કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનું આવું કવરેજ બીજે ક્યાં?

કર્ણાટકમાં ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. અને રાજ્ય આખું ચૂંટણીના રંગે રગાઈ ગયું છે.

કર્ણાટકમાં ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને રાજ્ય આખું ચૂંટણીના રંગે રગાઈ ગયું છે.

ઢોસા અને ફિલ્ટર કૉફીની ચૂસ્કીઓ સાથે 12 અને 15મેએ યોજાઈ રહેલી ચૂંટણીમાં કોંગ્રેસ બાજી મારશે કે ભાજપનો વિજય થશે, એ ચર્ચાઓ ચાલી રહી છે.

ત્યારે BBC News Pop Upની બેંગલુરુમાં પહોંચી ગઈ છે, એ જાણવા માટે કે બીબીસીએ રાજ્યના લોકો માટે કેવી સ્ટોરી કરવી જોઈએ?

કારણ કે કર્ણાટકના યુવાનોની સમસ્યા જાણવા માટેનો આ જ અવસર છે.

સામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે કે ધંધાદારીઓ અને સંપાદકીય એજન્ડાના હિસાબે ચૂંટણીનું કવરેજ નક્કી થતું હોય છે, પણ બીબીસીમાં આવું નથી થતું.

અમે અમારા વાંચકો અને દર્શકોને પૂછતા હોઈએ છીએ કે તેઓ કયા મુદ્દા કવર કરાવવા માગે છે.

અને એટલે જ, આ વખતે અમારો ભાર કર્ણાટકના યુવાનો સમક્ષ તેમના મુદ્દા જાણવાનો છે.

બેંગલુરુને ભલે ભારતનું 'સિલિકોન વૅલી' માનવામાં આવતું હોય, પણ સામાન્ય રીતે શહેરની પાણી, ગંદકી, ટ્રાફિક, પ્રદૂષણ, ખરાબ રસ્તા જેવી સમસ્યાઓ પર ભાગ્યે જ કોઈનું ધ્યાન જતું હોય છે.

1 કરોડ 10 લાખ લોકોની વસતી ધરાવતા આ શહેરના યુવાનો શું ઇચ્છે છે?

ઓળખનું રાજકારણ, તમિલનાડુ સાથે પાણીનો વિવાદ, કાયદો અને વ્યવસ્થા, ભ્રષ્ટાચાર, ખેતી સંબંધિત સમસ્યા.

આ મુદ્દાઓ એવા છે કે જે ચૂંટણીની દશા અને દિશા બદલી નાખવા સક્ષમ છે.

ભાજપ અને કોંગ્રેસ, એમ બન્ને પક્ષો રાજ્યના લાખો યુવાનોને આકર્ષવાના પ્રયાસો કરી રહ્યા છે પણ હજુ એ કહેવું મુશ્કેલ છે કે યુવાનો કઈ તરફ જશે?

કર્ણાટકના યુવાનોના મગજમાં શું ચાલી રહ્યું છે?

એ જાણવા માટે આજે એટલે કે 13 એપ્રિલે અમારી સાથે જોડાવ, 'હમિંગટ્રી બાર' માં 6થી 8 વાગ્યા સુધી, ઇંદિરાનગર ખાતે. અને અમારી સાથે શૅર કરો તમારા આઇડિયાઝ્.

તમારા આઇડિયાઝ પર બનેલી સ્ટોરીઝને બીબીબી પર જોવાની આ જ તો તક છે.

તમે #BBCNewsPopUp અને #KarnatakaElections2018 દ્વારા ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર અમારી સાથે જોડાઈ શકો છો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો