કેન્દ્ર-કેજરી ટક્કર: આપના કાર્યકર્તાઓની રેલીને રોકાઈ, પાંચ મેટ્રો સ્ટેશન બંધ

આમ આદમીની રેલી

ઇમેજ સ્રોત, Twitter/@AamAadmiParty

ઇમેજ કૅપ્શન, આપના કાર્યકર્તાઓની દિલ્હીમાં રેલી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપરાજ્યપાલ અનિલ બૈજલની વચ્ચેની ટક્કર હવે ઑફિસથી નીકળી રસ્તા પર આવી ગઈ છે.

બંને વચ્ચે ચાલી રહેલું ઘર્ષણ હજી પણ ઘટવાનું નામ લેતું નથી.

ઉપરાજ્યપાલ અને આઈએએસની હડતાલ મામલે દિલ્હીમાં સત્તાધારી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન સુધી રેલી કાઢી છે.

હાલ આ રેલીને દિલ્હીના સંસદ માર્ગ પર રોકી દેવામાં આવી છે.

જોકે, રવિવારે દિલ્હીના આઈએએસ અસોસિએશને એક પત્રકાર પરિષદ કરીને હડતાલની વાતથી ઇન્કાર કર્યો છે.

આઈએએસ અસોસિયેશનને કહ્યું કે કોઈ પ્રકારની હડતાલ નથી. અસોસિયેશનનું કહેવું છે કે દિલ્હીમાં પરિસ્થિતિ સામાન્ય નથી.

કેજરીવાલે ટ્વીટ કરીને વડા પ્રધાન પર નિશાન તાકતા કહ્યું કે અમે લોકતંત્રની તલાશમાં સડકો પર આવી ગયા છીએ.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

હાલ આપના સેંકડો કાર્યકર્તાઓ વડા પ્રધાનના નિવાસસ્થાન તરફ રેલી કરી રહ્યા છે.

આ તમામની વચ્ચે દિલ્હી પોલીસે વિરોધ પ્રદર્શનને જોતાં પાંચ મેટ્રો સ્ટેશન બંધ કરવાની સૂચના આપી છે.

દિલ્હીના મંડી હાઉસ પર આપના કાર્યકર્તાઓ અને નેતાઓ જમા થયા છે.

દિલ્હી પોલીસે કહ્યું છે કે આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શનની મંજૂરી લીધી નથી. જેથી ઘણા રસ્તાઓ બંધ રહેશે.

વિરોધ પ્રદર્શનને જોતાં લોકકલ્યાણ માર્ગ, કેન્દ્રીય સચિવાલય, પટેલ ચોક, ઉદ્યોગ ભવન અને જનપથ મેટ્રો સ્ટેશન બંધ કરવામાં આવ્યાં છે.

લગભગ એક અઠવાડિયાથી અરવિંદ કેજરીવાલ અને તેમના મંત્રીઓ ઉપરાજ્યપાલના ઘરે ધરણાં પર બેઠા છે.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

કેજરીવાલના આ ધરણાંને અન્ય ચાર મુખ્યમંત્રીઓનો પણ સાથ મળ્યો છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામી, કેરળના મુખ્યમંત્રી પિનરઈ વિજયન અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કેજરીવાલને સમર્થન આપ્યું છે.

આ ચારેય મુખ્યમંત્રીઓએ કહ્યું હતું કે કેન્દ્રએ રાજનીતિથી ઉપર ઊઠીને આ બંધારણીય સંકટનો તાત્કાલિક ઉકેલ લાવવો જોઈએ.

રવિવારે મમતા બેનરજીએ કહ્યું કે તેમણે વડા પ્રધાન અને ગૃહ પ્રધાન સામે નીતિ આયોગની બેઠક દરમિયાન દિલ્હીનો મુદ્દો ઉઠાવ્યો હતો.

મમતાએ કહ્યું હતું કે કેન્દ્ર સાથેના આ ટકરાવથી દિલ્હીની જનતાને સમસ્યા થઈ રહી છે.

જોકે, મમતા બેનરજીએ કહ્યું કે વડા પ્રધાન અને ગૃહ પ્રધાને કોઈ જવાબ આપ્યો ન હતો.

બીજી તરફ દિલ્હીના ભાજપે કહ્યું કે કેજરીવાલે ચૂંટણીઓમાં જે વચનો આપ્યાં હતાં તેને પૂરાં કરવામાં નિષ્ફળ ગયા છે. જેથી રાજનીતિ કરી રહ્યા છે.

line

શું છે સમગ્ર મામલો?

દિલ્હી સરકારનો આરોપ છે કે અધિકારીઓ કામ કરી રહ્યા નથી. અરવિંદ કેજરીવાલના કહેવા મુજબ આઈએસ અધિકારીઓ હડતાલ પર છે. જેના કારણે દિલ્હીની અનેક યોજનાઓ રોકાઈ ગઈ છે.

તેમણે ઉપરાજ્યપાલ અનિલ બૈજલ અને વડા પ્રધાન મોદી પાસે માગ કરી છે કે અધિકારીઓની હડતાલને પૂરી કરાવવામાં આવે અને તેમને કામ પર પરત આવવા માટે આદેશ આપવામાં આવે.

તેમણે આ મામલે મોદીને બે ચિઠ્ઠીઓ પણ લખી છે. જેમાં એ કામ ગણાવવામાં આવ્યાં છે જેના પર હડતાલને કારણે અસર થઈ હોય.

આ સાથે જ અરવિંદ કેજરીવાલે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માગ પણ કરી છે.

તેમની એ પણ ફરિયાદ છે કે દિલ્હી સરકારની મહત્ત્વાકાંક્ષી યોજના 'ડોર સ્ટેપ ડિલિવરી'ને પણ અધિકારીઓએ રોકી રાખી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો