સુંદર વૉશિંગટન: શ્રીલંકાની સીરિઝ બાદ ભારતને મળેલો નવો સ્ટાર?

ઇમેજ સ્રોત, AFP
ભારતે કોલમ્બોમાં બાંગ્લાદેશને ચાર વિકેટથી હરાવીને ટી-20 મેચોની નિદહાસ ટ્રૉફી જીતી લીધી છે. દિનેશ કાર્તિક આ જીતના હીરો રહ્યા હતા, જેમણે છેલ્લા બૉલે છગ્ગો મારી ભારતને જીત અપાવી.
પરંતુ ચેમ્પિયન બનેલી ટીમ ઇન્ડિયા માટે આ ટૂર્નામેન્ટમાં વધુ એક ખેલાડીએ પોતાની પ્રતિભાનો પરચો આપ્યો.
18 વર્ષના યુવા વૉશિંગટન સુંદરને ટૂર્નામેન્ટનાં 'સર્વશ્રેષ્ઠ ખેલાડી' ઘોષિત કરવામાં આવ્યા છે.
તમિલનાડુના સુંદરે નિદહાસમાં આઠ વિકેટ લેનારા ભારતના સૌથી યુવા આંતરરાષ્ટ્રીય ક્રિકેટર બન્યા છે.
ભારતે 14 માર્ચના રોજ બાંગ્લાદેશની વિરુદ્ધ જ આ ટૂર્નામેન્ટની છેલ્લી ગ્રૂપ મેચ રમી હતી, ત્યારે તેમણે વૉશિંગટન સુંદરે ત્રણ વિકેટ ઝડપી હતી.
તમને આ પણ વાંચવું ગમશે
તેઓ 18 વર્ષની ઉંમરે જ ત્રણ વિકેટ ઝડપનારા પહેલા ભારતીય બૉલર બન્યા હતા.
તેમની પહેલા આ રેકોર્ડ ઑફ સ્પિનર અક્ષર પટેલના નામે હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અક્ષર પટેલે 21 વર્ષની ઉંમરમાં 2015માં ઝિમ્બાબ્વે વિરુદ્ધ મેચમાં ત્રણ વિકેટ ઝડપી હતી.

કિસ્મત કનેક્શન!

ઇમેજ સ્રોત, Getty Images
મેન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર જીત્યા બાદ સુંદરરાજને કહ્યું, "મારા માટે આટલી નાની ઉંમરે આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરવી ખૂબ મહત્ત્વ ધરાવે છે."
"આ સિદ્ધિ માટે હું મારા પરિવારનો ધન્યવાદ વ્યક્ત કરું છું."
ભારતીય ક્રિકેટ ટીમમાં સુંદરનો માત્ર ત્રણ મહિના પહેલા જ પ્રવેશ થયો છે.
મોહાલીમાં 13 ડિસેમ્બર 2017ના રોજ ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીએ જ્યારે સુંદર વૉશિંગટનને ટીમ ઇન્ડિયાની કેપ આપી, તે ક્ષણ સુંદર માટે ક્યારેય ભૂલી ન શકાય તેવી હતી.
સુંદરની ઉંમર ત્યારે 18 વર્ષ 69 દિવસની હતી અને તેમણે તમિલનાડુ માટે પ્રથમ શ્રેણીની માત્ર 12 મેચ જ રમી હતી.
ટીમ ઇન્ડિયામાં સૌથી નાની ઉંમરે પ્રવેશ મેળવનારા ખેલાડીઓમાં તેઓ સાતમા નંબર પર છે.
આ યાદીમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડૂલકર પહેલા નંબર પર છે. તેંડૂલકરે ભારત માટે પહેલી મેચ 16 વર્ષ 238 દિવસની ઉંમરમાં રમી હતી.
કહેવામાં આવે છે કે સવા સો કરોડ કરતા વધારે વસતી ધરાવતા ભારતમાં ગલી-ગલીમાં ક્રિકેટ રમવામાં આવે છે.
ત્યારે ટીમ ઇન્ડિયામાં પહોંચવા માટે મહેનત અને પ્રતિભાની તો જરૂર હોય જ છે, પણ સાથે કિસ્મત કનેક્શનનું પણ મહત્ત્વ છે.
શ્રીલંકા વિરુદ્ધ વન ડેની ઘરેલું સિરીઝમાં કેદાર જાધવ ઘાયલ થઈ ગયા હતા અને આ તક સુંદરને ટીમ ઇન્ડિયામાં સ્થાન અપાવવા માટે ખૂબ મહત્ત્વની સાબિત થઈ હતી.
સુંદર વૉશિંગટનને ચાઇનામેન કુલદીપ યાદવની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યા.

સુંદરમાં શું વિશેષતા છે?

ઇમેજ સ્રોત, AFP
5 ઓક્ટોબર 1999ના રોજ ચેન્નઈમાં જન્મેલા સુંદર વૉશિંગટન ડાબા હાથે બેટિંગ કરે છે અને જમણા હાથથી ઑફબ્રેક બૉલિંગ કરે છે.
સુંદરની વિશેષતા એ છે કે તેઓ એ અંદાજો લગાવી લે છે કે બેટ્સમેનના મગજમાં શું ચાલી રહ્યું છે.
સુંદર કહે છે, "હું હંમેશાં બૅટ્સમૅનનું મગજ વાંચવાનો પ્રયાસ કરું છું અને તેનો સતત પ્રયાસ કરું છું.
"હું ઇચ્છતો હતો કે જ્યારે આપણે જીતીએ ત્યારે હું મેદાન પર રહું અને હું સમજું છું કે દિનેશ ભાઈ (કાર્તિક) ખૂબ સારી રીતે રમ્યા અને મેચની બાજી પલટતા આ મેચને યાદગાર બનાવી દીધી."
20-20 ઓવરની મેચમાં જ્યાં બૅટ્સમૅનનો જ જાદુ દેખાય છે, ત્યાં તેઓ પાવર પ્લેમાં ચતુરાઈ સાથે બૉલ નાંખે છે.
નિદહાસ ટ્રૉફીમાં તેમની સૌથી મોટી શક્તિ આક્રમક બેટ્સમેનની સામે પણ પોતાનું મનોબળ જાળવી રાખવામાં જોવા મળી.
તેઓ પોતાના બૉલ ઑફ સ્ટંપથી થોડા બહાર રાખીને બેટ્સમેનને લલચાવે છે, પરંતુ તે જ તેમનું હથિયાર છે અને તેઓ બેટ્સમેનને ભ્રમિત કરી દે છે.
ટૂર્નામેન્ટમાં તેમની ઇકૉનોમી રેટ 5.80ની રહી અને સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે તેમની 20 ઓવરમાંથી અધિકાંશ ઓવર પાવરપ્લેમાં ફેંકવામાં આવી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












