ તેના પર ઘરેલુ હિંસાનો કેસ ચાલ્યો હતો.

કેટલાક મહિનાઓ બાદ તેમણે એક વીડિયો જાહેર કરીને માફી માંગી હતી અને કહ્યું હતું કે પહેલાં પણ તેઓ માંફી માંગવા ઇચ્છતા હતા પરંતુ વકીલે કેસનો હવાલો પાડીને અટકાવી દીધો હતો.

વીડિયોમાં તેમણે કહ્યું કે રિહાના પાસે વ્યક્તિગત રીતે તેઓ અનેક વાર માફી માંગી ચુક્યા છે પરંતુ તે માન્યાં નથી.

જેથી તેઓ જાહેરમાં કહે છે કે તેઓ શરમજનક સ્થિતિમાં છે અને એક રોલ મૉડલ બનવા માંગે છે અને હવે આગળથી આ પ્રકારનું કૃત્ય નહીં કરે.

ક્રિસ બ્રાઉનને ના તો રિહાનાએ માફ કર્યા, ના કાયદાએ તેમને ઘરેલુ હિંસા માટે દોષી કરાર ઠેરવવામાં આવ્યા અને સજા પણ અપાઈ.

line

શિગ્ગી ડાન્સથી માફી

શિગ્ગીની તસવીર

ઇમેજ સ્રોત, @theshiggster/Twitter

આ જ મહિને સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ અને યુટ્યૂબ પર 'શિગ્ગી ડાન્સ'થી લાખો ફૉલોઅર્સ એકઠા કરી ચુકેલા શિગ્ગીએ પોતાની ગર્લફ્રેન્ડની જાહેરમાં માફી માંગી હતી.

એક વીડિયો પોસ્ટ કરીને શિગ્ગીએ અન્ય યુવતીઓ સાથે સબંધ રાખવા બદલ માફી માંગી હતી.

એવું કહ્યું હતું કે તેઓ પોતાની ગર્લફ્રેન્ડને નીચા દેખાડવા માંગતા હતા અને હવે તેઓ રોલ મૉડલ બનવા માંગે છે તેથી શરમ અનુભવે છે.

શિગ્ગીની આ માફી ગર્લફ્રેન્ડનું દિલ તો શું જીતતી, ઉલટાનુ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર તેમના ચાહકો જ તેમની ટીકા કરવા લાગ્યા.

અનેક ટ્વીટ થયાં જેમાં લખવામાં આવ્યુ કે શિગ્ગીની માફી સાબિત કરે છે કે તેઓ ક્યા પ્રકારના વર્તનને મર્દાનગી માને છે અને મહિલાઓને કેવી નજરે જુએ છે.

જ્યારે સેલિબ્રિટિઓ માફી માંગે છે ત્યારે તેમનો હેતુ માફી મેળવવાનો નહીં પરંતુ ચાહકોની વચ્ચે પોતાની છાપ સારી કરવાનો હોય છે પરંતુ કેટલીક વાર તેમના ચાહકો પણ તેમને ઓળખી જાય છે.

સંયુક્ત રાષ્ટ્ર, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અથવા અન્ય કોઈ પણ આંતરાષ્ટ્રીય સંસ્થાએ ગર્લફ્રેન્ડની માફી માંગવાના ઉપાયોના માપદંડો નક્કી કર્યા નથી.

line
પ્રેમી પ્રેમિકાની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

જો કોઈ વાત કરવા ન ઇચ્છે તો પણ વાત કરવાનો પ્રયાસ કરવો, બળજબરીપૂર્વક હા કહેડાવવી 'સ્ટૉકિંગ' જેવું અનુભવાય છે.

સામેની વ્યક્તિ પર એવું દબાણ પણ હોઈ શકે છે કે જો માફી ન આપી તો દુનિયાની સામે નિર્દયી સાબિત થશો.

જો આવી માફી મળી પણ જાય તો તે દિલથી આપવામાં આવેલી નહીં હોય.

પ્રેમ અને માફી જબરદસ્તી મળે નહીં. માફી માંગવાની પદ્ધતી અને પ્રકાર બન્ને સારી નિયત પર નિર્ભર કરે છે.

જો જવાબ 'હાં' હોય તો માફીને ખરેખર નિભાવાની નિયત પણ હોવી જોઈએ કારણ કે 'આઈ એમ સોરી' અંતિમ નહી પરંતુ પહેલું પગલું છે.

ત્યારબાદ એ ભૂલને ફરીથી ન થવા દેવાની નિયત માફીની સાચી પરખ છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો