ગુજરાત : મહિલા કેદી પર જેલમાં દુષ્કર્મની ફરિયાદ, તપાસ શરૂ

ગ્રાફિક્સ

મહિસાગર જિલ્લાના સંતરામપુરમાં એક કાચા કામની મહિલા કેદીએ તેમની સાથે સંતરામપુર સબ જેલમાં કથિત દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ દાખલ કરાવી છે.

મહિલા કેદીએ કથિતરૂપે પોલીસકર્મી દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યા હોવાની ફરિયાદ કરી છે.

સ્થાનિક સંવાદદાતા દક્ષેશ શાહે બીબીસીને જણાવ્યા અનુસાર હત્યાના કેસમાં આરોપી મહિલાને સંતરામપુર સબ જેલમાં રાખવામાં આવી હતી.

જેલ

ઇમેજ સ્રોત, DAXESH SHAH

તેમના જણાવ્યા મુજબ શુક્રવારના રોજ સંતરામપુર જેલમાં 'ઇન્ટરનૅશનલ પ્રિઝનર્સ જસ્ટિસ ડે'ની ઉજવણી રાખવામાં આવી હતી. જેમાં જ્યુડિશિયલ, સરકારી અને પોલીસ વિભાગના અધિકારીઓ હાજર હતા.

તેમણે કહ્યું, "કાર્યક્રમમાં મહિલાએ અધિકારીઓ સમક્ષ આ દુષ્કર્મ મામલે મૌખિક ફરિયાદ કરી હતી. જેને પગલે તેમને લેખિતમાં ફરિયાદ દાખલ કરાવવા કહેવામાં આવ્યું હતું."

"ત્યારબાદ સંતરામપુર પોલીસ મથકમાં આ મામલે મહિલાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે."

પોલીસ સ્ટેશન

ઇમેજ સ્રોત, DAXESH SHAH

દરમિયાન પંચમહાલ રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ (આઈજી) મનોજ શશીધરે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, "આ બનાવ મામલે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે."

"સમગ્ર બનાવને પગલે એક વિશેષ તપાસ ટીમ રચવામાં આવી છે."

આપને આ પણ વાંચવું ગમશે

આ મામલે અન્ય શું પગલાં લેવામાં આવ્યા છે અને મહિલાની કોઈ મેડિકલ તપાસ કે નિવેદન લેવામાં આવ્યું છે કે નહીં તે વિશે જણાવતા તેમણે કહ્યું, "તપાસ હાથ ધરવામાં આવી રહી છે."

"હાલ તુરંત કોઈ અટકાયત કે ધરપકડ કરવામાં આવી નથી. તપાસ ચાલુ છે."

"મહિલાના મેડિકલ પરિક્ષણની પ્રક્રિયા નિયમો અનુસાર કરવામાં આવશે."

"આ કેસમાં નિયમો મુજબ જરૂરી તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે."

ગ્રાફિક્સ

ઇમેજ સ્રોત, Thinkstock

સ્થાનિક સંવાદદાતા દક્ષેશ શાહે વધુમાં જણાવ્યું, "સબ જેલમાં યોજાયેલા કાર્યક્રમમાં ડિસ્ટ્રીક્ટ જજ એચ. બી. રાવળ, મહિસાગર જિલ્લા પોલીસવડા ઉષા રાડા, ડિસ્ટ્રીક્ટ લીગલ સોસાયટીના કાર્યકારી જજ જસ્ટિસ એસ. એમ. ક્રિસ્ટી અને પ્રિન્સિપાલ સીવિલ જજ કે. એ. અંજારીયા હાજર હતા."

line

કયા કેસમાં મહિલા કેદી જેલમાં છે?

આ મામલે દક્ષેશ શાહે કહ્યું, "કેટલાક મહિનાઓ પહેલાં સંતરામપુર સરકારી વસાહતમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો."

"આ વ્યક્તિની હત્યાના આરોપસર મહિલા છેલ્લા કેટલાક મહિનાથી જેલમાં છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો