આખરે ક્યારે બદલાશે લગ્નની આવી જાહેરાતો

ઇમેજ સ્રોત, AFP
- લેેખક, વંદના
- પદ, બીબીસી ટીવી એડિટર (ભારતીય ભાષાઓ)
આ વાત એ સમયની છે જ્યારે સ્કૂલ હોય કે કૉલેજ કમ્પ્યૂટર મુશ્કેલીથી મળતાં હતાં.
એકવાર મળ્યું તો યોગાનુયોગે હું બીબીસીની વેબસાઇટના એ પેજ પર પહોચી ગઈ
જ્યાં 1998માં ભારતમાં બીબીસીના સંવાદદાતા માઇક વુલરિઝએ ભારતમાં લગ્ન વિષયક જાહેરાતો વિશે કંઈક લખ્યું હતું.
એ આર્ટિકલ મુજબ છોકરાએ લગ્નની જાહેરાતમાં કંઈક આવી રીતે પોતાનાં વખાણ કર્યાં હતાં.
"કુંવારો અને વર્જિન્ છોકરો, ઉમર 39 વર્ષ પરંતુ દેખાવમાં ખરેખર 30નો જ દેખાવ છું.”
“180 સેન્ટિમીટર કદ, ગોરો, ખૂબ જ દેખાવડો, શાકાહારી, દારૂ અને સિગરેટ ન પીવા વાળો, અમેરિકા જઈ આવ્યો છું.”
"અંદાજ છે કે જલદી જ પ્રખ્યાત થઈ જઈશ. સાઉથ દિલ્લીમાં એક મોટો બંગલો પણ છે."

ઇમેજ સ્રોત, facebook
એને થનારી વધૂ પાસેથી એવી અપેક્ષા હતી સ્લિમ, ખૂબ જ સુંદર છોકરી અને તેની ઉંમર 30થી ઓછી હોવી જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ 20 વર્ષ જૂની જાહેરાત છે પરંતુ કેટલીક લગ્નવિષયક જાહેરાતોની ભાષા આજે પણ એટલી જ જૂનવાણી છે જેટલી 20-25 વર્ષ પહેલાં હતી.
ગત સપ્તાહે બેંગલુરુમાં લગ્નો કરાવનારી સંસ્થાએ આવી જ એક જાહેરાત બહાર પાડી હતી.
જેમાં લગ્ન કરવાની ઇચ્છા ધરાવતા એવા યુવક-યુવતીઓને બોલાવવામાં આવ્યાં હતાં જે જીવનમાં ખૂબ જ 'સફળ' છે.
છોકરીઓ માટે સફળતાનુ માપદંડ સુંદરતા હતું. વિરોધ બાદ આના માટે માફી માંગવામાં આવી હતી.

સુંદર-સુશીલ-સ્લિમ-ઘરેલું,-કમાઉ

ઇમેજ સ્રોત, MYSONIKUDI.COM
વાતચીતનો દોર શરૂ થાય તે પહેલાં એક ખુલાસો મને લગ્ન વિષયક જાહેરાત એટલે કે લગ્ન માટે અખબારોમાં છપાતી જાહેરાતોથી ચીડ છે.
સ્પષ્ટ કહું તો મને લગ્નની જાહેરાતોથી નહીં પરંતુ એ લાઇનોથી ચીડ છે જેમાં લગ્ન લાયક છોકરીઓનાં ગુણોનું વિવરણ કરાયેલું હોય છે.
તમે આ વાંચ્યું કે નહીં?
એટલે કે છોકરી સુંદર-સુશીલ-સ્લિમ-ઘરેલું-કમાઉ (ખબર નહી બીજુ પણ કેટલું) હોવી જોઈએ.
પાછલાં 20 વર્ષોમાં લગ્નની જાહેરાતોમાં બદલાવ જરૂર આવ્યો છે.
હવે ફક્ત અખબારોમાં જ નહી પરંતુ મા-બાપ વેબસાઇટો પર પણ જાહેરાત આપવા લાગ્યા છે અને તેમાં છોકરા-છોકરીની તસવીરો પણ હોય છે.
છોકરીઓને સુંદર, સુશીલ, સ્લિમથી હજુ સુધી છુટકારો મળ્યો નથી જ્યારે પહેલાંથી ઉલટું આજકાલના જમાનાના છોકરા અને છોકરી બન્ને પાસેથી કમાઉ હોવાની અપેક્ષા રાખવામાં આવે છે.
એક લગ્ન વિષયક વેબસાઇટની તો ટેગલાઇન જ આવી છે "પરફેક્ટ મેઇડ ટૂ ઑર્ડર દુલ્હનની તમારી શોધ હવે અહીં સમાપ્ત થઈ દુલ્હન જે તમારી દરેક કસોટી પર ખરી ઊતરશે."


ઇમેજ સ્રોત, MYSONIKUDI.COM
જાણે કે દુલ્હન નહી પરંતુ કોઈ ફૅશનેબલ ડિઝાઇનર ઢીંગલી હોય જેને ગ્રાહકોની જરૂરિયાત મુજબ તૈયાર કરવામાં આવતી હોય.
એટલું જ નહી વેબસાઇટમાં દુલ્હનોની કૅટેગરી પણ છે ઘરેલું, આજ્ઞાકારી, બચત-ફૉકસ્ડ, લો-મેનટેનન્સ, એનઆરઆઇ રેડી, 5-સ્ટારના રીતરિવાજ વાળી વગેરે વગેરે.
આ જાહેરાત આપનારા અન્ય કોઈ નહી પરંતુ તમારા મારા જાણીતા, સગાંવહાલાં હોય છે.

લગ્નનો ખરો અર્થ શું છે?

ઇમેજ સ્રોત, MYSONIKUDI.COM
ઑક્સફર્ડ ડિક્શનરી મુજબ મેરેજ એટલે કે લગ્નની પરિભાષા છે.
ભાગીદારીના ભાગરૂપે બે એવા લોકોનું મિલન જે કાનૂની અથવા તો ઔપચારિક રીતે માન્યતા પ્રાપ્ત હોય.
પરંતુ આ લગ્ન વિષયક જાહેરાતોની ભાષા જોઈએ તો એના આધારે થયેલાં લગ્નો માન્યતા પ્રાપ્ત તો થઈ જાય છે પરંતુ શું આ પ્રકારનાં લગ્નોમાં બે વ્યક્તિની સમાન ભાગીદારીનો દરજ્જો મળતો દેખાય છે?
આવા કિસ્સામાં લગ્ન પહેલાં જ સંબંધોની શરૂઆત અસમાનતાથી થતી દેખાય છે કારણ કે છોકરી અને છોકરાને લગ્ન પહેલાં જ જાહેરાતોમાં એકદમ અલગ-અલગ ત્રાજવે તોળવામાં આવે છે.


ઇમેજ સ્રોત, INDHUJA PILLAI
કદાચ આ પ્રકારની જાહેરાતો પર પોતાનો વિરોધ નોંધાવવા માટે વર્ષ 2015માં 24 વર્ષની ઇંદુજા પિલ્લઈએ પોતાના માતાપિતા દ્વ્રારા છપાયેલી જાહેરાત વિરુદ્ધ પોતાની જાહેરાત છપાવી નાંખી હતી.
ઇંદુજાનુ કહેવું હતું કે તેમને આ વાતથી કોઈ આપત્તિ ન હતી કે તેમના માતાપિતાએ તેમના માટે લગ્ન વિષયક જાહેરાત છપાવી.
તેમને એ વાત પર આપત્તિ હતી કે જાહેરાતમાં જે ઇંદુજા હતી તેનાથી હકીકતે તે ઘણી જ જુદી હતી.
પોતાના માટે લખેલી જાહેરાતમાં ઇંદુજાએ લખ્યું હતું "હું કોઈ સોફ્ટવેર એન્જિનિયર નથી, હું ચશ્માં પહેરું છું અને તે પહેરીને થોડી વધુ અનફૅશનેબલ દેખાવ છું.”
“મને ટીવી જોવાનું પસંદ નથી, હું ક્યારેય મારા વાળ લાંબા નહીં કરું, હું હંમેશાં માટે સાથ નિભાવનારા લોકોમાની છું.”

સોશિયલ મીડિયા પર શરૂ થઈ શોધ

ઇમેજ સ્રોત, FACEBOOK/JYOTHI.FASHIONDESIGNER
કદાચ આવી જાળથી બચવા માટે 20 વર્ષની જ્યોતિએ પણ કેટલાક મહિના પહેલાં સીધા ફેસબુક પર જ પોતાનો સંદેશ મૂક્યો.
"હું અવિવાહિત છું. મારા મિત્રો કોઈ સારી વ્યક્તિને ઓળખતા હોય તો મારી જાણ કરે. મારી કોઈ માંગ નથી.”
“જાતિ અને કુંડળી મારા માટે મહત્ત્વ ધરાવતી નથી. મારા માતાપિતા જીવિત નથી. મે ફૅશન ડિઝાઇનિંગમાં બીએસસી કર્યુ છે મારી ઉમર 28 વર્ષ છે."
એપ્રિલમાં જયોતિની આ પોસ્ટ ઇન્ટરનેટ પર વાઇરલ થઈ ગઈ હતી. જેને 6100 લોકોએ શેર કરી હતી જ્યારે આશરે 5000 લોકોએ લાઇક કરી હતી.
જ્યારે હું જ્યોતિને શોધતી શોધતી ફેસબુકમાં પહોંચી તો જોયું કે લગભગ એક મહિના પહેલાં તેમણે પોતાના લગ્નની પોસ્ટ શેર કરી છે.
ગત વર્ષે આવું જ કઈક 34 વર્ષની રજનીશ મંજેરીએ કર્યુ હતું.
જોકે, બારીકાઈથી જોવામાં આવે તો અખબારો અને વેબસાઇટોમાં છપાતી લગ્નની જાહેરાતોની ભાષા સમાજની એ માનસિકતાનું જ પ્રતિબિંબ છે જે આજે પણ રૂઢિવાદની ચુંગાલથી આઝાદ થઈ શક્યો નથી.
મને યાદ છે જ્યારે રવિવારે શાળામા રજા હોય અને ઘરે અખબારોનો ઢગલો રહેતો.
આગળ પાછળનાં પાનાં વાંચ્યા બાદ નજર સીધી જ લગ્ન વિષયક જાહેરાતોનાં પેજ પર જ જતી હતી.
વાંચીને ઘણું જ વિચિત્ર લાગતું હતું કે આ લોકોને વધૂ જોઈએ છે કે બ્યૂટી ક્વીન?
મોટાભાગે આ પ્રકારની જાહેરાતોમાં એવું લખાયેલું વાંચવા મળતું કે એક એવી છોકરીની શોધ છે જે ઘરેલું હોય, જેને રસોઈ આવડતી હોય અને દેખાવમાં સુંદર હોય.
જયારે છોકરા માટે ફક્ત તે કઈ જ્ઞાતિનો છે, સરકારી નોકરી કરે છે, અને દારૂ નથી પીતો અથવા તો માંસાહાર નથી કરતો એટલું જ વિવરણ હોય.


હું આવી જાહેરાતોની કાપલીઓ મારી કાળી સ્ક્રેપબૂકમાં સાચવીને રાખવા લાગી હતી કે ક્યારેક જોઈશ તેમાં કેટલો બદલાવ આવે છે.
આજે પણ એ કાપલીઓ મારા ઘરે માળિયામાં અથવા તો કબાટની ઉપર જૂનાં પુસ્તકોના ભાર નીચે દબાયેલી પડી હશે
જૂની થઈ ગયેલી લગ્નની જાહેરાતોની એ કાપલીઓ પર ધૂળની વરખ ચડી ગઈ હશે.
પરંતુ એ કાપલીઓની ધૂળ સાફ કરીને આજે પણ કોઈ અખબારમાં ચોંટાડી દેવામાં આવે અથવા તો છપાવી દેવામાં આવે તો તમે નહી માનો પરંતુ બહુ ખાસ ફરક પડશે નહીં.
હા છોકરાઓ માટે સરકારી નોકરીની જગ્યાએ એમએનસીની નોકરી લખવું પડે અને મહિનાનો પગાર ચાર આંકડાના સ્થાને પાંચ આંકડાનો હોય.
છોકરીઓનું તો એજ સુંદર-સુશીલ-ઘરેલું શરૂ છે વિશ્વાસ ન આવે તો આ રવિવારે લગ્ન વિષયક જાહેરાતનું પેજ કાઢીને ચેક કરી લેજો.
હા આજકાલના યુવાનો માટે ટિંડર અને બબલ ઍપ્સ છે પરંતુ એના પર ફરી ક્યારેક ચર્ચા કરીશું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












