You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'સેક્સની ચર્ચા ભારતની સંસદ શા માટે ક્યારેય નથી કરતી?'
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એન.સી.પી.)ના નેતા ડી.પી. ત્રિપાઠીએ રાજ્યસભામાંથી તેમની નિવૃત્તિ વખતે આપેલા ભાષણમાં તેમની પાંચ દાયકા લાંબી રાજકીય કારકિર્દીના કેટલાક અનુભવોની વાત કરી હતી.
સમાજમાં નેતાઓનું મહત્ત્વ, તેમની જવાબદારી, તેમની સફળતા અને નિષ્ફળતા પર ભાર મૂકતા તેમણે લોકશાહીમાં સત્યના મહત્ત્વ વિશે પણ વાત કરી હતી.
સંસદીય સત્રના છેલ્લાં છ વર્ષમાં મહિલા સંબંધી મુદ્દાઓ વિશે ગંભીર ચર્ચાના અભાવ બાબતે તેમને દુઃખ વ્યક્ત કર્યું હતું.
કામસૂત્રના દેશમાં સેક્સની ચર્ચા કેમ નહીં?
રાજ્યસભાને સંબોધન કરતાં તેમણે સવાલ કયો હતો કે મહિલાઓને સંસદમાં બોલવા માટે વધુ સમય શા માટે આપવામાં આવતો નથી?
ભાષણ દરમિયાન તેમણે અન્ય બાબતોનો ઉલ્લેખ પણ કર્યો હતો.
તેમને આ સમયગાળા દરમિયાન ન ચર્ચાયેલા મુદ્દાઓમાં ન્યાયતંત્ર, મીડિયા વગેરેની વાત પણ કરી હતી.
તેમણે સવાલ કર્યો હતો, "જે દેશમાં કામસૂત્ર લખવામાં આવ્યું હતું.”
"જે દેશમાં વાત્સયનને ઋષિનો દરજ્જો આપવામાં આવ્યો છે તેમજ અજંતા-ઈલોરા અને ખજુરાહોના દેશમાં સંસદે ક્યારેય સેક્સ વિશે વિગતવાર ચર્ચા નથી કરી.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"આવી ચર્ચા કરતા આપણે શા માટે ડરીએ છીએ?"
મહાત્મા ગાંધી અને ડૉ. રામ મનોહર લોહિયાનો સંદર્ભ આપીને, ડી.પી. ત્રિપાઠીએ આ અંગે તેમના વિચારનો વિસ્તાર કર્યો હતો.
તમને આ વાંચવું પણ ગમશે:
તેમના જણાવ્યા અનુસાર, બન્ને નેતાઓએ સેક્સ અથવા લૈંગિક સંબંધોની ચર્ચા વ્યક્તિગત રીતે કરી હતી.
ત્રિપાઠીએ ખાસ કરીને ડૉ. રામ મનોહર લોહિયાના સંદર્ભમાં તેમના વિચારો મહિલાઓના અધિકારો સાથે કઈ રીતે જોડાયેલા છે, એ વિશે પણ વાત કરી હતી.
સંસદ આ બાબતે ચર્ચા કરતાં શા માટે ડરે છે એવું આશ્ચર્ય તેમણે વ્યક્ત કર્યું હતું.
તેમને કહ્યું, "આ મહત્ત્વની બાબત છે."
સંસદમાં વિપક્ષનો અવાજ મહત્ત્વપૂર્ણ
પોતાની કારકિર્દીને યાદ કરતાં તેમણે જણાવ્યું હતું કે તેઓ કેટલાક રાજકીય નેતાઓનો સ્નેહ પામ્યા હતા.
તેમણે કહ્યું, "લોકશાહી માનવીય સંબંધોના આધારે ચાલે છે. લોકશાહીમાં અને ખાસ કરીને સંસદમાં વિપક્ષનો અવાજ ઘણું મહત્ત્વ ધરાવે છે."
અંતે એક સંસ્કૃત શ્લોકનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, "જે દરેક ક્ષણે નવીનતા પ્રાપ્ત કરે છે તે જ સૌંદર્ય છે. રાજ્યસભાને દર બે વર્ષે આ નવીનતા પ્રાપ્ત થાય છે."
તેમણે ભવિષ્યમાં આવનારા તમામ સભ્યોને તેમની શુભેચ્છા પાઠવી. દેશની સેવા કરવાની પોતાની પ્રતિબદ્ધતાનો તેમણે પુનરોચ્ચાર કર્યો હતો.
તેઓ માને છે કે મહિલાઓને નેતૃત્વ સોંપવું એ દરેક રાજકીય પક્ષની અગ્રતા હોવું જોઈએ.
કોણ છે ડી.પી. ત્રિપાઠી?
ડૉ. ડી.પી. ત્રિપાઠીનો જન્મ ઉત્તર પ્રદેશમાં આવેલ સુલતાનપુર જિલ્લામાં થયો હતો.
વિદ્યાર્થીકાળમાં ત્રિપાઠી જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી સ્ટુડેન્ટ્સ યુનિયનના પ્રમુખ હતા.
ત્રિપાઠીએ 'પ્રરૂપ' (કાવ્ય સંગ્રહ), 'જવાહર શતકમ' (સંસ્કૃત કાવ્યસંગ્રહ), 'ઇન્ડિયન ઇકૉનોમી', 'ઇન્ડિયા-ચાઇના ફયૂચર પર્સપેક્ટિવ્ઝ' વગેરે પુસ્તકો લખ્યાં છે.
ત્રિપાઠીએ ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી રાજીવ ગાંધી સાથે રાજકીય વિશ્લેષક અને આયોજનકાર તરીકે કામ કર્યું હતું.
જ્યારે શરદ પવારને તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે મતભેદ થયા, ત્યારે ત્રિપાઠીએ પણ કોંગ્રેસ પાર્ટી છોડી હતી.
પવાર સાથે મળીને તેમણે 1999માં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કરી હતી, તેઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એન.સી.પી.)ના સચિવ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો