મહિલા પોલીસ અધિકારીએ અનાથ બાળકને પોલીસસ્ટેશનમાં કેમ સ્તનપાન કરાવ્યું?

અર્ચના.
ઇમેજ કૅપ્શન, અર્ચના.

કર્ણાટકની રાજધાની બેંગલૉરમાં એક મહિલા પોલીસ કર્મચારીનું દિલ ત્યારે દ્રવી ઉઠ્યું જ્યારે તેમની સામે એક અનાથ બાળકને લાવવામાં આવ્યું. એમણે તરત જ તેને પોતાના સહકર્મચારી પાસેથી લઈ લીધું અને તેને સ્તનપાન કરાવ્યું હતું.

પોલીસનું કહેવું છે કે આ બાળકને એક કન્સ્ટ્રકશન સાઇટ પર છોડી દેવામાં આવ્યું હતું.

જ્યારે તેને પોલીસસ્ટેશન લાવવામાં આવ્યું ત્યારે તે ખૂબ રડી રહ્યું હતું.

અર્ચના બેંગલૉરમાં સૉફ્ટવેર પાવરહાઉસ પાસે આવેલા ઇલેક્ટ્રોનિક્સ સિટી પોલીસસ્ટેશનમાં કૉન્સટેબલ છે.

તે પાંચ વર્ષથી પોલીસ સેવામાં કાર્યરત છે.આ જ પોલીસસ્ટેશનમાં બાળકને લાવવામાં આવ્યું હતું.

line

જાતને રોકી ના શકી

બાળકને દૂધ પીવડાવવા અંગે અર્ચના જણાવે છે કે, ''બાળકને રડતું મારાથી જોઈ શકાયું નહીં. મારો જીવ ખૂબ બળ્યો. મને એવું લાગ્યું કે જાણે મારું જ બાળક રડી રહ્યું છે.''

''તમે એક નવજાત શિશુને બૉટલ વડે કઈ રીતે દૂધ પીવડાવી શકો.''

તમે આ વાંચ્યું કે નહીં?

32 વર્ષની અર્ચના જણાવે છે કે તેમને પોતાને પણ એક નવ મહિનાનું બાળક છે.

આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર નાગેશ આ બાળકને પોલીસસ્ટેશનમાં લઈને આવ્યા હતા.

નાગેશ આ મામવે જણાવ્યું કે, ''બાળકને સ્થાનિક હોસ્પિટલમાં લઈ ગયા બાદ પોલીસસ્ટેશન લાવવામાં આવ્યું હતું.''

પોલીસ કંટ્રોલરૂમને ફોન કરીને એક સ્થાનિક દુકાનદારે જણાવ્યું હતું કે એક બાળકને કન્સ્ટ્રકશન સાઇટ પર છોડી દેવામાં આવ્યું છે.

દુકાનદારને આ માહિતી એક કચરો વીણવાવાળાએ આપી હતી.

line

શું છે બાળકનું નામ?

નાગેશે જણાવ્યું કે ,'' બાળક ખૂબ ખરાબ હાલતમાં હતું. હું બાળકને સ્થાનિક હોસ્પિટલમાં લઈ ગયો જ્યાં અમારી પાસેથી એક પણ પૈસો લેવામાં આવ્યો નહતો."

"ઘણી મોટી ભીડ મારી પાછળ પાછળ ચાલી રહી હતી એમણે આ બાળકને સરકારી બાળક એવું નામ આપી દીધું હતું.''

''ભીડમાંથી કોઈએ કહ્યું પણ કે આ સરકારી બાળક છે અને કર્ણાટકમાં નવી સરકાર બની રહી છે તો આ બાળકનું નામ કુમારસ્વામી રાખી દેવું જોઈએ.''

કર્ણાટકનાં નવા મુખ્યમંત્રીનું નામ પણ કુમારસ્વામી છે.

line

પહેલાં પણ મળ્યું હતું એક બાળક

પોલીસ કમિશ્નર ડૉ.એસ બોરાલિંગાએ જણાવ્યું કે, ''એણે આવું કર્યું એ ખૂબ સારી વાત છે.આપણા સમાજમાં બાળકને ભગવાનનું રૂપ ગણવામાં આવે છે.''

અર્ચના એ વાતથી ખૂબ ખુશ છે કે એમના પતિને પણ આ વાત ગમી છે અને તેમણે કહ્યું કે,'' તે ખૂબ સુંદર કામ કર્યું છે.''

આ નવજાત શિશુને તરત જ શિશુ વિહાર(બાલગૃહ)માં મોકલી આપવામાં આવ્યું છે. આ મુદ્દે અજાણ્યા વ્યક્તિ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો