આખરે 'હીરો નંબર વન' ગોવિંદા ક્યાં ગયા?

ઇમેજ સ્રોત, UGC/FACEBOOK
- લેેખક, વંદના
- પદ, બીબીસી ટીવી એડિટર (ભારતીય ભાષાઓ)
અભિનેતા ગોવિંદાના ગીત 'મય સે ન મીના સે ન સાકી સે...' પર ડાન્સ કરતા ભોપાલના પ્રોફેસરનો વીડિયો વાઇરલ થતા તેઓ પ્રખ્યાત બની ગયા છે.
46 વર્ષના ઇલેક્ટ્રોનિક્સના પ્રોફેસર સંજીવ શ્રીવાસ્તવ વ્યક્તિગત જીવનમાં પણ ગોવિંદાના ફેન છે.
એવામાં મારા મનમાં વિચાર આવ્યો કે એક સમયે હીરો નંબર વન રહેલા ગોવિંદા આખરે ક્યાં ગયા?
ગોવિંદાનું જે ગીત વાઇરલ થયું છે તે વર્ષ 1987માં આવેલી ફિલ્મ 'ખુદગર્ઝ'નું છે.
રાકેશ રોશન પહેલીવાર આ ફિલ્મમાં નિર્દેશન કરી રહ્યાં હતાં અને નવાં-નવાં આવેલા ગોવિંદા માટે પણ આ મહત્ત્વની ફિલ્મ હતી.
તેમની ફિલ્મ 'લવ 86' એક વર્ષ પહેલાં જ હીટ થઈ હતી અને ગોવિંદા પણ બોલીવૂડમાં પોતાનો પગ જમાવવા મહેનત કરી રહ્યા હતા.

ફિલ્મને મળી સફળતા

ઇમેજ સ્રોત, KHUDGARZ MOVIE
ફિલ્મના આ હિટ ગીતને યાદ કરતા ગોવિંદાએ બીબીસીને આપેલા ઇન્ટર્વ્યૂમાં એક કિસ્સો સંભળાવ્યો હતો.
તેમણે કહ્યું, "હું મારા ભત્રીજાને લઈને વૈષ્ણો દેવી ગયો હતો. ઉપર ચઢતી વખતે તેને મારા માથા પર બેસાડ્યો હતો. ત્યારબાદ મારા પગ સૂજી ગયા હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે આ વાંચ્યું કે નહીં?
"ફિલ્મનું શૂટિંગ એક દિવસ માટે ટાળવું પડ્યું હતું. પરંતુ એ પછીના દિવસે અમે શૂટિંગ કર્યું અને માત્ર છ કલાકમાં મેં અને નીલમે આ ગીત શૂટ કર્યું જે ખૂબ જ લોકપ્રિય થયું."
"મેં અને નીલમે ઘણાં સ્ટેજ શૉમાં આ ગીત પર પરફોર્મ કર્યું. મેં આ ગીત માત્ર રાકેશ રોશનના સન્માનને ખાતર શૂટ કર્યું હતું."
ફિલ્મ 'ખુદગર્ઝ' હિંદીમાં હિટ થઈ અને બીજી ભાષાઓમાં પણ તેની રીમેક બની. તમિલમાં ખુદ રજનીકાંતે તેમાં કામ કર્યું, તેલુગૂમાં વેંકટેશે અને ઉડિયામાં મિથુને કામ કર્યું.

ગોવિંદાનો પરિવાર

ઇમેજ સ્રોત, HERONUMBER1.GOVINDA/FACEBOOK
વાત ગોવિંદાની થઈ રહી છે તો તેઓ એક જમાનાના એક્ટર અરુણ કુમાર અહૂજા અને નિર્મલા દેવીનું સંતાન છે.
અરુણ કુમારે 40ના દાયકામાં લગભગ 30-40 ફિલ્મોમાં કામ કર્યું હતું.
મહેબૂબ ખાને પોતાની ફિલ્મ 'ઔરત'માં તેમને તક આપી હતી જે ફિલ્મ બાદમાં મહેબૂબ ખાને 'મધર ઇન્ડિયા'ના નામથી ફરી બનાવી.
તેમનાં માતા નિર્મલા દેવી બનારસના રહેવાસી અને ઉમદા શાસ્ત્રીય ગાયિકા હતાં. તેઓ ઠુમરી ગાયન માટે જાણીતાં હતાં અને ઘણી ફિલ્મોમાં તેમણે ગીતો પણ ગાયાં છે.
પરંતુ એક ફિલ્મમાં જબરદસ્ત નુકસાનને પગલે ગોવિંદાના પિતાને પોતાનો બંગલો છોડી મુંબઈના વિરારમાં આવીને રહેવું પડ્યું. અહીંથી જ તેમને વિરારના છોકરાની ઉપાધિ મળી.

'તન-બદન'થી મળ્યો બ્રેક

ઇમેજ સ્રોત, TAN-BADAN MOVIE
ગોવિંદા કોમર્સમાં ગ્રેજ્યુએટ હતા અને નોકરી માટે ઘણી જગ્યાએ ગયા હતા. હોટલ તાજમાંથી તો તેમને રિજૅક્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ ગોવિંદાની કિસ્મતમાં તો હીરો બનવાનું લખ્યું હતું.
80ના દાયકામાં તેમને એલવિન નામની એક કંપનીની જાહેરાત મળી ત્યારબાદ 'તન-બદન' ફિલ્મમાં અભિનેતા બનવાની તક મળી. તેમની સામે અભિનેત્રી હતી દક્ષિણની ખૂશ્બુ.
ફિલ્મ 'લવ 86'થી તેમને સફળતા મળવાનું શરૂ થયું અને 90નો દાયકો આવતા-આવતા તેઓ ઇન્ડસ્ટ્રીમાં છવાઈ ગયા.
90ના દાયકામાં ત્રણ ખાનને બૉક્સ ઑફિસ પર જો કોઈએ ટક્કર આપી હોય તો તે ગોવિંદા હતા.

કૉમિક ટાઇમિંગ

ઇમેજ સ્રોત, HERONUMBER1.GOVINDA/FACEBOOK
એક સમયે હતો કે એક વર્ષમાં ગોવિંદાની 7-8 ફિલ્મો રિલીઝ થતી હતી અને પૈસા પણ કમાતી હતી.
તેમનું ગજબનું કૉમિક ટાઇમિંગ, ડાયલૉગ અને પંચ લાઇન જે તેમના માટે જ લખવામાં આવતી હતી. તેમના રંગબેરંગી કપડાં, કમાલનો ડાન્સ આ બધું બૉક્સ ઑફિસ પર આગ લગાવવા માટે પૂરતું હતું.
ના તો તેઓ આમિર ખાનની જેમ ચોકલેટી હીરો હતા, ના સલમાન જેવી બૉડી હતી, ના તો શાહરુખ જેવી રોમેન્ટિક ઇમેજ અને ના તો અક્ષય કુમાર જેવી એક્શન.
આમ છતાં ગોવિંદાની પોતાની અલગ સ્ટાઇલ હતી અથવા તો એવું કહો કે ત્યારે તેમનો સમય સારો હતો.
તેમનું કૉમિક ટાઇમિંગ એવું હતું કે જ્યારે વર્ષ 1998માં ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં' આવી તો ઘણાં લોકોને એવું લાગ્યું કે તેમણે અમિતાભ બચ્ચનને પણ પછાડી દીધા છે.

સફળ ફિલ્મોનો સમય

ઇમેજ સ્રોત, BADE MIYAN CHOTE MIYAN MOVIE
90ના દાયકામાં ડબલ મિનિંગના ગીતો કરવાનો તેમના પર આરોપ લાગ્યો હતો.
પરંતુ ગોવિંદ પોતાના ડાયલૉગ માટે પણ જાણીતા હતા- 'દુનિયા મેરા ઘર હૈ, બસ સ્ટેન્ડ મેરા અડ્ડા, જબ મન કરે આ જાના, રાજૂ મેરા નામ હૈ ઔર પ્યાર સે મુજે બુલાતે હૈ કુલી નંબર વન.'
'હીરો નંબર વન', 'હસીના માન જાયેંગી', 'દિવાના મસ્તાના', 'કુલી નંબર વન', 'સાજન ચલે સસુરાલ', 'હદ કરદી આપને', 'શોલા ઔર શબનમ' આ બધી 90ના દાયકાની હિટ ફિલ્મો હતી.

નિર્દેશકો કલાકો સુધી રાહ જોતા

ઇમેજ સ્રોત, GOVINDA/FACEBOOK
વ્યક્તિગત જીવનની વાત કરવામાં આવે તો ગોવિંદાએ કારકિર્દીની શરૂઆતમાં જ સુનિતા સાથે લવ મેરેજ કરી લીધા હતા.
પરંતુ એક વર્ષ સુધી તેમણે લગ્ન છુપાવી રાખ્યા કારણ કે તેમને લાગતું હતું કે તેમની લોકપ્રિયતા પર અસર પડી શકે છે. પરંતુ એવું કંઈ ના થયું.
શૂટિંગના સેટ પર પોતાની મોડા પડવાની આદત માટે પણ ગોવિંદા જાણીતા હતા જેને લીધે નિર્દેશકોએ કલાકો સુધી રાહ જોવી પડતી હતી.
'પાન સિંહ તોમર' બનાવનાર તિગ્માંશુ ધુલિયા ફિલ્મના શૂટિંગ માટે લંડન પહોંચ્યા હતા. તેમની સાથે મુલાકાત થઈ તો તેમણે જણાવ્યું કે તેઓ ગોવિંદાના મોટા ફેન છે.
ગોવિંદા એકમાત્ર સ્ટાર છે જેમની સાથે કામ કરવા માટે તે તેમની આગળપાછળ ફર્યા હતા.

રાજનીતિમાં કારકિર્દી

ઇમેજ સ્રોત, HERONUMBER1.GOVINDA/FACEBOOK
ગોવિંદા ધીરેધીરે સામાન્ય લોકોના હીરો બનવા લાગ્યા હતા. પરંતુ તેમની આ ખાસિયત તેમની કમજોરી બની ગઈ.
ડેવિડ ધવન અને પહેલાજ નિહલાની જેવા નિર્દેશકોનો સાથ તેમને મળ્યો, પરંતુ યશ ચોપડા, કરણ જોહર, સુભાષ ઘાઈ જેવા નિર્દેશકો સાથે તેઓ કામ ન કરી શક્યા.
વર્ષ 2000 બાદ જ્યારે શાહરુખ, આમિર, સલમાન અને ઋતિકના સિતારાઓ બુંલદ થવા લાગ્યા તો ગોવિંદા પોતાને સમય પ્રમાણે બદલી ના શક્યા અને પાછળ રહી ગયા.
વર્ષ 2004માં રાજકારણમાં નસીબ અજમાવ્યું પરંતુ વર્ષ 2008 આવતા એ પણ છોડી દીધું.
મણિરત્નમની રાવણ જેવી ફિલ્મ પણ તેમની કારકિર્દી બનાવવામાં અસફળ રહી.

ગોવિંદાના ગીતો પર નાચતાં લોકો
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
થોડાં લોકોનું માનવું છે કે ગોવિંદા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ‘અંડરરેટેડ એક્ટર' છે જેમની ખાસિયતોનો ઉપયોગ પૂરી રીતે નથી થયો. તો અમુક લોકનું માનવું છે કે ગોવિંદા સીમિત અભિનેતા છે.
છેલ્લાં 10 વર્ષમાં તેમની ઘણી ફિલ્મો આવી અને ગાયબ પણ થઈ ગઈ.
ગયા વર્ષે તેમની ફિલ્મ 'આ ગયા હીરો' આવી હતી, જેમાં તેઓ પોતાના જૂના અંદાજ નજીક પણ જોવા મળ્યા ન હતા.
આવતા મહિને તેમની ફિલ્મ 'ફ્રાયડે' આવી રહી છે. સાંભળ્યું છે કે પહેલાજ નિહલાનીએ તેમને વિજય માલ્યાના રોલ માટે 'રંગીલા રાજા'માં સાઇન કર્યા છે.
આજે પણ પાર્ટીઓમાં તેમના ગીતો પર લોકો નાચતા જોવા મળે છે. 'અખિયોં સે ગોલી મારે' હોય કે 'ચલો ઇશ્ક લડાયે'.
ભોપાલના પ્રોફેસરનો વાઇરલ વીડિયો આ વાતનું ઉત્તમ ઉદાહરણ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












