અરવિંદ કેજરીવાલની કાર દિલ્હી સચિવાલયની બહારથી ચોરી થઈ છે

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની કાર દિલ્હી સચિવાલયની બહાર ચોરી થઈ છે.
સમાચાર એજન્સી પીટીઆઈએ દિલ્હી પોલીસના હવાલેથી આ સમાચારને સમર્થન આપ્યું છે.
2015ની વિધાનસભાની ચૂંટણીઓ સુધી, કેજરીવાલ આ વેગન-આર કારનો ઉપયોગ કરતા હતા. હાલના દિવસોમાં આમ આદમી પાર્ટીના એક કાર્યકર તેનો ઉપયોગ કરતા હતા.
આ નાની વાદળી કાર જે સામાન્ય વ્યક્તિની અરવિંદ કેજરીવાલની છબી સાથે મેળ ખાતી હતી.
તમને આ વાંચવું પણ ગમશે
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ કાર દિલ્હી સચિવાલયની બહાર ઊભી હતી. કોઈએ બપોરે એક વાગ્યે આ કારની ઉઠાંતરી કરી હોવાની સંભાવના છે.
જાન્યુઆરી 2013માં કુંદન શર્મા નામના એક સોફ્ટવેર એન્જિનિયરે અરવિંદ કેજરીવાલને આ કાર ભેટ આપી હતી.

કારની વાત

ઇમેજ સ્રોત, AFP/Getty Images
વર્ષ 2013 માં દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર રચાયા પછી, આ કાર પણ રાજકીય ચર્ચાઓનો ભાગ બની ગઈ હતી.
સરકાર ચલાવવામાં 'આમ આદમી' નો ટેકો, પારદર્શિતા અને ભ્રષ્ટાચાર વિરોધી વલણના વચનને તેમની અગાઉની ચૂંટણીમાં સારો ટેકો મળ્યો છે અને કોંગ્રેસની મદદથી અરવિંદ કેજરીવાલ મુખ્ય મંત્રી બન્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તે સમય દરમિયાન કેજરીવાલએ 'મુખ્યમંત્રી' તરીકેના શપથ લઇને દિલ્હી રાજ્યના શાસનની ધુરાઓ સાંભળી હતી, ત્યારે તેમની પાસે આ એક કાર પણ હતી.
શપથ લેવા માટે કેજરીવાલ આ કારમાં જ ગયા હતા. કેજરીવાલ સચિવાલય પણ એ જ કારમાં ગયા હતા.

કાર સંબંધિત રસપ્રદ વિગતો

ઇમેજ સ્રોત, PRAKASH SINGH/AFP/Gety Images
આમ આદમી પાર્ટીના સમર્થક કુંદન શર્મા દ્વારા પાર્ટીને આ કારનું દાન આપવામાં આવ્યું હતું. કુંદન ત્યારે લંડનમાં સોફ્ટવેર એન્જિનિયર હતા. કુંદન શર્મા ઇન્ડિયા અગેઈન્સ્ટ કરપશન સાથે સંકળાયેલા હતા અને આ કાર તેમની પત્ની શ્રદ્ધા શર્માના નામે હતી. નિર્ભયા કેસ પર પક્ષના વલણથી પ્રભાવિત થઇને તેમણે પક્ષ નેતા દિલિપ પાંડેને ઇમેઇલ લખીને કારનું દાન આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
આ કારનો નંબર DL 9CG 9769 છે અને કારની રજિસ્ટ્રેશનની તારીખ 5 ઓગસ્ટ, 2005 હતી એટલે કે આ કાર 12 વર્ષ જૂની છે.
કુંદને લેખિતમાં રસીદ મેળવ્યા બાદ આ કારનું દાન કર્યું હતું. પરંતુ તે ત્યારે જાણતા ન હતા કે આ કારનો ઉપયોગ કેજરીવાલ પોતે જ કરશે.
જ્યારે આ કાર એક સમાચાર ચેનલ પર દેખાઇ અને ચેનલનો કેમેરો નજીક જતા આગળ એક ટિંગાયેલુ પેન્ડન્ટ પર કુંદનના છ વર્ષના પુત્રની નજર પડતા તેણે આ કારને ઓળખી કાઢી અને ત્યારબાદ કુંદનને ખબર પડી કે કેજરીવાલ તેમની કારનો ઉપયોગ કરી રહ્યા છે.
રેલ ભવન પર આદરેલા ધરણા પછી કેજરીવાલની આ કાર વધુ ચર્ચામાં આવી હતી. 20 જાન્યુઆરી, 2014 ના રોજ અધિકારીઓ અને દિલ્હી પોલીસ તરફથી સહયોગ ન મળતા કેજરીવાલ અહિંસક ધારણાઓ કરવા આ ગાડીમાં જ બેસીને ગયા હતા. પરંતુ અડધા રસ્તે તેમને રોકી દેવામાં આવતા કેજરીવાલ ત્યાંજ ધરણા પર બેસી ગયા હતા. રાત વીતી ગઈ અને દિલ્હીનો મુખ્યમંત્રી રસ્તા પર જ વાદળી રંગની રજાઈ ઓઢીને સુઈ ગયો હતો. આ તસવીરો બીજા દિવસે અખબારોના પેહલા પાને છાપવામાં આવી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












