You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કર્ણાટક ખેંચતાણ: શનિવારે સાંજે ચાર વાગ્યે વિશ્વાસમત લેવા સુપ્રીમનો આદેશ
રાજકીય ખેંચતાણ વચ્ચે કર્ણાટકમાં ભાજપના નેતા બી.એસ. યેદિયુરપ્પાએ ત્રીજી વખત મુખ્યમંત્રી તરીકે સપથ ગ્રહણ કર્યા છે. ત્યારે કર્ણાટકમાં યેદિયુરપ્પાના સરકાર ગઠન વિરુદ્ધ કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીની આજે સુનાવણી હાથ ધરવામાં આવી.
જેમાં સુપ્રીમ કોર્ટે શનિવારે સાંજે ચાર કલાકે વિશ્વાસનો મત હાંસલ કરવા આદેશ આપ્યો હતો.
શુક્રવારે જસ્ટિસ એ. કે. સિકરી, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ શરદ અરવિંદ બોબડેની બેન્ચે સુનાવણી હાથ ધરી હતી.
ભાજપે માગ કરી હતી કે વધુ સમયની માગ કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે આ દલીલ ગ્રાહ્યા રાખી ન હતી.
સુપ્રીમ કોર્ટે કોઈ નીતિવિષયક નિર્ણય ન લેવા યેદિયુરપ્પાને નિર્દેશ આપ્યા હતા.
ઉપરાંત નવા ચૂંટાયેલા ધારાસભ્યોને પૂરતી સુરક્ષા આપવા કર્ણાટક ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસને આદેશ આપ્યા હતા.
આ પહેલાં બુધવાર મોડી રાતથી ગુરૂવાર વહેલી સવાર સુધી ચાલેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ભાજપના યેદિયુરપ્પાની શપથવિધિ લેવા પર સ્ટે લગાવવાનો ઇન્કાર કર્યો હતો.
મહત્ત્વપૂર્ણ છે કે કર્ણાટકના રાજ્યપાલ તરફથી યેદિયુરપ્પાને સરકાર બનાવવાનું આમંત્રણ મળતા કોંગ્રેસ અને જેડીએસે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરિસ્થિતિની ગંભીરતાને જોતા સુપ્રીમ કોર્ટના ત્રણ જજોની બે્ચે ગુરૂવારે વહેલી સવારે 1.45 વાગ્યે સુનાવણી હાથ ધરી હતી.
જેમાં યેદિયુરપ્પાના મુખ્યમંત્રી પદના શપથ લેવા પર સ્ટે લગાવવાનો ઇન્કાર કરી દીધો હતો.
તમે આ વાંચ્યું કે નહીં?
સુપ્રીમમાં શું થયું હતું?
કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન દાવો કર્યો હતો કે જેડીએસે રાજ્યપાલને સરકાર બનાવવા માટે મળવાનો સમય માગ્યો હતો અને 115 ધારાસભ્યોના સમર્થન સાથેનો પત્ર પણ આપ્યો હતો પણ તેમને આમંત્રણ ન આપીને ભાજપને સરકાર બનાવવાનું આમંત્રણ આપવામાં આવ્યું.
કોંગ્રેસનો આરોપ છે કે ભાજપને સરકાર બનાવવા માટે બહુમતીના આંકડા સાથેનો કોઈ જ પત્ર રાજ્યપાલને આપ્યો નથી અને જો કોઈ પત્ર આપ્યો હોય તો તેઓ દેખાડે.
જેને પગલે યેદિયુરપ્પા દ્વારા સરકાર બનાવવા માટે રાજ્યપાલને સોંપાયેલો પત્ર સુપ્રીમે કોર્ટે રજૂ કરવા જણાવ્યું હતું.
કોર્ટમાં અભિષેક મનુ સંઘવીએ કોંગ્રેસનો પક્ષ રાખ્યો, જ્યારે ભાજપના બે ધારાસભ્યો વતી પૂર્વ ઍટર્ની જનરલ મુકુલ રોહતગી હાજર રહ્યા હતા.
સુપ્રીમ પાસે ક્યા વિકલ્પ?
અત્યંત ગૂંચવાયેલા આ મામલે સુપ્રીમ કોર્ટ પાસે અન્ય કયા વિકલ્પો હોઈ શકે?
સુપ્રીમ કોર્ટે ભાજપ પાસે એ પત્રોની માગ કરી છે કે જે તેણે રાજ્યપાલને મોકલ્યા હતા.
કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીની માગ છે કે ભાજપ સમર્થન આપનારા ધારાસભ્યોના નામ જણાવે.
જ્યાં સુધી નામ રજૂ કરવાની વાત છે ત્યાં સુધી એ મુશ્કેલ જણાઈ રહ્યું છે આવા કોઈ પણ નામ કોર્ટમાં જણાવવામાં આવે.
એમ તો રાજ્યપાલ પણ આર્ટિકલ 163 અંતર્ગત નામોની યાદી રજૂ કરવાનો ઇન્કાર કરી શકે છે.
વળી, સુપ્રીમ કોર્ટ પણ આ મામલે રાજ્યપાલને યાદી રજૂ કરવા માટે દબાણ કરી શકે નહીં.
હવે રસપ્રદ બાબત એ બની રહે છે કે જો આવી કોઈ યાદી કોર્ટમાં રજૂ કરવામાં ના આવે તો સુપ્રીમ કયું પગલુ ભરી શકે?
કર્ણાટકનું રાજકીય કોકડું
પરિણામનો દિવસ કર્ણાટક માટે હાઈ પ્રોફાઇલ ઘટનાનો દિવસ બની રહ્યો હતો.
કોંગ્રેસ અને જેડીએસે હાથ મિલાવીને રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કર્યા બાદ સત્તાનું કોકડું ગૂંચવાયું હતું.
ભાજપ પાસે 104 બેઠકો હતી, પરંતુ તે સરકાર બનાવવા માટે પૂરતી ન હતી. તેથી દિવસભર એકબીજા પક્ષે ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગના આક્ષેપો કર્યા હતા.
જોકે, ભાજપ અને કોંગ્રેસ-જેડીએસના ગઠબંધનના દાવા બાદ રાજ્યપાલ વજુભાઈ વાળા પર સૌની નજર હતી કે તેઓ કોને સરકાર રચવાનું આમંત્રણ આપે છે.
આખરે રાત્રે રાજ્યપાલે સૌથી વધારે બેઠકો ધરાવતા ભાજપને આમંત્રણ આપતાં યેદિયુરપ્પાનો મુખ્ય મંત્રી બનવાનો માર્ગ મોકળો થયો હતો.
જોકે, એ સાથે જ બંને તરફથી એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર શરૂ થઈ ગયો હતો.
આ પહેલા રાજ્યમાં ભાજપ મોટા પક્ષ તરીકે તો ઊભરી આવ્યો, પરંતુ સ્પષ્ટ બહુમતી મેળવી નહોતો શક્યો.
કર્ણાટકમાં 222 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપને 104 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસને 78 અને જનતા દળ સેક્યુલરને 37 બેઠકો મળી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો