ગર્લફ્રેન્ડને પ્રોપોઝ કરવા "MARRY ME" આકારે ખેતર ખેડી કાઢ્યું

ઇમેજ સ્રોત, JENNA STIMPSON
કોઈ પ્રેમી પોતાની પ્રેમિકાને લગ્ન કરવા માટે કેવી રીતે પ્રપોઝ કરે?
તમારો જવાબમાં હશે કે ઘૂંટણીયે બેસીને, કે પછી પ્રેમથી કાર્ડ આપીને અથવા કોઈ સારી રેસ્ટરન્ટમાં કેન્ડલ લાઇટ ડિનર કરાવીને.
પણ શું તમે કોઈ દિવસ વિચાર્યું છે કે કોઈ પ્રેમી પ્રેમિકા ખાતર પોતાનું ખેતર ખેડીને તેની પ્રેમિકાને લગ્ન માટે પ્રપોઝ કરી શકે?
જી હા! ઇંગ્લેન્ડના ડેવોનમાં રહેતા એક એગ્રીકલ્ચર એન્જિનિયરે તેની પ્રેમિકાને લગ્ન માટે પ્રપોઝ કરવા "MARRY ME"ના લખાણના આકારમાં ખેતર ખેડીને પ્રોપોઝ કર્યું.
૩૯ વર્ષીય ટોમ પ્લુમેં તેની પ્રેમિકા જેના સ્ટિમ્પસનના પિતાનું ખેતર પસંદ કરીને આ પ્રકારે લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો. અત્રે ઉલ્લેખનીય છે કે આ રીતે પોતાની પ્રેમિકાને લગ્ન માટે પ્રસ્તાવ મૂકતા પહેલાં ટોમે તેના સસરાને પણ આ બાબતે સહમત કર્યા હતા.

ઇમેજ સ્રોત, JENNA STIMPSTON
ટોમ અને જેના છેલ્લા ૧૦વર્ષોથી પ્રેમનાં તાંતણે બંધાયેલા છે. ટોમે આ રીતે લગ્નનું પ્રપોઝ કર્યા બાદ જેના આશ્ચર્યચકિત અને ઉત્સાહિત થઈ ગઈ હતી.
જેન્નાએ કહ્યું, '' તેમનો ફિયાન્સ આમ તો વધુ રોમેન્ટિક નથી, પરંતુ આ વખતે તેણે ખૂબ મોટું કામ કરી બતાવ્યું છે. ''
ખેતરમાં 'MARRY ME' લખ્યા પછી ટોમે જેનને બોલાવી અને તેની આંખો બંધ કરી દીધી. જેને તેની આસપાસ કેટલાક અવાજો સાંભળ્યા તો તેને લાગ્યું કે કદાચ ટોમ કોઈ નવી ગાય લઈ આવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ જ્યારે જેને આંખ ખોલી ત્યારે લગ્ન માટેનો આ રીતે નવાઈ પમાડનારો પ્રસ્તાવ જોઈને તે દંગ રહી ગઈ અને અંતે જેનાએ ટૉમનો આ પ્રસ્તાવ સ્વિકારી લીધો.












