શાહરુખ ખાનની દીકરી સુહાનાની તસવીર મૅગેઝિનમાં પ્રકાશિત થવા અંગે વિવાદ કેમ?

ઇમેજ સ્રોત, CONDE NAST
ફૅશન અને લાઇફસ્ટાઇલ મૅગેઝિન 'વોગ'એ ભારતીય એડિશનના કવર પેજ પર શાહરુખ ખાનની દીકરી સુહાના ખાનની તસવીર પ્રકાશિત કરી છે, જેની સોશિયલ મીડિયા પર તેની ટીકા થઈ રહી છે.
ઘણાં લોકોએ લખ્યું છે કે સુહાના ખાન આ માટે કાબેલ નથી, કારણ કે અહીં સુધી પહોંચવા માટે તેમણે કંઈ કર્યું નથી.
'વોગ' મૅગેઝિનના કવર પેજ પર સામાન્ય રીતે ટૉપ મૉડલ્સ, અભિનેત્રીઓ અને પ્રસિદ્ધ લોકોની તસવીર પ્રકાશિત થતી હોય છે.
મૅગેઝિન સાથેની વાતચીતમાં સુહાનાએ પોતાને 'વિદ્યાર્થી, થિયેટર પ્રેમી અને ભવિષ્યની સ્ટાર' ગણાવી હતી.
તમે આ વાંચ્યું કે નહીં?
આ ફૅશન શૂટની સ્ટાઇલ વોગ ઇન્ડિયાની ફૅશન ડાયરેક્ટર અનાઇતા શ્રૉફ અડાજણિયાએ તૈયાર કરી છે, જે શાહરુખ ખાનની મિત્ર છે.
આ લેખમાં Instagram દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Instagram કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
Instagram કન્ટેન્ટ પૂર્ણ, 1
આ સુહાનાનું પહેલું ફોટોશૂટ અને ઇન્ટર્વ્યૂ છે.
મૅગેઝિને પોતાના ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પર પણ આ કવર પેજ શેર કર્યું છે, જેને બે દિવસમાં 37 હજારથી વધારે લાઇક મળ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

'સ્વીકારવા યોગ્ય નથી'
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
આ અંગે નારાજગી વ્યક્ત કરતા લોકોમાં કામ માટે સ્ટ્રગલ કરતી અભિનેત્રીઓ પણ સામેલ છે. તેમણે પોતાના અનુભવો પણ શેર કર્યા છે.
શ્રુતિ ટંડને લખ્યું છે, "આ એક એવી ચીજ છે જે વાસ્તવમાં ન હોવી જોઈએ, પણ છે. એ છે પરિવારવાદ.
આટલા ઍક્ટર છે આમ છતાં સેલિબ્રિટીનાં બાળકો કે જેમની એક પણ ફિલ્મ રિલીઝ નથી થઈ, તે વોગ ઇન્ડિયાના કવર પેજ પર છે. જે સ્વીકાર્ય નથી."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
અભિનેતા ભૂમિકા છેડાએ લખ્યું, "હું સંઘર્ષ કરતી એક અભિનેત્રી છું અને હું તેમને જણાવું છું કે સુહાના ખાનની તસવીર વોગ ઇન્ડિયાના કવર પેજ પર પ્રકાશિત થવાથી હું અને અન્ય લોકો કેમ ગુસ્સામાં છીએ."
"હું ડીડી-1નો એક શો, ત્રણ ડિજિટલ જાહેરાતો અને કેટલાક એપિસોડ્સમાં કામ કરી ચૂકી છું. સુહાનાએ જ્યારે વોગ ઇન્ડિયાની ઓફિસમાં પગ મૂક્યો તો કોઈએ ન કહ્યું કે તમે આ માટે યોગ્ય નથી."

વોગનો આભાર : શાહરુખ
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
સુહાનાએ આ ઇન્ટર્વ્યૂમાં પોતાના અંગે નકારાત્મક વાતોનો જવાબ પણ આપ્યો છે.
તેમણે કહ્યું, "હું પોતાને કહું છું કે તિરસ્કાર કરનારા તિરસ્કાર જ કરશે, પણ હું ઇમાનદારીથી એવું કહી શકું તેમ નથી કે આ વાતોની મારા પર કોઈ અસર થતી નથી."
સુહાનાએ કહ્યું, "તેનાથી પરેશાન થવાય છે, પણ હું પોતાને કહ્યાં કરું છું કે બીજા લોકોની સમસ્યા આથી પણ મોટી છે."
વોગ બ્યૂટી અવૉર્ડ્સમાં શાહરુખ ખાને જાતે આ કવર લૉન્ચ કર્યું.
આ પ્રસંગે શાહરુખે કહ્યું, "મારી માટે સ્થિતિ સારી રહી હતી, પણ બાળકો તો બાળકો જ હોય છે અને આજની બદલાતી દુનિયામાં તેમને થોડી સવલત આપવાની જરૂર પડે છે."
"પોતાના પર વિશ્વાસ અને પોતાની કિંમત સમજાવવા માટે ઘણી વખત પોતાના મિત્રોની મદદ પણ જરૂરી હોય છે. એ માટે હું વોગનો આભાર માનું છું કે તેમણે મારી દીકરીને કવર પેજ પર સ્થાન આપ્યું."
શાહરુખે એવું પણ કહ્યું કે, હું આશા રાખું છું કે એવી માન્યતા નહીં રખાય કે સુહાનાને આ તક એટલે મળી કેમ કે તે શાહરુખની દીકરી છે.
મૅગેઝિન સાથે વાત કરતા શાહરુખે એવું પણ કહ્યું કે તેઓ પોતાના બાળકોને તેમનું લક્ષ્ય હાંસલ કરવા માટે જાતે પ્રયત્ન કરતા જોવા માગે છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
શાહરુખે કહ્યું, "અમારા કેટલાક મિત્રો છે, જે અમારા બાળકોને પોતાના બાળકો જ ગણે છે. તેઓ સુહાનાને લૉન્ચ કરવા તૈયાર છે, પણ હું એમને કહું છું કે તેમને સ્ટાર તરીકે રજૂ કરવા ન જોઈએ.
"હું ઇચ્છું છું કે તેમને ત્યારે લૉન્ચ કરાય જ્યારે તેઓ યોગ્ય ઍક્ટર બની જાય."
ઇન્ટર્વ્યૂમાં સુહાનાએ કહ્યું કે તેઓ અભિનેત્રી બનતાં પહેલાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરવા માગે છે.
તેમણે જણાવ્યું કે વોગના કવર પેજ પર તસવીર પ્રકાશિત થઈ તે પહેલાં તેમના માતાપિતાએ તેમને સારી રીતે વિચાર કરવા કહ્યું હતું.
તેમણે કહ્યું, "જ્યારે મારા માતાપિતા આ પ્રસ્તાવ લઈને આવ્યા, ત્યારે હું ખૂબ જ ઉત્સાહિત હતી અને તરત જ હા કહેવા માગતી હતી, પણ તેઓ ઇચ્છતા હતા કે હું પુનઃવિચાર કરું, કારણ કે આ એક સાર્વજનિક બાબત હતી."
"તેઓ ઇચ્છતા હતા કે હું એમાંથી આત્મવિશ્વાસ ગુમાવવાના બદલે આત્મવિશ્વાસ મેળવી શકું."

સુહાના ભવિષ્યની સ્ટાર?
આ લેખમાં Instagram દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Instagram કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
Instagram કન્ટેન્ટ પૂર્ણ, 2
આ કવર પેજની આલોચનાઓ વચ્ચે કેટલાક લોકો સુહાનાના પક્ષે પણ આવ્યા છે.
સુહાનાનું ફોટોશૂટ કરનાર ફોટોગ્રાફરે કહ્યું કે તેઓ માને છે કે સુહાના બહુ આગળ જશે.
તેમણે કહ્યું, "કૅમેરા સામે તે કેટલી સહજ છે, એ દેખાડીને તેમણે બધાને આશ્ચર્યમાં મૂકી દીધા.
આ પ્રકારનું કૌશલ્ય બહુ ઓછું જોવા મળે છે. લોકો ભલે ગમે તે વિચારે, આ પ્રકારના શૂટ માટે કૌશલ્યની જરૂર હોય છે. આ છોકરીનું ભાવિ ઊજળું છે."
બીબીસીએ અમેરિકન કંપની કૉન્ડે નાસ્ટ પાસે પણ આ અંગે પ્રતિક્રિયા માગી છે. આ કંપની જ વોગ ઇન્ડિયા છાપે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો