'...એટલે ભૈય્યાજી જોશી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના ભરોસાપાત્ર'

અખિલ ભારતીય પ્રતિનિધિ સભા

ઇમેજ સ્રોત, VISHWA SAMWAD KENDRA

ઇમેજ કૅપ્શન, અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં ભૈયાજી જોશી ચોથી વખત સરકાર્યવાહના રૂપમાં ચૂંટાયા છે
    • લેેખક, સંજય રમાકાંત તિવારી
    • પદ, નાગપુરથી, બીબીસી ગુજરાતી માટે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બીજા સૌથી મોટા પદ પર ભૈય્યાજી જોશી ફરી એક વખત બિરાજમાન થઈ ગયા છે. હાલ જ નાગપુરમાં યોજાયેલી સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં ચૂંટણી પ્રક્રિયા બાદ આ ઘોષણા કરવામાં આવી.

શું કારણ છે કે RSS પ્રમુખ ડૉક્ટર મોહન ભાગવતના વ્યક્તિત્વ સાથે તેમની પાર્ટનરશીપ સફળ માનવામાં આવે છે?

સંઘમાં સરકાર્યવાહની ભૂમિકા ચીફ જનરલ સેક્રેટરી વાળી હોય છે અને તેમની ચૂંટણી દર ત્રણ વર્ષે યોજાય છે.

ભૈય્યાજી જોશીને 2009થી આ દાયિત્વ સંઘ સતત સોંપી રહ્યું છે.

તમને આ પણ વાંચવું ગમશે

1947માં મધ્ય પ્રદેશના ઇન્દોરમાં જન્મેલા અને પશ્ચિમી મહારાષ્ટ્રમાં B.A. સુધીની શિક્ષા પ્રાપ્ત કરી ચૂકેલા સુરેશ રાવ ઉર્ફે ભૈય્યાજી જોશી પોતાની કેટલીક ખાસિયતો માટે સંઘમાં અલગ અને ખાસ સ્થાન ધરાવે છે.

ઉંમરના 70 વર્ષ બાદ પણ કોઈ યુવાનની જેમ તેઓ સતત કામ કરે છે અને સંગઠન પર પકડ કાયમ રાખે છે.

2014માં કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને લઈને જો કૌતૂહલ વધ્યું છે, કે પછી સંઘની શાખાઓમાં વધારો થયો છે તો તેના માટે સત્તા પરિવર્તનની સાથે સાથે સર સંઘચાલક ડૉ. મોહન ભાગવત અને સરકાર્યવાહ ભૈય્યાજી જોશીના વિસ્તારવાદનું પણ યોગદાન છે.

line

બદલી નાખ્યું વલણ

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ

ઇમેજ સ્રોત, Getty Images

મીડિયા કે પ્રચારને લઈને સંઘની ઉપેક્ષા યાદ કરવામાં આવે છે. લગભગ પાંચ વર્ષ પહેલાં ઉનાળા દરમિયાન એક ઘટના ઘટી. નાગપુરના રેશિમ બાગ સ્થિત સ્મૃતિ ભવન બહાર કેટલાક મીડિયાકર્મીઓએ ભૈય્યાજી જોશીને અવાજ આપ્યો હતો.

ભાજપ સાથે જોડાયેલા એક મોટા સમાચાર પર સંઘનો મત જાણવા માટે આ મીડિયાકર્મીઓ પાસે બીજો કોઈ રસ્તો ન હતો.

સામાન્યપણે સંઘના મોટા પદાધિકારી આ રીતે અવાજ આપવા પર ન તો આવે છે, ન જવાબ આપે છે.

પરંતુ એ તપતપતી બપોરે સફેદ શર્ટ અને લુંગી પહેરીને ભૈય્યાજી ચાલીને આગળ આવ્યા અને હસીને થોડા શબ્દોમાં કૅમેરાની સામે પોતાનો પક્ષ રાખ્યો.

ઉનાળામાં મીડિયાકર્મીઓને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની સલાહ આપતા પરત ફરી ગયા. તેમણે જવાબમાં એ જ જૂની વાત કહી હતી કે ભાજપના મામલે સંઘ શું કહી શકે છે.

પરંતુ તેમણે પોતે આગળ વધીને એ કહ્યું હતું અને બાઇટની જરૂરિયાત પૂર્ણ થવા પર મીડિયાકર્મી ખુશ હતા. બદલતા જમાનામાં આ સંઘના બદલતા વલણનું એક ઉદાહરણ હતું.

1975માં પૂર્ણકાલિક પ્રચારકના રૂપમાં સંઘ સાથે જોડાયેલા જોશીને ઇમરજન્સી દરમિયાન જનજાગરણ અને લાતૂરના વિનાશકારી ભૂકંપ દરમિયાન પુનર્વસન કાર્યો માટે પ્રશંસા મળી છે.

line

સ્વયંસેવકોની સરકાર બતાવવાનું ચલણ

ભૈય્યાજી જોશી

ઇમેજ સ્રોત, VISHWA SAMWAD KENDRA

જોકે, સાર્વજનિક મંચ પર દેશની દરેક સરકારને સંઘની તરફથી 'પોતાની' કે 'દેશની વર્તમાન સરકાર' કહીને સંબોધિત કરવામાં આવ્યા છે.

ભાજપ સાથે વિશેષ સંબંધો પર જવાબ એવો રહ્યો છે કે દરેક રાજકીય પક્ષમાં સ્વયંસેવક જઈ શકે છે, ગયા છે. ભાજપમાં તેનું પ્રમાણ વધારે છે.

પરંતુ હવે આ કથનમાં ફેરફાર જોઈ શકાય છે. સંઘના મંચથી વર્તમાન કેન્દ્ર સરકાર 'સંઘ વિચારોથી પ્રેરિત સ્વયંસેવકોની સરકાર' હોવાની વાત કહેવામાં આવે છે.

સરકાર સામે પડકાર પર સરસંઘચાલક પોતાના ભાષણો પર મત આપે છે, સંઘનો મત પ્રકટ કરે છે, સરકાર પર નિશાન સાધે છે કે પછી સરકારની સામે પરિસ્થિતિઓનો સહાનુભૂતિથી ઉલ્લેખ કરતા બચાવ કરતા જોવા મળે છે.

સરકાર્યવાહ પર પર ચોથી વખત બિરાજ્યા બાદ રવિવારના રોજ મીડિયા સમક્ષ રૂબરૂ થયેલા ભૈય્યાજી જોશીએ ક્યાંક ને ક્યાંક ન માત્ર પોતાની જ સરકાર પર કટાક્ષ કર્યો હતો પણ લાગ વગર વાત પણ મૂકી હતી.

ખેડૂતોના મુદ્દા પર તેમનો બેટૂક જવાબ હતો, "ખેડૂતોના સવાલો પર કોઈ સરકાર સંવેદનહીન હોઈ શકતી નથી. તેમણે સંવેદનશીલ થવું જ પડશે."

પરંતુ સાથે જ તેમણે એ પણ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, "કૃષિ મામલાની નીતિઓમાં ફેરફાર લાવીને તેમના પાકને યોગ્ય ભાવ મળશે, તેવો ભરોસો ખેડૂતોને અપાવવો જરૂરી છે."

સાથે જ તેમણે એ પણ માન્યું કે, "ખેડૂતો સાથે જોડાયેલા આ સવાલ મોટો પડકાર છે."

બૅન્કો પાસે કોઈ પ્રકારના મોટા ઋણ લઇને બૅન્કો સાથે જ છેતરપીંડી કરવાની ઘટનાઓ પર તેમણે કહ્યું, "દેશના બૅન્કિંગ ક્ષેત્રમાં ખામીઓ છે. બૅન્ક અધિકારીઓની ગડબડીથી લોકો રકમ લઇને ભાગી જાય છે. શાસન વ્યવસ્થાએ આ મામલે ગંભીરતા દાખવવી પડશે કેમ કે દેશના આર્થિક જગત માટે ખતરો છે.વ્યવસ્થાને નિર્દોષ બનાવવી પડશે."

આગામી ચૂંટણીમાં ભાજપને સંઘનું સમર્થન મળશે? એ વાતના સંકેત આપતા તેમણે કહ્યું કે, "કેન્દ્ર સરકારના કામ અને યોજનાઓ અંતર્ગત તેમને જનતાનું સમર્થન છે અને જનતા સરકારની પાછળ ઊભી હશે."

ભૈય્યાજી વિશે કહેવામાં આવે છે કે તેઓ શબ્દોનો ઉપયોગ માપમાં કરે છે પરંતુ ધ્યાન એ વાત પર હોય છે કે જે સંદેશ પહોંચાડવો છે, તે સટીક પહોંચે.

પ્રતિમાઓને તોડી પાડવાના મામલા હોય, કે પછી રામ મંદિર પર કોર્ટના નિર્ણયની રાહ, ભૈય્યાજીના જવાબોથી એ સ્પષ્ટ જોવા મળ્યું.

line

કાર્યકર્તાઓને એક કરવાની કળા

મોહન ભાગવત સાથે ભૈય્યાજી જોશી

ઇમેજ સ્રોત, VISHWA SAMWAD KENDRA

સંગઠનમાં કે સંઘ પરિવારમાં કોઈ વિષય પર કેટલાક સભ્યો વચ્ચે મતભેદ પણ થાય છે તો સહજતાથી તેનો ઉકેલ લાવવામાં ભૈય્યાજી જોશી અને ડૉક્ટર ભાગવતની મહારતના ઘણા કિસ્સા સંભળાવવામાં આવે છે.

વિશ્વ હિંદુ પરિષદના ડૉ. પ્રવીણ તોગડિયા સ્વયં પર થયેલા કથિત હુમલાને લઈને સંઘ પર ગુસ્સે હતા પરંતુ પછી તેઓ શાંત પડી ગયા હતા.

કુશળ કાર્યકર્તાઓની ઓળખ કરવી, તેમને કોઈને કોઈ મોટા કામ સાથે જોડીને વ્યસ્ત કરી દેવા, આ વિશેષતા પણ સંગઠન માટે ઓછી જરૂરી નથી.

નાગપુરના શિક્ષણ વિશેષજ્ઞ ડૉ. દિલીપ સેનાડ જણાવે છે, "મારો અને તેમનો પરિચય સંઘ શિક્ષા વર્ગમાં થયો હતો, દસ-બાર વર્ષ પહેલાં જ્યારે ભૈય્યાજી અખિલ ભારતીય સેવા પ્રમુખ હતા."

"મેં ડરતા ડરતા તેમને ઘરે આવવાનું નિમંત્રણ આપ્યું. તેઓ આગામી દિવસે સહજતાથી આવી ગયા."

"ત્યારબાદ તેમને ખબર પડી કે મેં સંસ્કૃતમાં પણ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે. તેમણે મને ઉપનિષદોના સાર પર પુસ્તક લખવાની વાત કહી દીધી. ઉદ્દેશ એ હતો કે સામાન્ય લોકો સુધી વાત પહોંચી શકે. હું આજે પણ તે મામલે કાર્યરત છું."

આવી જ ખૂબીઓના કારણે શ્રી સુરેશ રાવ ઉર્ફે ભૈય્યાજી જોશીના હાથમાં ફરી સંઘની જવાબદારી સોંપવામાં આવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો